Home Blog Page 1231

દિલ્હીમાં હવે 24 કલાક દરેક ઘરમાં મળશે શુદ્ધ પીવાનું પાણી

દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં હવે દરેક ઘરમાં ચોવીસ કલાક શુદ્ધ પાણી મળશે. આજથી તેની શરૂઆત થઈ ગઈ છે.

કેજરીવાલે કહ્યું કે જ્યારે અમે 2015માં દિલ્હીની સરકાર સંભાળી હતી. તે સમયે દિલ્હીમાં 50 થી 60 ટકા પાણી ટેન્કરો દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું. પરંતુ આજે દસ વર્ષ બાદ મને એ જણાવતા આનંદ થાય છે કે દિલ્હીમાં 97 ટકાથી વધુ પાણી પાઈપલાઈન દ્વારા સપ્લાય થાય છે.અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, આજે હું દિલ્હીના લગભગ 2.5 કરોડ લોકોને અભિનંદન આપું છું. કારણ કે આજનો દિવસ ઘણો ખાસ છે. આખી દિલ્હીમાં 24 કલાક ચોખ્ખું પાણી મળતું ન હતું. પરંતુ આજે તેની શરૂઆત રાજેન્દ્ર નગરના ડીડીએ ફ્લેટથી થઈ રહી છે. આજે દિલ્હીમાં 24 કલાક વીજળી મળી રહી છે. હવે મારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક દિલ્હીવાસીને તેમના નળમાંથી ચોવીસ કલાક શુદ્ધ પાણી મળે. પછી તે ત્રીજા માળે રહેતો હોય કે ચોથા માળે રહેતો હોય. તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. મેં 2020ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે આગામી ચૂંટણી 2025 સુધીમાં સમગ્ર દિલ્હીના દરેક ઘરમાં સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. તેને થોડો સમય લાગ્યો પરંતુ હવે તે શરૂ થઈ ગયું છે અને હું વ્યક્તિગત રીતે ખુશ છું કે દિલ્હીમાં ઝડપથી 24 કલાક શુદ્ધ પાણી નળમાંથી મળશે.

અભિનેતા અલ્લુ અર્જુનની ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ

હૈદ્રાબાદ: સંધ્યા થિયેટરમાં નાસભાગના મામલે એક્ટર અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં પોલીસ આજે તેમની પૂછપરછ કરવાની છે. એક્ટર પોતાની લીગલ ટીમ સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જો કે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ તેમના ઘર અને પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.

કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યો પોલીસ સ્ટેશન

અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળે તે પહેલાં જ એક્ટરના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી. જણાવી દઈએ કે, હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે, સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. આ સાથે જ તેના આઠ વર્ષનો દીકરો પણ ઈજાગ્રસ્ત થયો હતો.એક્ટરે ફેન્સને કરી વિનંતી

સમગ્ર ઘટનાક્રમ પહેલા અભિનેતાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લોકોને કોઈ પણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરી હતી. વધતા વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ટાળે.એક્ટરે પોતાના ચાહકોને પણ આદર અને સકારાત્મકતા જાળવવા વિનંતી કરી હતી.

થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેરમાં વિકરાળ આગ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેને બુઝાવવા માટે ફાયરની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર હજી મળ્યા નથી.

પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગ જોત જોતામાં એટલી વિકરાણ બની ગઈ કે ત્રણ માળમાં આવેલી 12 ઓફિસો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ 10માં માળેથી 9 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી. ભીષણ આગ લાગી હોવાના કારણે વધારે ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી ચાંદખેડા, સાબરમતી, મણિનગર સહિતના ફાયર સ્ટેશનની કુલ 28 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ વિવિધ સાધનોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. કોમર્શિયલ બિલ્ડિંગના ત્રણ માળમાં સંપૂર્ણપણે આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ સાધનોનો ઉપયોગ કરી અને ઓફિસોના દરવાજા તોડીને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી હતી. ત્રણ કલાક જેવી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો મામલો, બીજા દિવસે પણ ધરણા યથાવત્

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રીના એક નિવેદનને લઈ લાગેલી વિરોધની આગમાં ઠરવાનું નામ જ નથી લઈ રહી. શિયાળું સત્રમાં અમિત શાહે એક નિવેદન આપ્યું હતું. જે બાદ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ વચ્ચે ગતરોજ (23 ડિસેમ્બર) અમદાવાદના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતાં.

 

આ વિરોધ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ આ બંધના એલાનને હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સવારે 10 વાગ્યાથી ખોખરા સર્કલથી લઈ આસપાસના વિસ્તારોની દુકાનો પણ શરૂ થઈ ગઈ હતી. જે ચાલીને બહાર પ્રતિમા ખંડિત થઈ છે તે પ્રતિમાની બાજુમાં જ બંધનું એલાન હોવા છતાં દુકાનો ચાલુ જોવા મળી હતી. કોંગ્રેસના અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટર જગદીશ રાઠોડ અને અન્ય લોકો હાલ ખોખરા ખાતે સ્થાનિક રહિશો જોડે ધરણા પર બેઠા છે.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતિ વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. ગતરોજ વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા, ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવેલું જોયું હતું. પ્રતિમાને નુકસાન પહોંચાડી અને અપમાન કરવામાં આવ્યું હોવાને લઈને સ્થાનિક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ વ્યક્તિએ આ પ્રતિમાને નુકસાન કર્યો હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો જયંતિ વકીલની ચાલી બહાર પહોંચી ગયા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડવામાં આવતાં આ મામલે ખોખરા પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ પર EDના દરોડા. થાણેનો ફ્લેટ જપ્ત

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના થાણે ફ્લેટનો કબજો લઈ લીધો છે. આ મિલકત કથિત રીતે વસુલી દ્વારા હડપી લેવામાં આવી હતી.

ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ઈડીએ થાણેમાં એક ફ્લેટ જપ્ત કર્યો છે. કાવાસરના નિયોપોલિસ ટાવરમાં સ્થિત ફ્લેટને માર્ચ 2022થી અસ્થાયી જોડાણ હેઠળ મૂકવામાં આવ્યો હતો.

આ કેસ 2017માં નોંધાયો હતો

તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ એક્સટોર્શન દ્વારા આ મિલકત હડપી લેવામાં આવી હતી. વર્ષ 2022માં પૂછપરછ બાદ ED દ્વારા ઘણી જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી. 2017માં થાણે પોલીસના એન્ટિ એક્સટોર્શન સેલે કેસ નોંધ્યો હતો.

વેપારી પાસેથી મિલકત અને પૈસા વસૂલ કરવામાં આવ્યા હતા

જેમાં ઈકબાલ કાસકર અને તેના સહયોગીઓ મુમતાઝ શેખ અને ઈસરાર સઈદે ઘણા વેપારીઓ પાસેથી સંપત્તિ અને પૈસા વસૂલ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. બિલ્ડર પર મિલકત મુમતાઝ શેખના નામે રજીસ્ટર કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આ પ્રોપર્ટીની કિંમત અંદાજે 75 લાખ રૂપિયા હતી.

PMLA હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

વર્ષ 2022 માં જ તપાસ એજન્સીએ PMLA હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી, જે થાણે પોલીસ દ્વારા નોંધાયેલી FIR પર આધારિત હતી. જેમાં એક્સટોર્શનથી લઈને અનેક ગંભીર આરોપો સામેલ હતા.

 

રોતી હતી, ને પિયરિયાં મળ્યાં 

  રોતી હતી, ને પિયરિયાં મળ્યાં 

 

માણસ એક દિશામાં કામ કરતો હોય અથવા જવા માંગતો હોય અને એને સાનુકૂળ પરિસ્થિતી મળી રહે તો એની અનુકૂળતા વધે છે એ વાત આ બંને કહેવતો થકી કહેવાઈ છે. સાસરામાં કોઈએ વેણકવેણ કહ્યું હોય અને એને કારણે રડવું આવ્યું હોય બરાબર ત્યારે જ પોતાના પિયર પક્ષનું કોઈ સગું આવી જાય તો એની હુંફ અથવા લાગણીમાં પેલી બેન વધારે જોર જોરથી રડે છે.

બરાબર તે જ રીતે કોઈ વ્યક્તિ દોડતું હોય અને ઢોળાવ આવે ત્યારે એની ગતિને વેગ મળે છે અને પ્રમાણમાં ઝડપથી દોડી શકે છે. બરાબર આ જ રીતે કોઈ કામ હાથમાં લઈને બેઠા હોવ અને સાનુકૂળ પરિસ્થિતી ઊભી થાય ત્યારે વધુ ઝડપથી દોડી શકાય છે એટલે કે ધ્યેયપ્રાપ્તિ માટે આગળ વધી શકાય છે તે વાત આ કહેવત થકી વ્યક્ત થઈ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘સ્વદેશ’ નું ‘પલ પલ હૈ ભારી’ ગીતકાર- ગાયિકા માટે ભારે રહ્યું હતું 

નિર્દેશક આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘સ્વદેશ’ (૨૦૦૪) નું એક ગીત ‘પલ પલ હૈ ભારી’ એના ગીતકાર અને ગાયિકા માટે બહુ ભારે રહ્યું હતું. ‘સ્વદેશ’ માં ગીતો લખતા જાવેદ અખ્તરને આશુતોષનો સંદેશ આવ્યો કે અમે મહાબળેશ્વર નજીક વાઇ ગામમાં શુટિંગ કરી રહ્યા છે અને તમારી જરૂર પડી હોવાથી આવી જજો. એમણે કારણ જણાવ્યું નહીં. જાવેદ પહોંચીને આશુતોષની પાસે ગયા અને શુટિંગમાં બેઠા પણ કોઈ વાત કરી નહીં. રાત્રે મહાબળેશ્વર હોટલમાં રોકાવા ગયા ત્યારે આશુતોષ મળવા આવ્યા અને કેસેટ સાથે પ્લેયર આપી કહ્યું કે સમસ્યા એ છે કે બે દિવસ પછી સંગીતકાર એ. આર. રહેમાન એક મહિના માટે ઈંગ્લેન્ડ જવાના છે. મારે એક ગીતની જરૂર છે જેનું ફિલ્માંકન કરવાનું છે.

અહીં હોટલના એક રૂમને સ્ટુડિયો બનાવી દીધો છે એમાં ગીતનું રેકોર્ડિંગ કરવાનું છે. આવતીકાલે સાંજે રહેમાન આવશે. મેં તમને ધૂન આપી દીધી છે. જાવેદ અખ્તરે કહ્યું કે ઠીક છે. એમને વિશ્વાસ હતો કે એ કોઈપણ સિચ્યુએશન માટે એક-દોઢ કલાકમાં ગીત લખી શકે એમ છે. જ્યારે આશુતોષે સિચ્યુએશન બતાવી ત્યારે જાવેદ હક્કાબક્કા રહી ગયા. ગીતની સિચ્યુએશન એવી હતી કે ગામમાં રામલીલા થઈ રહી છે. સીતાજી અશોકવાટિકામાં છે. રાવણ ત્યાં આવે છે અને કહે છે કે સીતા તેં એવો કયો ગુણ રામમાં જોયો છે કે ‘રામ રામ’ કરતી રહે છે. સીતા જવાબ આપે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે. જાવેદે કહ્યું કે તમે તો મને મારવાની યોજના બનાવી દીધી છે. આ બહુ સંવેદનશીલ બાબત છે. જો તમે ફોન પર કહ્યું હોત તો મેં રામચરિતમાનસ કે બીજા પુસ્તકમાં જોયું હોત કે આવું લખાયું છે કે નહીં.

આ એ સમય હતો જ્યારે દેશમાં રામમંદિરની ચળવળનો મુદ્દો ચર્ચામાં હતો. એટલે જાવેદ ગભરાતા હતા. આશુતોષે ઠંડકથી કહ્યું કે મને ખબર છે કે તમે આ ગીત લખી આપશો. જાવેદે ના પાડી દીધી કે આ સિચ્યુએશન પર હું ગીત લખી શકીશ નહીં. પણ આશુતોષ એમના પર ભાર નાખીને જતાં રહ્યા. સવારે વહેલા ઉઠ્યા અને લખવાનો વિચાર કર્યો ત્યારે જાવેદને એમ લાગ્યું કે લખી શકાશે નહીં પણ ચાર પંક્તિ લખી લઉં. જેથી કહી શકાય કે પ્રયત્ન કર્યો છે પણ થઈ શકે એમ નથી. જાવેદે લખવાનું શરૂ કર્યું અને દોઢ કલાક પછી ખ્યાલ આવ્યો કે આખું ગીત લખાઈ ગયું છે. ‘પલ પલ હૈ ભારી’ આશુતોષને જ નહીં રહેમાનને પણ બહુ પસંદ આવ્યું.

જાવેદની જેમ ગાયિકા મધુશ્રી માટે પણ આ ગીત ભારે રહ્યું હતું. જે દિવસે રેકોર્ડિંગ હતું એ જ દિવસે મધુશ્રીને ફોન આવ્યો હતો. ‘સ્વદેશ’ ના બધા જ ગીતો અલકા યાજ્ઞિકે ગાયા હોવાથી મધુશ્રીને એમ હતું કે ડબિંગ માટે બોલાવી છે. મધુશ્રીએ જ્યારે ગીત વાંચ્યું અને જાણ્યું કે ત્રણ રાગ પર આધારિત અને સાત મિનિટ લાંબું છે. તાલ પણ ત્રણ પ્રકારના હોવાથી એને ગાવાનું કામ બહુ ભારે હતું. વળી એક-બે દિવસ સુધી પ્રેક્ટિસ માટે સમય ન હતો. હોટલના રૂમમાં ગીતના રેકોર્ડિંગ વખતે સામે શાહરૂખ ખાન, જાવેદ અખ્તર, આશુતોષ ઉપરાંત પચીસ લોકો હોવાથી મધુશ્રી ગભરાઈ ગઈ હતી. ગીતમાં સીતાના પાત્રના શબ્દો ‘પલ પલ હૈ ભારી વો બિપદા હૈ આઈ, મોહે બચાને અબ આઓ રઘુરાઈ’ જેવી જ સ્થિતિ મધુશ્રીની હતી. મધુશ્રી બરાબર ગાઈ ના શકી. એ ‘બિપદા’ શબ્દ બરાબર બોલી શકતી ન હતી એથી જાવેદ રાજી દેખાતા ન હતા. રહેમાન પરિસ્થિતિ પામી ગયા અને ચા પીવા વિરામ લીધો.

એ પછી રહેમાને માઈકની સ્થિતિ બદલી નાખી. જેથી મધુશ્રી સીધી કોઈને જોઈ ના શકે. મધુશ્રીને એ સ્થિતિ અનુકૂળ રહી અને એના ભાગનું રેકોર્ડિંગ સારી રીતે થઈ ગયું. એ પછીના રેકોર્ડિંગમાં સ્વર વિજય પ્રકાશનો હતો. એ પૂરું થયા પછી ‘રાવણ’ ના ભાગને જે ગાનાર હતા એ આવ્યા ન હતા. એટલે નિર્દેશક આશુતોષ ગોવારીકરે જાતે જ ગાઈને એનું ડબિંગ કરી લીધું. ગીત પૂરું થયા પછી રહેમાને કહ્યું હતું કે ફાઇનલ ડબિંગ માટે તને બોલાવીશ. પણ બોલાવી નહીં. મધુશ્રીને એમ હતું કે અલકા યાજ્ઞિકના સ્વરમાં રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હશે. જ્યારે ‘સ્વદેશ’ ના સંગીતને રજૂ કરવા કાર્યક્રમ યોજાયો ત્યારે એના અવાજમાં જ ગીત રહ્યું હોવાનું જાણી મધુશ્રીને બહુ આનંદ થયો હતો. હોટલના રૂમમાં રેકોર્ડ થયેલું ગીત જ અંતિમ રહ્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૪ ડિસેમ્બર ૨૦૨૪

પંચાંગ 24/12/2024