Home Blog Page 1272

સીરિયામાં ભારતીય નાગરિકો સુરક્ષિત, MEAએ એડવાઈઝરી જારી કરી

સીરિયા: હાલની તંગ પરિસ્થિતિ વચ્ચે દેશની રાજધાની દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનું કામકાજ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. ભારતીય દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતીય દૂતાવાસે સીરિયામાં હાજર ભારતીય સમુદાયના સભ્યો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. આ સિવાય દૂતાવાસ સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે. દૂતાવાસ ભારતીય નાગરિકોને જરૂર પડ્યે મદદ પૂરી પાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

સીરિયામાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકોને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે અને સાવચેતી રાખવા વિનંતી કરી છે. એક એડવાઈઝરીમાં, વિદેશ મંત્રાલયે હિંસા પ્રભાવિત દેશોમાં રહેતા ભારતીયોને શક્ય હોય તો વહેલામાં વહેલી ઉપલબ્ધ ફ્લાઈટ લઈને પાછા ફરવા જણાવ્યું હતું.ઇસ્લામિક બળવાખોરોએ ગુરુવારે સીરિયાના મોટા ભાગના સૌથી મોટા શહેર અલેપ્પોને કબજે કર્યા બાદ મધ્ય સીરિયન શહેર હોમ્સ પર વર્ચ્યુઅલ કબજો કરી લીધો હતો. હજારો લોકોએ હોમ્સ છોડી દીધું છે. એક એડવાઈઝરીમાં, વિદેશ મંત્રાલય (MEA) એ સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા માટે પણ કહ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં રહેતા ભારતીયોએ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 અને ઈમેલ આઈડી hoc.damascus@mea.gov.in પર દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવું જોઈએ.

વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી વધુ ગરમ વર્ષ

નવી દિલ્હીઃ વર્ષ 2024 સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ બનાવશે, આ વર્ષે 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સરેરાશ તાપમાનવાળું પહેલું વર્ષ હશે. એ સાથે નવેમ્બર,2024 બીજો સૌથી ગરમ (નવેમ્બર 2023 પછી) બની ગયો છે. આ મહિને ગ્લોબલ વોર્મિંગ પણ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે અને તાપમાન ઓદ્યૌગિક સ્તરથી 1.62 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું, એમ યુરોપીય જળવાયુ એજન્સી કોપરનિક્સે કહ્યું હતું.

એજન્સીએ કહ્યું હતું કે છેલ્લા 17 મહિનામાં 16 મહિના દરમ્યાન તાપમાન ઓદૌયગિર સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હોય. ભારતીય હવામાન વિભાગ અનુસાર 1901 પછી સૌથી બીજો ગરમ મહિનો નવેમ્બર રહ્યો હતો, જેનું મહત્તમ તાપમાન  29.37 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્યથી 0.62 ડિગ્રી વધુ છે. અત્યાર સુધીના વર્ષ ( જાન્યુઆરીથી નવેમ્બર) માટે વૈશ્વિક સરેરાશ તાપમાન વર્ષ 1991-2022ની સરેરાશથી 0.72 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જે આ ગાળા માટે રેકોર્ડ મહત્તમ છે અને 2023માં આ સમયગાળાની તુલનામાં 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે.

એજન્સીએ કહ્યું હતું કે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ હશે અને 1.5 ડિગ્રી સેલ્સિયસથી ગરમવાળું પહેલું કેલેન્ડર વર્ષ હશે. એનો અર્થ થયો કે પેરિસ સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, પણ મહત્ત્વાકાંક્ષી જળવાયુ કાર્યવાહી કરવાની તત્કાળ જરૂર છે. નવેમ્બર 2024 માટે સમુદ્રની સપાટીનું તાપમાન 20.58 ડિગ્રી સેલ્સિયસની સાથે મહિનાનો રેકોર્ડમાં બીજું સૌથી વધુ તાપમાન રહ્યું હતું, જે નવેમ્બર, 2023ના રેકોર્ડથી માત્ર 0.13 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.

Delhi Assembly Election: AAPની બીજી યાદી જારી, મનીષ સિસોદીયાએ બદલી સીટ

દિલ્હી: રાજધાનીમાં જાન્યુઆરી-2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેની બીજી યાદી જાહેર કરી છે. AAPએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીટ બદલી છે. આ વખતે તેમને પટપરગંજને બદલે જંગપુરાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તાજેતરમાં AAPમાં સામેલ થયેલા અવધ ઓઝાને પટપરગંજથી ટિકિટ આપવામાં આવી છે.આ સિવાય AAPએ નરેલાથી દિનેશ ભારદ્વાજ, તિમારપુરથી સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ, આદર્શ નગરથી મુકેશ ગોયલ, મુંડકાથી જસબીર કારલા, મંગોલપુરીથી રાકેશ જાટવ ધર્મરક્ષક, રોહિણીથી પ્રદીપ મિત્તલ, ચાંદની ચોકથી પુનરદીપ સિંહ સાહની(સેબી)ને મેદાનમાં ઉતાર્યા છે. પટેલ નગરથી પ્રવેશ રતન, માદીપુરથી રાખી બિરલા, જનકપુરીથી પ્રવીણ કુમાર, બિજવાસનથી સુરેન્દ્ર ભારદ્વાજ, જોગીન્દર સોલંકીને પાલમથી, મનીષ સિસોદિયાને જંગપુરાથી ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવત લીધી છે. ગત રાત્રિના નલિયામાં 10.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસામાં નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. ત્યારે બીજી બાજુ નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ગત રાત્રિના અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે, અમદાવાદમાં આગામી એક સપ્તાહનું તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગત રાત્રિના રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં દાહોદ, ડીસા, ગાંધીનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છે.

આપને જણાવી દઈએ કે નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દાહોદમાં 12.3, ડિસામાં 12.4, અમદાવાદમાં 13.2, ગાંધીનગરામાં 14.0, રાજકોટમાં 15.0, વડોદરામાં 15.2, પોરબંદરમાં 15.4, સુરતમાં 15.8, ભુજમાં 16.2, જામનગરમાં 16.9, ભાવનગરમાં 17.0 અને કંડલામાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

દિલ્હીની 40 સ્કૂલોને ડોલર નહીં મળતાં ઉડાડવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીની અનેક સ્કૂલોને ફરીથી બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. આ ધમકી 40થી વધુ સ્કૂલોને મેઇલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સવારે સ્કૂલોએ આવતા તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ ઈમેલ મોકલનારાએ 30 હજાર ડોલરની માગ પણ કરી હતી. આ પહેલાં સ્કૂલ, હોસ્પિટલ અને પ્લેનમાં બોમ્બ હોવાના ઈમેલ મળ્યા હતા. મોટા ભાગે આ મેઇલ અને ફોન કોલ ખોટા સાબિત થયા છે, પણ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સાવધાની વર્તવામાં આવી છે.

દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યાર બાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જોકે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.

આ પહેલાં આ વર્ષના મે મહિનામાં કમસે કમ 60 સ્કૂલોને બોમ્બ હોવાની ધમકીભર્યા મેલ મળ્યા હતા.

40 delhi schools including dps gd goenka receive threatening emails

40 schools of Delhi received threatening mail

 

 

 

શા માટે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ?

મુંબઈ: આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti Corruption Day) દર વર્ષે 9 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ભ્રષ્ટાચારની દૂરગામી અસરો વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ભ્રષ્ટાચાર સામે લોકોએ વધુને વધુ જાગૃત થવું જોઈએ. તો જ એક સુસંસ્કૃત સમાજ અને મજબૂત લોકશાહી દેશનું નિર્માણ થઈ શકે છે.

ભ્રષ્ટાચાર સંસ્થાઓમાં વિશ્વાસને નબળો પાડે છે. અર્થતંત્રોને નબળી પાડે છે. સામાજિક અસમાનતાઓને ઊંડી બનાવે છે. આ શિક્ષણ, આરોગ્યસંભાળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે ભ્રષ્ટાચારના કારણે દેશના સામાન્ય નાગરિકને સૌથી વધુ નુકસાન થાય છે.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું શું મહત્વ છે?

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ સામૂહિક પગલાંના મહત્વ પર ભાર મૂકે છે. આ દિવસ એ યાદ અપાવે છે કે ભ્રષ્ટાચાર સામે લડવું એ માત્ર કાયદા અને નીતિઓ બનાવવાનું નથી, પરંતુ રોજિંદા જીવનમાં પ્રામાણિકતા અને નૈતિક વર્તનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું પણ છે.

લાંચરુશ્વત સામે ઉભા રહેવાની પ્રેરણા

ઘણા લોકો આ દિવસને જાગૃતિ લાવવા અને પરિવર્તન લાવવાના હેતુથી ઝુંબેશ, ચર્ચાઓ અને પહેલો સાથે ઉજવે છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ વિશ્વભરના લાખો લોકોને લાંચ, છેતરપિંડી અને સત્તાના દુરુપયોગ સામે ઉભા રહેવાની પ્રેરણા આપે છે.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસના મુખ્ય સૂત્રો
વિશ્વાસની દુનિયા બનાવો, ભ્રષ્ટાચાર દૂર કરો.
ભ્રષ્ટાચાર નહીં… ચાલો તેને ખતમ કરીએ.
પરિવર્તન લાવો: ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો.
ભ્રષ્ટાચાર સામે એક થવું: ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ.
સાંકળ તોડો, ડાઘ દૂર કરો: આજે જ પ્રામાણિકતા પસંદ કરો.
કોઈ લાંચ નથી, કોઈ જૂઠ નથી, માત્ર એક વાજબી પ્રગતિ.
પસંદગી દ્વારા સશક્ત, અવાજ દ્વારા એકતા: ભ્રષ્ટાચાર સામે લડો, અવાજ કરો.
દરેક ક્રિયા મહત્વપૂર્ણ છે, ભ્રષ્ટાચારને તેના મૂળ સ્ત્રોતમાંથી રોકો.
શાંતિ, સુરક્ષા, વિકાસ: ભ્રષ્ટાચારના વિનાશને રોકો.

મહત્વાકાંક્ષાને તમારી અનંત શક્યતાઓને મર્યાદિત ના કરવા દો

સદગુરુ: અમે એવી દુનિયામાં જીવીએ છીએ જે યુવાનોને તીવ્ર મહત્વાકાંક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરે છે. મહત્વાકાંક્ષા એ સિદ્ધિ અને સફળતાની અગત્યની પૂર્વશરત તરીકે ગણાવી છે.

મહત્વાકાંક્ષા શું છે? તે ફક્ત એક વિચાર છે જેને તમે કોઈ ચોક્કસ મહત્વ આપવાનું નક્કી કરો છો. આ તમારા જીવન લક્ષ્યમાં ફેરવાય છે. તમે આ વિચારમાં એટલી જીવન શક્તિનું રોકાણ કરો છો કે તે તમારા અસ્તિત્વ પર શાસન કરવાનું શરૂ કરે છે. વિચાર તેના સર્જક કરતા મોટો થાય છે.

નંબર ગેમ

બાલમંદિરથી જ, માતાપિતા અને શિક્ષકો બાળકોને “નંબર વન” બનાવવાનું કામ શરૂ કરે છે. ધનિક અથવા સુંદર બનવું પૂરતું નથી – લોકો સૌથી ધનિક અને સૌથી સુંદર બનવા માંગે છે! તેઓ મને એમ પણ કહે છે કે, “હું તમારો સૌથી મોટો ભક્ત છું!” નંબરની રમતથી છટકાતું નથી!

મહત્વાકાંક્ષા સાચી છે કે ખોટી? તે ફક્ત મર્યાદિત છે, કારણ કે તે ફક્ત તમે જે જાણો છો તેના વિસ્તરણ છે. જો તમે તમારો લક્ષ્ય પહેલેથી જ નક્કી કરી દીધો હોય તો તમને કંઈપણ નવું નહીં થાય. તમારી મહત્વકાંક્ષાને નક્કી કરવાનો અર્થ છે કે તમે નાના વિજય સાથે સંતોષ મેળવો છો. તમે વિચારી શકો છો કે તમે ઝડપી છો, પરંતુ ખરેખર તમે ફક્ત બીજા બધા કરતા ઝડપથી ચાલતા હોવ છો. આ મોટાભાગના લોકો માટે થઈ રહ્યું છે: તેઓ કોઈ કરતા થોડું સારું કરી રહ્યા છે અને તેઓ વિચારે છે કે તેઓ સરસ કરી રહ્યા છે. દુર્ઘટના એ છે કે જે ક્ષણે તમે કોઈ લક્ષ્ય નક્કી કરો છો, તમે તમારી જાતને મર્યાદિત કરો છો.

“ના, ના,” તમે દલીલ કરી શકો છો, “મારું ધ્યેય મોટું છે!” તમે હજી પણ પોતાને મર્યાદિત કરી દીધા છે કારણ કે જ્યારે તમે તમારો લક્ષ્ય નક્કી કરો છો, ત્યારે તમે તમારી કલ્પનાના આધારે કાર્ય કરી રહ્યા છો, જે ફક્ત તમારી યાદશક્તિનું વિસ્તરણ છે.

હેતુ વિના સંડોવણી

મોટાભાગના, મહત્વાકાંક્ષા પસંદ કરે છે કારણ કે તેઓ જાણતા નથી કે બીજી કઈ રીતે જીવવું? કોઈ લક્ષ્ય નક્કી કર્યા વિના મારી જાતને સફળતા તરફ કેવી રીતે આગળ ધપવું? આ મૂળભૂત પ્રશ્ન છે. સંપૂર્ણ યોગિક સિસ્ટમ આને સંબોધિત કરે છે. કોઈ ધ્યેય વિના ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરે? તેથી દરેક આધ્યાત્મિક પરંપરામાં ભક્તિ પર ભાર મૂકવો. ભક્તિની અગ્નિ બધી ગણતરીઓને બાળી નાખે છે.

જો તમારા જીવનમાં નવી સંભાવનાઓ બનવાની જરૂર છે, અને સૌથી મહત્ત્વની વાત, જો માનવને પ્રતિભાસંપન્ન થવું હોય તો, તે મહત્વનું છે કે આપણે મહત્વાકાંક્ષી દુનિયા નહીં, પણ આનંદિત અને સામેલ વિશ્વ બનાવવું જોઈએ.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

આખરે રણબીર કપૂરે રામાયણ ફિલ્મ વિશે કર્યો આ ખુલાસો

મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં છેલ્લે જોવા મળેલો રણબીર કપૂર હવે નીતિશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણ પાર્ટ 1માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તે ભગવાન રામની ભૂમિકા ભજવશે, જ્યારે સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. તાજેતરમાં જ અભિનેતાએ જેદ્દાહમાં લોકપ્રિય ઈવેન્ટ રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભાગ લીધો હતો, જ્યાં તેણે પહેલીવાર ‘રામાયણ’ વિશે વાત કરી હતી અને તેને તેનો ડ્રીમ રોલ ગણાવ્યો હતો. રણબીરે એનિમલ પાર્ક વિશે પણ ખુલાસો કર્યો હતો કે ટીમ હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.

રણબીર કપૂરે કહ્યું,’હું હાલમાં જે ફિલ્મમાં કામ કરી રહ્યો છું તે રામાયણ છે જે અત્યાર સુધીની શ્રેષ્ઠ વાર્તા બની રહી છે. મારા બાળપણના મિત્ર નમિત મલ્હોત્રા કે જેઓ આ ફિલ્મ ખૂબ જ જોશથી બનાવી રહ્યા છે, તેમણે પણ વિશ્વના તમામ અદ્ભુત કલાકારો, સર્જનાત્મક લોકો અને ક્રૂની મદદથી તેની વિશ્વવ્યાપી રિલીઝની તૈયારીઓ ખૂબ જ સારી રીતે કરી છે. આ સિવાય રણબીરે ભગવાન રામની ભૂમિકા નિભાવવાની પણ વાત કરી અને કહ્યું કે તેણે ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બીજો ભાગ ટૂંક સમયમાં જ ફ્લોર પર જશે. રણબીરે વધુમાં કહ્યું,’માત્ર આ વાર્તાનો ભાગ બનવા માટે, હું રામની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ આભારી છું. મારા માટે આ એક સપનું છે. આ એક એવી ફિલ્મ છે જેમાં ભારતીય સંસ્કૃતિ શું છે, કૌટુંબિક ગતિશીલતા અને પતિ-પત્નીના સંબંધો કેવા છે તે વિશે બધું જ શીખવે છે.’

રામાયણ 2 ક્યારે રિલીઝ થશે?
આ દરમિયાન’રામાયણ ભાગઃ 1′ 2026માં રિલીઝ થવાની છે, જ્યારે બીજો ભાગ 2027માં સિનેમાઘરોમાં આવશે. જો કે ફિલ્મની સત્તાવાર કાસ્ટ જાહેર કરવામાં આવી નથી, યશે ખુલાસો કર્યો છે કે તે રાવણની ભૂમિકા ભજવશે અને રવિ દુબે રામાયણ ભાગ 1 માં લક્ષ્મણની ભૂમિકા ભજવશે. આ પહેલા ‘રામાયણ’ના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં રણબીર અને સાઈ ભગવાન રામ અને સીતાના રૂપમાં જોવા મળ્યા હતા.

સુવિચાર – ૦૯ ડિસેમ્બર ૨૦૨૪

૦૯ ડિસેમ્બર ૨૦૨૪