નવી દિલ્હીઃ હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર પછી ઇન્ડિયા ગઠબંધનની અંદર બધું સમુંસૂતરું નથી. TMC ચીફ અને પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજે હાલમાં જ ગઠબંધનનું સુકાન સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમના નિવેદન પછી ગઠબંધનના અન્ય સાથીઓએ પણ કોંગ્રેસવિરોધી સૂર વ્યક્ત કર્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના UBTથી નારાજ SPએ MVAથી અલગ થવાનું એલાન કર્યું છે. પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસ દ્વારા કમાન સાંભળવાથી નજરે નથી પડતા.
TMC સાંસદ કીર્તિ આઝાદે કોંગ્રેસના સુકાન સંભાળવા પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે TMCનાં નેતા મમતા બેનરજીને ગઠબંધનના અધ્યક્ષ બનાવવા માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલના સમયે ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ગંભીર ચર્ચા થઈ રહી છે.બીજી બાજુ મમતા બેનરજીને શરદ પવારે ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીને ઇન્ડિયા બ્લોકના અધ્યક્ષ બનાવવા જોઈએ.તેમણે નેતૃત્વ પરિવર્તનની વકીલાત કરી હતી. આ સાથે મમતા બેનરજીને શિવસેના UBTએ પણ ટેકો આપ્યો હતો.
બીજી બાજુ, કોંગ્રેસનું કહેવું છે કે તે મમતાના દબાણમાં નહીં આવે. ઇન્ડિયા ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સહયોગીઓના દબાણ સામે નહીં ઝૂકે. કોંગ્રેસ નેતૃત્વએ નક્કી કર્યું છે કે કોઈ દબાણમાં પાર્ટી નહીં આવે. કોઈની સામે નિવેદનબાજી નથી કરવી, ભલે અન્ય પાર્ટીઓ એને ઉશ્કેરતી રહે. આગામી દોઢ વર્ષ જે રાજ્યોમાં ચૂંટણી છે, ત્યાં કોંગ્રેસને ઇન્ડિયા બ્લોકથી વધુ લેવા-દેવા નથી.
Up કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ મોટા ભાઈની ભૂમિકામાં હતી અને હંમેશાં રહેશે. રાહુલ ગાંધી અમારા નેતા છે અને નેતા રહેશે.






પ્રથમ બેટિંગ કરતા બંગાળે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચંદીગઢની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી હતી. તેના માટે રાજ બાવાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. 20 બોલનો સામનો કરીને તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પ્રદીપ યાદવે 19 બોલનો સામનો કરીને 27 રન બનાવ્યા હતા. કેપ્ટન મનન વોહરાએ 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સંદીપ શર્મા અને નિશંક બિરલા અણનમ રહ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા બંગાળે 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. આ દરમિયાન મોહમ્મદ શમીએ ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 બોલનો સામનો કર્યો અને અણનમ 32 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બંગાળ માટે કરણ લાલાએ પણ સારી ઇનિંગ રમી હતી. બંગાળ તરફથી શમીએ અણનમ 32 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલિંગમાં પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.


રાજનાથ સિંહે મોસ્કોમાં ‘ટોમ્બ ઓફ ધ અનોન સોલ્જર’ની મુલાકાત લીધી અને બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ શ્રદ્ધાંજલિ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. આ સાથે રાજનાથ સિંહે ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી અને તેમના અનુભવો અને યોગદાનની પ્રશંસા કરી.
આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ના કમિશનિંગ સમારોહમાં પણ ભાગ લેશે. આ જહાજ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે અને તેમની સાથે સૈન્ય-તકનીકી સહયોગ અંગે ચર્ચા કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ 21મી આંતર-સરકારી સૈન્ય તકનીકી સહયોગ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ બેઠક બંને દેશો વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. ભારત અને રશિયા વચ્ચેના સૈન્ય સંબંધો દાયકાઓથી ઘણા સારા છે અને આ મુલાકાત તેમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા પર તેમની મુલાકાત વિશે માહિતી શેર કરતી વખતે રાજનાથ સિંહે કહ્યું કે તેઓ આ મુલાકાતથી ઉત્સાહિત છે અને તે ભારત-રશિયા સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, “અમેરિકાએ સીરિયામાં હાજર ISIS ના ઠેકાણા પર ડઝનથી વધારે સ્ટ્રાઇક કરી છે. અમેરિકન એરફોર્સના બી-52 સ્ટ્રેટોફોર્ટેસ બૉમ્બર, એફ-15 ઈ સ્ટ્રાઇક ઈગલ્સ અને એ-10 થંડરબોલ્ટ-2 ફાઇટર જેટે સેન્ટ્રલ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાઓ, લડવૈયા અને શિબિરો પર ડઝનથી વધારે હવાઈ હુમલા કર્યાં છે.”
અમેરિકન અધિકારીએ એમ પણ કહ્યું, “અમે ISISના હુમલાખોરો અને નેતાઓના સમૂહને નિશાનો બનાવ્યા છે. તેમાં સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચ્યું નથી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકન સેના હજુ પણ સ્ટ્રાઇકથી થયેલા નુકસાનની આકરણી કરી રહી છે.”