રાજસ્થાનના પાલીથી હૈયુ કંપાવી નાખનાર સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. પાલીમાં એક એકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલીના દેસૂરી નાળા નજીક એક બસ બેકાબૂ બનતા વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો. જેવી જ બસ પલટી કે બાળકોએ ચીસાચીસ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટના વિશે જાણ કરી હતી. માહિતી અનુસાર આ બાળકો સ્કૂલ પ્રવાસે જઇ રહ્યા હતા.આ ઘટનાની જાણકારી મળતાં જ રાજસમંદના એસપી અને કલેક્ટર પણ ઘાયલોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી ગયા અને ઘાયલોના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત પીડિતોને બચાવવામાં મદદ કરી હતી. ડઝનેક જેટલાં ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા હતા. આ તમામ બાળકો પિકનિક મનાવવા માટે પરશુરામ મહાદેવ જઇ રહ્યા હતા.
દેશના અલગ અલગ વિસ્તારમાં અવારનાવાર વક્ફ બોર્ડ ચર્ચામાં આવતુ રહેતું હોય છે. ત્યારે ફરી એક વખત મહારાષ્ટ્રમાં વક્ફ બોર્ડના નામ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લાતૂર જિલ્લામાં 100 થી વધારે ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે, જેના પર તે અનેક પેઢીઓથી ખેતી કરી રહ્યા છે, તેના પર વક્ફ બોર્ડ કબ્જે કરવાનો પ્રયાસ કરી રહી છે, તેઓએ જણાવ્યું કે, આ દાવો છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલમાં નોંઘ દાખલ કરવામાં આવ્યો છે અને કુલ 300 એકર જમીન ધરાવતા 103 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ વર્ષે 8 ઓગસ્ટે લોકસભામાં વક્ફ (સંશોધન) બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેથી વક્ફ બોર્ડના કામકાજને સુવ્યવસ્થિત કરી શકાય અને તેની સંપત્તિનું કુશળ કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરી શકાય. ધારાસભ્યની સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી) પાસે મોકલી દેવામાં આવ્યું છે. વકફ પાસે ઘણી બધી મિલકતો છે, જેની યોગ્ય રીતે જાળવણી અને સખાવતી હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે, આ માટે સ્થાનિકથી લઈને મોટા સ્તર સુધી ઘણી સંસ્થાઓ છે, જેને વકફ બોર્ડ કહેવામાં આવે છે. લગભગ દરેક રાજ્યમાં સુન્ની અને શિયા વક્ફ છે. તેમનું કામ તે મિલકતની કાળજી લેવાનું અને તેની આવકનો યોગ્ય ઉપયોગ કરવાનું છે. આ મિલકતમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી, મસ્જિદ અથવા અન્ય ધાર્મિક સંસ્થાની જાળવણી કરવી, શિક્ષણની વ્યવસ્થા કરવી અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નાણાં આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. કેન્દ્રએ વક્ફ બોર્ડ સાથે સંકલન કરવા માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળની સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં કુલ 32 વક્ફ બોર્ડ છે. જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સુન્ની અને શિયા બંને માટે અલગ-અલગ બોર્ડ છે. તેનાથી વિપરીત, હાલમાં ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વક્ફ બોર્ડ નથી.
અમદાવાદના સરખેજ પોલીસે તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપી ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી નવલસિંહનું આજે રવિવારે મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, પોલીસ સમક્ષ કબૂલાત બાદ ભુવાની તબિયત લથડી હતી. લોક-અપમાં આરોપીને વોમીટ થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસનો દાવો છે કે આરોપીની નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન તેણે અત્યારસુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળુ પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવો સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતા, પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિકનો જીવ બચ્યો હતો. ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી હતો અને થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. આરોપી વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો. ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં, આ ભુવો યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો કે ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી ખરીદ્યુ હતું. નોંધનીય છે કે, આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજી ઉઠયું.સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા.અમિત શાહને પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ પણ રજૂ કરવામાં આવી હતી.આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમોથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે કરવામાં આવી.BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવના અદ્દભુત ડ્રોનનો નજારો માણવા માટે અહીંયા ક્લીક કરો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બર, 2024 BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહેવાય એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઇતિહાસ રચ્યો છે. આ કાર્યક્રમ 5 વાગ્યાથી શરૂ થઈ 9: 15 વાગ્યા સુધી એમ સવાચાર કલાક ચાલ્યો હતો. આ અદભુત કાર્યક્રમની ડ્રોન દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો છલક માણો..
પંજાબી સિંગર દિલજીત દોસાંઝ આજ કાલ પોતાના કોનસલ્ટને લઈ ખુબ ચર્ચામાં રહે છે. ત્યારે આગામી 8 ડિસેમ્બરના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દિલજીતના શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શઓનું બજરંગ દળે વિરોધ કર્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય યશ બચાનીએ કહ્યું કે, બજરંગ દળ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહર તેમજ દારૂ પીરસાવવાનો વિરોધ કરશે. અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે, પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે અહીં થતી લવ જેહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ. કૉન્સર્ટના વિરોધમાં બજરંગ દળ કાલે રસ્તા પર ઉતરી શકે છે.’
શનિવારે, બજરંગ દળના સભ્યોએ ‘જય જય શ્રી રામ’ અને ‘દેશ કા બલ, બજરંગ દલ’ જેવા નારા લગાવતા જોવા મળ્યાં. આ સમગ્ર મામલે ઝોન-2ના ડીસીપીએ આશ્વાસન આપ્યું કે, ઇન્દોર પોલીસ સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે.’ અમરેન્દ્ર સિંહે કહ્યું કે, ‘ઇન્દોર પોલીસ કાયદા-વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા અને નશાકારક દવાઓના દુરૂપયોગના મામલાને ગંભીરતાથી લે છે. અમે અહીં જાહેરમાં દારૂ પિરસવું અને તેના સેવનની સંમતિ નથી આપી. અમે દરેક વાતને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.’ આપને જણાવી દઈએ કે ઇન્દોર પોલીસે દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમ પહેલાં બે લોકોને ગેરકાયદે ઊંચી કિંમતે ટિકિટના વેચાણના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાળાબજારીમાં સામેલ આરોપી ઓનલાઇન કૉન્સર્ટ ટિકિટ ખરીદી તેને 10 હજાર રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ‘ક્રાઈમ બ્રાન્ચ ટિકિટના કાળાબજાર પર સતત નજર રાખી રહી છે.
મહેસાણા: ગુજરાતમાં ફરી માનવના કંપાવીદે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વાત એમ છે કે, શેઢાવી ગામમાં એક યુવકના લગ્નને એક મહિના પહેલા જ યુવકને દારૂ પીવડાવી નસબંધી કરાવી દેવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને હજુ એક દિવસ વિત્યો નથી ત્યાં આ જ વિસ્તારમાં જમનાપુરમાં એક 30 વર્ષીય પરિણીત યુવકની બારોબાર નસબંધી કરી દેવામાં બીજી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ સામે શંકાની આંગળી ચિંધાઈ છે. સમગ્ર રાજ્યમાં કુટુંબ નિયોજન પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ અવનવા અખતરાં કરી નસબંધી માટે ટાર્ગેટ પૂર્ણ કરી રહ્યાં છે. આવી ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે પાછલા થોડાક જ સમયમાં આરોગ્ય વિભાગમાં અલગ અલગ રીતે થતી છેતરામણીને લઈ જનતામાં આરોગ્ય વિભાગ પર વિશ્વાસ ઉડવા લાગ્યો છે. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે કેટલી હદે પોલંપોલ ચાલે છે તે ખ્યાતિકાંડ પછી નસબંધીકાંડ પરથી સાબિત થઈ રહ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘરકંકાસ થતા યુવકને છોડી પત્નિ પિયર પહોંચી ગઈ હતી. ઝઘડો એટલી હદે વધ્યો કે, બંનેએ છૂટાછેડા લીધા હતાં. આખરે આ યુવકના પરિવારજનોએ મહિના પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યાં એક આરોગ્ય કર્મચારીએ યુવકને ખેતરમાં મજૂરીની લાલચ આપી હતી. આ યુવકનું કહેવુ છે કે, મને એક એમ્બ્યુલન્સમાં બેસાડીને અડાલજની સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં ફોર્મ ભરીને બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ નસબંધીનું ઓપરેશન કરી દેવાયુ હતું. ઓપરેશન થયા બાદ બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ ઘટના હજુ લોકો ભૂલ્યાં નથી ત્યાં મહેસાણા જિલ્લાના જ જમનાપુર ગામમાં એક ઠાકોર યુવકની પણ બારોબાર નસબંધી કરી દેવામાં આવી હતી. હકીકતમાં નિયમ એવો છે કે, પુરુષની નસબંધીના ઓપરેશન હોય તો! પત્નિની મંજૂરી લેવી ફરજિયાત છે. એમ છતાંય નિયમોનું પાલન થતું નથી. ચર્ચા એવી છે કે, અડાલજની સરકારી હોસ્પિટલ જ નસબંધી કાંડનું એપી સેન્ટર રહ્યુ છે. જ્યાં પરિણીત જ નહીં, કુંવારા યુવકોની બારોબાર નસબંધી કરી દેવામાં આવી રહી છે.
નવી શેઢાવી બાદ જમનાપુરમાં જ નસબંધીકાંડ બહાર આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ જમનાપુર પહોંચી છે. અન્ય ગામોમાં પણ બારોબાર નસબંધી થઈ છે કે કેમ? કેટલાં યુવકોની બારોબાર નસબંધી કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશના 1 લાખથી વધુ કાર્યકરો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજે સૌ કાર્યકરોને આશીર્વાદ આપ્યા.
કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી..
સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમોથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજી ઉઠયું. BAPSના સુવર્ણ મહોત્સવમાં એક લાખ કાર્યકરોના સામૂહિક ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સંગીત, પારંપારિક નૃત્ય સાથે લેઝર લાઇટીંગે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.આ સ્વયંસેવકની સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ આ કાર્યકરોની રોમાંચક ગાથાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કપરી પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા BAPSના મહિલા કાર્યકરો અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
મહંત સ્વામી મહારાજનું આગમન
કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ.ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત યજ્ઞપ્રિય સ્વામીએ એમના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે એના વિશે વાત કરી હતી. ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં મહંત સ્વામી મહારાજનું આગમન થયું, ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં, જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા એમ એમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય એવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી. આ રીતે મહંત સ્વામીનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં 955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.
BAPSના કાર્યકર્તાઓનો પરિચય
આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. જેમાં કેટલાક તો દસકાઓથી સેવા આપી રહ્યા છે. આ તમામ કાર્યકરો નિ:સ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ હું તમને કહીશ કે, 1992માં ગાંધીનગરના અક્ષરધામનું ઉદ્ધાટન થયું હતું. આ સાથે યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. જેમાં આઇ.આઇ.એમ.ના મુખ્ય કાર્યવાહક ત્યાં આવ્યા હતા. વ્યવસ્થા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. આ સાથે મહોત્સવમાં એક સંત પાસે જઈને ત્રણ કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણ્યું. ત્યારે સંતે કહ્યું કે, આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે.
દિપ પ્રાગટ્ય..
સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો
આ સુર્વણ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાયા હતા. એમણે સંબોધનમાં કહ્યું હતું, કે ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઊર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો પ્રધાનમંત્રી મોદીએ કાર્યકરોનો એક કિસ્સો પણ યાદ કરતા કહ્યું, “યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનથી પૉલેન્ડ પહોંચી ગયા હતા. એ સમયે મેં BAPSના એક સંત સાથે અડધી રાતે વાત કરી. મેં અમને આગ્રહ કર્યો કે જે ભારતીય પૉલેન્ડ પહોંચી રહ્યા છે. એમની મદદ માટે મને તમારો સહયોગ જોઈએ છે. રાતોરાત આખા યુરોપથી BAPSના કાર્યકરો મદદ માટે આગળ આવ્યા હતા.”
આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ
કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત સ્વામી-મહંતો, મંત્રી, હરિભક્તો સૌને મારા નમસ્કાર, જય સ્વામી નારાયણ… પ્રમુખ સ્વામી મહારાજના 103મા જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ દિવ્ય અવસરે મને ઉપસ્થિત રહેવાની તકે મળી એ મારું સૌભાગ્ય છે. સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણવંદના કરું છું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજાએ સંસ્કારોનું વૃક્ષ વાવ્યું. મને લાગે છે કે, આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે.
આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી
બ્રહ્મવિહારી સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનની મેચ બાદ બીજીવાર સ્ટેડિયમ આખુ ભરાઈ ગયું છે. મેચમાં તો એક ટીમ જીતે અને એક હારે ત્યારે એક તરફ દુખ હોય બીજી તરફ ખુશી હોય, બે પ્રકારની સ્થિતિ હોય છે. પરંતુ આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી, ઉત્સાહ અને આનંદ છે. આ BAPSની ટીમ છે જે એક જ છે.’વધુમાં ઉમેર્યુ કે, “કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું – અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે. જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા.
બીજ, વટવૃક્ષ અને ફળ અંતર્ગત પ્રસ્તુતિઓ
બીજઃ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.વટવૃક્ષઃ એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી.
ફળઃ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.કાર્યક્રમનું સમાપન
અંતમાં મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા ‘ કાર્યકરાણાં અભિવંદનમ્, સમર્પિતાનામ્ અભિવંદનમ્’ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે કરવામાં આવી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશના 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજે સૌ કાર્યકરોને આશીર્વાદ આપ્યા.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું કુરુક્ષેત્રના મેદાન પર ઉપદેશ કરનાર શ્રીકૃષ્ણ ભગવાન યાદવકુળના વસુદેવ અને દેવકીના દૈહિક અને નંદબાબા અને યશોદામાતાના પાલકપુત્ર હતા. આમ એમનું કુળ ગોવાળ એટલે કે યાદવોનું હતું.
જો આમ જ હતું તો કુંતિભોજની પુત્રી કુંતિને કેશવ ફોઈ કેમ કહેતા હતા?
મૂળ વાત ભાગ્યે જ કોઈ જાણે છે. કુંતી યાદવ રાજા શૂરની પુત્રી હતી. કુંતીનું બાળપણનું નામ પૃથા હતું. પિતા શૂરસેને તેમની પુત્રીને રાજા કુંતીભોજને દત્તક આપી હતી. કુંતીભોજે પૃથાને નવું નામ કુંતી આપ્યું હતું. શૂરસેનના પુત્રનું નામ વસુદેવ હતું. શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકીના આઠમાં સંતાન છે. એ રીતે કુંતી વસુદેવની બહેન અને શ્રીકૃષ્ણની ફોઇ હતી.
કુંતિના બીજા પુત્રો ધર્મરાજ – યુધિષ્ઠિર ધર્મરાજાથી, ભીમ વાયુદેવથી, અર્જુન ઇન્દ્રથી અને અશ્વિનીકુમારનો મંત્ર કુંતિએ પાંડુની બીજી રાણી માદ્રીને શીખવાડતા એ એક જ મંત્ર થકી નકુલ અને સહદેવ નામે જોડીયાં પુત્રો થયાં હતાં.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)