
KBCમાં અમિતાભ બચ્ચને પરિવારમાં લવ મેરેજ પર મૌન તોડ્યું
મુંબઈ: અમિતાભ બચ્ચન આ દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ 16’માં વ્યસ્ત છે. બિગ બી ઘણીવાર શોમાં સ્પર્ધકો સાથે ખુલીને વાત કરે છે અને જ્યારે કોઈ પણ સ્પર્ધક તેમને પ્રશ્ન પૂછે છે, તો તે તેનો જવાબ આપવામાં શરમાતા નથી. હવે તાજેતરના એપિસોડમાં, બિગ બીએ તેમના પરિવારમાં થયેલા પ્રેમ લગ્નની ચર્ચા કરી. એપિસોડમાં સ્પર્ધક આશુતોષ સિંહે બિગ બીને પોતાની વાર્તા કહી. તેણે કહ્યું કે તેણે છેલ્લા પાંચ વર્ષથી તેના માતા-પિતા સાથે વાત કરી નથી. તેણે આ પાછળનું કારણ પણ જણાવ્યું.

સ્પર્ધકે બિગ બીની સામે પોતાનું દુ:ખ સંભળાવ્યું
આશુતોષ સિંહે કહ્યું કે તેના માતા-પિતા તેની સાથે વાત નથી કરી રહ્યા કારણ કે તેણે લવ મેરેજ કર્યા છે. આશુતોષે એ પણ જણાવ્યું કે તેનો પરિવાર નિયમિતપણે કૌન બનેગા કરોડપતિ જુએ છે, તેથી જ તે આ શોમાં આવ્યો છે. આના પર બિગ બી ભાવુક થઈ ગયા અને જવાબ આપ્યો- ‘મને આશા છે કે આજનો એપિસોડ જોયા પછી, તમારા માતા-પિતા ચોક્કસપણે તમારી સાથે ફરીથી વાત કરશે. તમે તેમની સાથે વાત કરી શકશો જેના માટે તમે ઘણા સમયથી આતુર હતા.’
ઘરમાં થયેલા લવ મેરેજ પર બિગ બીએ શું કહ્યું?
આ પછી અમિતાભ બચ્ચને તેમના પરિવારમાં પ્રેમ લગ્ન વિશે વાત કરી. તેમના આખા પરિવારમાં થયેલા લગ્નની ચર્ચા કરતાં તેમણે કહ્યું- ‘અમે ઉત્તર પ્રદેશના છીએ, પરંતુ બંગાળ ગયા હતા. (જયા બચ્ચન બંગાળી છે). અમારો ભાઈ એક સિંધી પરિવારમાં જોડાયો અને અમારી દીકરીના લગ્ન પંજાબી પરિવારમાં થયા.. અને તમે બધા બિટવા (અભિષેક) વિશે જાણો છો. પુત્રવધૂ મેંગલોરની છે. બાબુજી કહેતા કે ‘આપણે દેશના ખૂણે ખૂણેથી લગ્ન કરીને બધાને લાવ્યા છીએ.’
બિગ બી 82 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સક્રિય છે
અમિતાભ બચ્ચનની આ વાતે સૌના દિલ જીતી લીધા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી 82 વર્ષના છે અને આ ઉંમરે પણ એકદમ એક્ટિવ છે. ફિલ્મોની સાથે સાથે બિગ બી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ પણ હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચન વર્ષની બ્લોકબસ્ટર ‘કલ્કી 2898: AD’માં જોવા મળ્યા હતા, જેમાં તેમની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે.
સરવણસિંહ પંઢેરની જાહેરાત, 14 ડિસેમ્બરે ખેડૂતો દિલ્હી કૂચ કરશે
નવી દિલ્હી: શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, “હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને 303 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ 15મા દિવસ પર પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.”
સરવણસિંહ પંઢેરે વધુમાં કહ્યું, “બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોને મોકલીશું. બુધવારે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. સાથે જ અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માગ કરીએ છીએ જેમની વિરોધ-પ્રદર્શન દરમિયાન ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી છે. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માગુ છું કે કૃપા કરીને અમારા પ્રદર્શનને ટેકો આપે અને અમારા વિરોધનો પ્રચાર કરે.”
આ પહેલા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના બે વખત પ્રયાસો કર્યા હતા. પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધવા નહોતા દીધા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ
ગુજરાતમાં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતીએ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા MAHSR વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યારસુધીમાં આવા 298 પાટાની પેનલ્સ એટલે કે લગભગ 60 કિમી પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે.

પાટા વેલ્ડિંગ કરતાં પહેલાં પાટાના છેડાને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને સપાટી તૈયાર કરવામાં આવે છે, જે પાટાના નિર્ણાયક જોડાણ માટે એક મજબૂત સપાટીની ખાતરી આપે છે. એક વખત પાટા સંપૂર્ણપણે ગોઠવાઈ જાય પછી એ ફ્લેશ બટ વેલ્ડિંગ તકનીકનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે. ખામીની તપાસ માટે ચુંબકીય કણો અને અલ્ટ્રાસોનિક પરીક્ષણનો ઉપયોગ કરીને વેલ્ડનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જો વેલ્ડમાં કોઈ ખામી જોવા મળે તો એને નવા વેલ્ડ દ્વારા બદલવામાં આવે છે. કઠોર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ 200 મીટર લાંબા પાટાની પેનલ્સને પ્રમાણભૂત માપન સાથે કામચલાઉ ટ્રેક પાથરવા માટે ખાસ રેલ ફીડર કાર દ્વારા સ્પ્રેડર બનાવવામાં આવે છે, જેથી સ્લેબ લેઇંગ કાર, સીએએમ ઇન્જેક્શન કાર વગેરે જેવી અત્યાધુનિક હાઈ એન્ડ મશીનરીની અવરજવર સરળ બની શકે. પાછળથી આ પાટાને અંતિમ ટ્રેક માટે રેલવે ફાસ્ટનર્સ દ્વારા ટ્રેક સ્લેબ પર ગોઠવવામાં આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બે અને વડોદરા અને આણંદ વચ્ચે બે ટ્રેકના બાંધકામના ચાર બેઝ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં અનેક સ્થળે આરસી ટ્રેક પથારીનું બાંધકામ શરૂ થયું છે અને આશરે 64 ટ્રેક કિમી આરસી ટ્રેકનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. સુરતના કીમ અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધાઓમાં ટ્રેક સ્લેબને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી અત્યાધુનિક તકનીક અને માળખાગત સુવિધાઓથી સજજ છે. અત્યારસુધીમાં 23,000થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, 118 ટ્રેક કિમીની સમકક્ષ છે. શિંકનસેન ટ્રેક નિર્માણ કાર્યોની કાર્યપદ્ધતિને સમજવા માટે ઇજનેરો, કાર્ય અગ્રણીઓ અને તકનીકવિદ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર (ટીએન્ડસી) અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશરે 1,000 ઇજનેર સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે વિશ્વકક્ષાની કુશળતા મેળવશે.
જસ્ટિસ શેખર યાદવની ટિપ્પણીની ‘સુપ્રીમ’ નોંધ લેવાઈ
નવી દિલ્હીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતાં કહ્યું હતું કે દેશ હિન્દુસ્તાનમાં રહેનારા બહુસંખ્યક લોકો (બહુમતી)ની ઇચ્છા મુજબ ચાલશે. જેથી વકીલ અને NGO કેમ્પેન ફોર જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ્સના સંયોજક પ્રશાંત ભૂષણે દેશના CJI સંજીવ ખન્નાને એક પત્ર લખીને તેમની સામે વિભાગની તપાસ કરવાની અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના સીટિંગ જજ શેખર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર નોંધ લીધી છે અને આ મામલો વિચારાધીન છે.
હાઇકોર્ટના જજ શેખર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, તેમણે સમાન નાગરિકતા સંહિતા (યુસીસી) પર બોલતી વખતે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. મુસ્લિમ સમુદાયનું નામ લીધા વગર જજ શેખર યાદવે કહ્યું હતું કે અનેક પત્નીઓ રાખવી, ટ્રિપલ તલાક, હલાલા જેવી પ્રથાઓ અસ્વીકાર્ય છે. જો તમે એવી દલીલ કરતા હોય કે પર્સનલ લો આ પ્રથાની અનુમતિ આપે છે તો તેને સ્વીકારી ના શકાય. જજ શેખર યાદવના આ નિવેદનની વરિષ્ઠ વકીલો અને નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ રિબિકા જોને કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ ન માત્ર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજર રહ્યા સાથે જ તેમણે નફરતની નજીકનું ભાષણ પણ આપ્યું, જે તેમણે જજ તરીકે લીધેલા શપથનો ભંગ છે. સવાલ એ થાય છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે તેમનું નામ જજ તરીકે પસંદ જ કેમ કર્યું અને હવે તેમની સાથે શું કાર્યવાહી કરશે? તેમનું આ ભાષણ બંધારણ પર પ્રહાર છે. જજ શેખર યાદવે જે નિવેદન આપ્યું તે વિશ્વ હિન્દુ પરિષદની લીગલ સેલના કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આવુ ભાષણ આપવા બદલ જજની ટીકા કરવામાં આવી રહી છે.
સુરતમાં નવયુગલે અંગદાનનાં સંકલ્પ સાથે ગૃહસ્થી આરંભી
સુરત: લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. વર કન્યાની ગ્રાન્ડ એન્ટ્રી માટે ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અનેક પ્રકારના ગતકડાં કરવામાં આવે છે ત્યારે સુરતમાં વર કન્યા અને જાનૈયાની એક અલગ જ એન્ટ્રી જોવા મળી.
બધા લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ રાખ્યા હતા. વરરાજાએ હાર્ટ આકારનું પ્લેકાર્ડ લઇ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો હતો.
જયારે સામે કન્યાપક્ષ વાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનના શપથ લીધા હતા.
લગ્નમાં આવેલા બંને પક્ષોના મહેમાનઓએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધા હતા. વધુમાં વરરાજાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપવામાં આવ્યો હતો.
આ શેલડીયા પરિવારના પહેલા લગ્ન હશે જેમાં લગ્નની શરૂઆત થી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના પ્રયાસો થયા હતા.
અંગદાન જાગૃતિના આ અભિયાનમાં શેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, મિલન રાખોલિયા અને વિજય વણપરીયા ઉપસ્થિત રહ્યા હતા.
(અરવિંદ ગોંડલિયા – સુરત)




રિદ્ધિ ચાવી લઈને ઉતાવળે સાસુને બાય કહીને નીકળી ગઈ. આ જોઈ જયાબહેન તરત બોલ્યા, અલી લલિતા, તારી વહુ પર તો તારો જરાય કંટ્રોલ નથી. હજુ પૈણીને આવે છ મહિના પણ નથી થયા, અને આ કેવા ફાટેલા કપડા પહેરીને ઓફિસ હાલી નીકળે છે? તું એને કશુ કહેતી નથી? લલિતાબહેન જરા હસીને બોલ્યા, તારી પંચાત કરવાની આદત ક્યારે જશે? કાલે પણ તું તારી બાજુમાં રહેતા સરલાબહેનની દીકરી નિધિના વસ્ત્રોની ટીકા કરતી હતી અને આજે મારી વહુ હાથમાં આવી, સુધરી જા..મર્યાદા કપડામાં નહીં આંખોમાં હોવી જોઈએ સમજી? જયાબહેન મોં મચકોડી ઘરે જવા નીકળ્યા.
જો કે વસ્ત્રો કેવા પહેરવા એ મહિલાની સ્વતંત્રતા છે, પણ એને ક્યાં પહેરવા એ પણ મહિલાની વિવેકબુદ્ધિ પર નક્કી થાય છે. આ વાત પુરૂષોને પણ લાગુ પડે છે. વસ્ત્રો પર્સનાલિટી નક્કી કરે છે. સામેની વ્યક્તિ કપડા દ્વારા મહિલાને જજ કરે છે. આ વિશે અમદાવાદની સારી કંપનીમા ઉચ્ચ હોદ્દા પર કામ કરતી સુસ્મિતા પાંસલ
મહિલા અધિકારો પર સીધો પ્રહાર છે. આ સમસ્યા ઘણી વાર શારીરિક દેખાવ, કપડાંની શૈલી અથવા એમની પસંદગીઓ સાથે સંબંધિત હોય છે. ‘એક પ્રયાસ માનવતા કી ઓર’ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અને ડિરેક્ટર વિન્તી જૈન
જુદા જુદા પ્રાંતોમાં સંસ્કૃતિઓ અને પરંપરાગત આદર્શોના નામ પર મહિલાઓના કપડાં અંગે એમના પરિવાર અથવા સમાજ તરફથી દબાણ આવે છે. તો વળી કેટલાક કિસ્સાઓમાં મહિલાઓના વસ્ત્રો પર ટિપ્પણીઓ માત્ર વ્યંગ્ય પૂરતી જ રહેતી નથી, પરંતુ એ આક્રામક આચરણ કે ધમકીઓમાં પણ પરિવર્તિત થાય છે. આ વિશે નડિયાદના મૈત્રી યશ ચૌહાણ 



