મુંબઈ: રેપર દિલીન નાયર ઉર્ફે રફ્તારના લગ્ન થઈ ગયા છે. તેમણે ફેશન સ્ટાઈલિસ્ટ અને અભિનેત્રી મનરાજ જવાંડા સાથે લગ્ન કર્યા. તેમના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. રફ્તાર અને મનરાજના પરંપરાગત લગ્ન સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ કપલના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર એક ચાહકે શેર કર્યો છે. તસવીરમાં, રફ્તાર અને મનરાજ એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા છે જ્યારે તેમના પ્રિયજનો તેમની આસપાસ છે. આ લગ્ન દક્ષિણ ભારતીય પરંપરાગત વિધિ અનુસાર થયા હતા.
હલ્દી-સંગીતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ
લગ્નના ફોટા અને વીડિયોની સાથે તેમના લગ્ન પહેલાના કાર્યક્રમોના કેટલાક ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો રફ્તાર અને મનરાજને અભિનંદન આપી રહ્યા છે. તમામ લોકો આ નવ યુગલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 31 જાન્યુઆરીના રોજ રફ્તાર અને મનરાજના હલ્દી અને સંગીત સમારોહનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. બીજા એક વાયરલ વીડિયોમાં બંને ‘સપને મેં મિલતી હૈ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.
So cute!!😭✨❤️🤌🏻
Nazar na lage 🥹🧿🧿🧿🧿🧿🧿🧿congratulations Raftaar ❤️ pic.twitter.com/YxyDywCGMu— SUPER PANEER 🍋🦕 (@paneeerShwarma) January 31, 2025
રફ્તાર તેની રેપ શૈલી માટે પ્રખ્યાત છે
આ પહેલા રફ્તારના લગ્ન 2016માં કોમલ વોહરા સાથે થયા હતા, પરંતુ આ લગ્ન થોડા વર્ષો જ ટકી શક્યા. લગ્ન પહેલા બંનેનો પાંચ વર્ષ સુધી સંબંધ હતો. રફ્તાર તેની અદ્ભુત રેપ શૈલી માટે જાણીતો છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અન્ડરગ્રાઉન્ડ હિપ-હોપ જૂથ ‘માફિયા મુંડિર’ થી કરી હતી. આ પછી, તેમણે એક સોલો કલાકાર તરીકે પણ પોતાની જાતને સ્થાપિત કરી અને ‘સ્વેગ મેરા દેશી’, ‘ધાકડ’ (ફિલ્મ ‘દંગલ’નું ગીત) અને ‘બેબી મારવાકે માનેગી’ જેવા હિટ ગીતો આપ્યા.
રફ્તરે ‘MTV હસલ’ જેવા રિયાલિટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું હતું. જ્યાં તેમણે ઉભરતા હિપ-હોપ કલાકારોને માર્ગદર્શન આપ્યું. સંગીત ઉપરાંત, રફ્તારે બોલિવૂડ અને સ્વતંત્ર કલાકારો સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે. ‘રોડીઝ’ની કેટલીક સીઝનમાં તે ગેંગ લીડર તરીકે પણ જોવા મળ્યો હતો.



અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
ફિલ્મના કલાકારો પણ જાણે છે કે તેમનો રોલ પતે એટલે સામાન્ય જીવન જીવવાનું હોય છે. પણ જીવનની ઝાકઝમાળ એમને એક મુખવટો આપે છે જે સાચો નથી. અને એ મુખવટો જ બધાને ભરમાવે છે. જીવન પરથી વાર્તા બને એ સારું ગણાય પણ વાર્તા જેવું જીવન જીવવામાં ક્યારેક મજા ન આવે. વળી સત્યકથા પરથી બનેલી ફિલ્મોમાં પણ ક્યારેક એવા વણાંકો જોવા મળે છે કે જે માત્ર ફિલ્મી જ હોય. આપણું જીવન એ આપણી પસંદગીનું હોય તો જ મજા આવે. તેથી જ પોતાના ગમતા વિષયનું જીવન જીવવું જોઈએ.


