જમ્મુ અને કાશ્મીર પોલીસે વોટ્સએપ દ્વારા દેશની પહેલી ઈ-એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધી તમારે ઓનલાઈન FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવું પડતું હતું અથવા પોલીસ પોર્ટલની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે કોઈ પણ સંજોગોમાં FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની કે લેપટોપ ખોલવાની જરૂર રહેશે નહીં. ખરેખર હવે તમે તમારા મોબાઈલમાં WhatsApp ખોલીને સરળતાથી E-FIR રજીસ્ટર કરી શકો છો.
WhatsApp. (File Photo: IANS)
પ્રથમ ઈ-એફઆઈઆરનો કેસ
જમ્મુ અને કાશ્મીર રાજ્ય માર્ગ પરિવહન નિગમના ડ્રાઇવર ઇમ્તિયાઝ અહમદ ડારે વોટ્સએપ દ્વારા પોલીસને ફરિયાદ મોકલી. તેમની ફરિયાદ મુજબ, જ્યારે તેઓ ત્રાથપોરાથી શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે આશિક હુસૈન ભટ અને ગૌહર અહમદ ભટ નામના બે વ્યક્તિઓએ તેમને વિલગામ ખાતે રોક્યા અને તેમના પર હુમલો કર્યો. ફરિયાદ મળ્યા પછી, પોલીસે તાત્કાલિક BNS ની કલમ 115(2) અને 126(2) હેઠળ ઈ-એફઆઈઆર નોંધી. આ પહેલી વાર છે જ્યારે પોલીસ સ્ટેશન ગયા વિના ફરિયાદને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ઈ-એફઆઈઆરના ફાયદા અને ગેરફાયદા
સરળ અને ઝડપી પ્રક્રિયા: હવે લોકો વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, આ સુવિધા ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારો માટે ઉપયોગી સાબિત થશે. પારદર્શિતા અને જવાબદારી: ડિજિટલ રેકોર્ડ પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર ઘટાડશે અને લોકોનો વિશ્વાસ વધારશે. ઓછા સમયમાં ન્યાય: આનાથી ગુનો નોંધવાની પ્રક્રિયા ઝડપી બનશે, જેથી કેસોની તપાસ જલ્દી શરૂ થઈ શકશે. ખોટી ફરિયાદોનો ભય: નકલી કેસ ડિજિટલ માધ્યમથી પણ નોંધી શકાય છે. ટેકનિકલ સમસ્યાઓ: ઇન્ટરનેટ ઉપલબ્ધતા અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી રહેશે.
વોટ્સએપ પર ઈ-એફઆઈઆરના ફાયદા
જો આ પ્રયોગ સફળ થાય છે, તો તેને અન્ય રાજ્યોમાં પણ લાગુ કરી શકાય છે. આનાથી પોલીસિંગ સિસ્ટમ વધુ અસરકારક બનશે અને ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન મળશે. જમ્મુ અને કાશ્મીરમાં ઈ-એફઆઈઆર સિસ્ટમની શરૂઆત ન્યાય વ્યવસ્થાને ડિજિટલ અને સુલભ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. જો આ સિસ્ટમ યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો તે દેશભરમાં પોલીસિંગનું ભવિષ્ય બદલી શકે છે.
કોઈપણ દેશની આર્થિક સ્થિરતા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવાની ક્ષમતા માટે સોનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. સોનું માત્ર એક કિંમતી ધાતુ નથી, પરંતુ એ આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય સ્થિરતાનો મુખ્ય આધારસ્તંભ પણ છે. ૧૮૦૦ અને ૧૯૦૦ના દાયકામાં સોનું વૈશ્વિક અર્થતંત્રનો એક અભિન્ન ભાગ હતું, જ્યારે ઘણા દેશોએ એમના ચલણોને સોનાના ભંડાર સાથે જોડ્યા હતા.
૧૯મી અને ૨૦મી સદીની શરૂઆતમાં, મોટાભાગના દેશોએ એમના ચલણો સોનાના મૂલ્ય પર આધારિત રાખ્યા, જેને “ગોલ્ડ સ્ટાન્ડર્ડ” તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે જારી કરાયેલા દરેક ચલણનું સોનામાં એક નિશ્ચિત મૂલ્ય હતું, અને લોકો એમના પૈસાને સોનામાં રૂપાંતરિત કરી શકતા હતા. આમ, સોનું એ દેશની આર્થિક સ્થિરતા અને એના ચલણની મજબૂતાઈનો મુખ્ય આધાર હતો.
આધુનિક સમયમાં સોનાનું મહત્વ
૧૯૭૦ના દાયકાથી વૈશ્વિક અર્થતંત્રમાં સોનાનો સીધો ઉપયોગ બંધ થઈ ગયો હોવા છતાં સોનાનું મહત્વ ઘટ્યું નથી. આજે પણ સોનું સંપત્તિના સલામત અને સ્થિર ભંડાર તરીકે જોવાય છે, ખાસ કરીને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં. જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર કટોકટીમાં હોય છે ત્યારે સોનાની સંપત્તિ એની વૈશ્વિક વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એના નાણાકીય વ્યવહારોને ટેકો આપે છે.
આ દેશો પાસે છે અધધધ સોનું
સોનાના સંગ્રહમાં સૌથી પહેલું નામ કોઈ હોય તો એ મહાસત્તા ધરાવતું અમેરિકા છે. અમેરિકા પાસે 8,133.46 ટન ગોલ્ડ છે. જ્યારે બીજા નંબર પર છે જર્મની, જે 3,351.53 ટન સોનું ધરાવે છે. એ જ રીતે ઇટાલી પાસે 2,451.84, ફ્રાન્સ 2,436.97, રશિયા 2,335.85, ચીન 2,264.32 અને જાપાન પાસે 845.97 ટન સોનું છે. ભારતની વાત કરીએ તો સોના સંગ્રહમાં આપણો દેશ આઠમું સ્થાન ધરાવે છે. ભારત પાસે 840.76 ટન સોનાની સંપત્તિ છે. નવમાં નંબરે નેધરલેન્ડ છે, જેની પાસે 612.45 ટન સોનું છે. દસમા નંબરે તુર્કી આવે છે, જેની પાસે 584.93 ટન સોનું છે.
દુનિયામાં કેટલું સોનું ઉપલબ્ધ છે?
અત્યાર સુધીમાં, વિશ્વમાં આશરે 244,000 મેટ્રિક ટન સોનું મળી આવ્યું છે. જેમાંથી 187,000 મેટ્રિક ટન સોનું ઉત્પન્ન થયું છે અને 57,000 મેટ્રિક ટન સોનું હજુ પણ ભૂગર્ભમાં છે. સૌથી વધુ સોનું ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું છે. 2016માં, યુનાઇટેડ સ્ટેટસ સોનાના ઉત્પાદનમાં ચોથા ક્રમે હતું.
કેમ કરવામાં આવે છે સોનાનો સંગ્રહ?
આર્થિક સ્થિરતા: સોનું એક સ્થિર અને વિશ્વસનીય અનામત છે, જે દેશના અર્થતંત્રને નાણાકીય કટોકટીથી બચાવવામાં મદદ કરે છે.
ચલણ સપોર્ટ: ઐતિહાસિક રીતે સોનું દેશના ચલણની મજબૂતાઈ અને એની નાણાકીય સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહ્યું છે.
વિશ્વસનીયતા: વૈશ્વિક અનિશ્ચિતતાઓ દરમિયાન, અન્ય દેશો સાથે વેપાર અને દેવાના વ્યવહારો માટે સોનાનો ભંડાર રાખવો મહત્વપૂર્ણ છે.
ભારતમાં સોનાનું વિશેષ મહત્વ
ભારતમાં સોનાને માત્ર રોકાણનું સાધન નહીં, પણ સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ આપવામાં આવે છે. લગ્ન, તહેવાર અને અન્ય પ્રસંગોએ સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. એ આર્થિક સુરક્ષાનું પ્રતિક પણ છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે અને લોકો એને લોંગટર્મ રોકાણ માટે સુરક્ષિત માનતા આવ્યા છે. ઉપરાંત, ભારતના અનેક પ્રાચીન મંદિરોમાં સોનાનો વિશાળ ભંડાર સંગ્રહાયેલો છે. જેમ કે, તિરુપતિ બાલાજી મંદિર, શ્રી પદ્મનાભસ્વામી મંદિર અને શિરડી સાઇબાબા મંદિર, જ્યાં અનેક ટન સોનું દાનરૂપે આપવામાં આવે છે. સોનાને દેવતાની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે, મંદિરોમાં સોનાની મૂર્તિઓ અને ઘરેણાં ચઢાવવા અને સમર્પિત કરવાની પરંપરા છે.
વિશ્વમાં સૌથી વધુ સોનું ભારતમાં વપરાય છે. એમ કહી શકાય છે ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. દર વર્ષે 800થી 900 ટન સોનું ભારતમાં આયાત થાય છે, જે મોટા ભાગે આભૂષણ ઉદ્યોગ અને રોકાણ માટે વપરાય છે. ભારતીય પરિવારો સોનાને લાંબા ગાળાની સંપત્તિ અને ભવિષ્યની સુરક્ષા તરીકે જોવે છે. ગ્રામીણ ભારતમાં આજે પણ સોનું એક મહત્વપૂર્ણ નાણાકીય સંપત્તિ છે, અને કેટલાય ખેડૂત અને વ્યાપારીઓ તાત્કાલિક જરૂરિયાત માટે સોનાના દાગીના ગીરવે મૂકી લોન લેતા હોય છે.
જયારે રોકાણની બાબતમાં પણ ભારતીયો અવલ્લ છે. ભારતીય બજારમાં સોનાના સિક્કા, બિસ્કિટ અને ગોલ્ડ ઈટીએફ (Exchange Traded Funds) જેવી વિવિધ રોકાણની તકો ઉપલબ્ધ છે. છેલ્લાં દાયકાઓમાં ડિજિટલ ગોલ્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ લોકપ્રિય બન્યા છે, જે ભારતીય રોકાણકારોને સોનામાં રોકાણ માટે વધુ સુવિધા પૂરી પાડે છે. ભારત મુખ્યત્વે સાઉદી અરેબિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી સોનું આયાત કરે છે. વિશ્વભરમાં ખાસ કરીને અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાં ભારતના સોનાના દાગીનાનો નિકાસ મોટા પ્રમાણમાં થાય છે.
આર્થિક સ્થિરતાનુ પ્રતીક છે સોનું
સોનાની સંપર્તિએ માત્ર કિંમતી ધાતુનો સંગ્રહ નથી પરંતુ એ દેશની આર્થિક સ્થિરતા અને સુરક્ષાનું પણ પ્રતીક છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં, સોનું સૌથી મહત્વપૂર્ણ અનામત સાબિત થાય છે, જે દેશોને નાણાકીય કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. એથી સોનાના ભંડાર હજુ પણ વિશ્વના દેશોની તિજોરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
સદ્ગુરુ: આજના સમયમાં આપણે એવી સ્થિતિમાં છીએ કે દિવસ હોય કે રાત્રિ, આપણી આંખો પર પ્રકાશ પડતો જ હોય છે. પૂનમની રાત હોય તો પણ મોટાભાગે શહેરમાં રહેતા લોકોને તેની ખબર પણ પડતી નથી. તમે પૂનમના ચંદ્રને જોવાનું કેવી રીતે ચૂકી શકો? તે પૂરતો વિશાળ અને પ્રકાશિત હોય છે, બરોબર ને?
જો તમારી પ્રણાલીમાં એક ચોક્કસ સ્તરની જાગરૂકતા અને બોધ હોય તો માત્ર તમારા શરીર તરફ ધ્યાન આપશો તો ખબર પડશે કે ચંદ્રની અવસ્થા અનુસાર શરીર થોડું અલગ વર્તે છે. પુરૂષ અને સ્ત્રી બન્નેના શરીરમાં તે હોય છે પરંતુ સ્ત્રીઓમાં તે વધારે અભિવ્યક્ત બને છે. જેવું કે તમે સૌ જાણો છો, મહિલાના શરીરની પ્રજનન પ્રક્રિયા ચંદ્રના ચક્ર સાથે ઘણી રીતે સંકળાયેલી છે. જે સમયાંતરે ચંદ્ર આ ગ્રહની આસપાસ ચક્કર મારે છે તેમજ મનુષ્ય પોતાની અંદર જે ચક્રમાંથી પસાર થાય છે અને માનવ જન્મની મૂળભૂત પ્રક્રિયા જે આ શરીર નિર્માણની પ્રક્રિયા છે, તે ગહન રીતે જોડાયેલા છે.
સામાન્ય રીતે ચંદ્રના પ્રભાવને અતાર્કિક ગણવામા આવે છે. જે કંઈ પણ અતાર્કિક હોય તેને સામાન્ય રીતે પશ્વિમમાં ગાંડપણ ગણવામા આવતું હતું. અંગ્રેજીમાં ચંદ્રને લ્યૂનાર કહેવામા આવે છે. જો તમે તેમાં એક ડગલું આગળ માંડો તો તમે લ્યુનેટિક (પાગલ) સુધી પહોંચો છો. પણ આ સંસ્કૃતિમાં આપણે હંમેશા જોયું કે તર્કની મર્યાદા હોય છે. એક તાર્કિક પરિબળ હોય છે જે તમારા જીવનના ભૌતિક પાસાઓનું સંચાલન કરવામાં મદદરૂપ બને છે. પરંતુ તર્કથી પરે પણ એક આયામ છે જેના વિના ચેતના સંબંધિત આયામો સુધી ક્યારેય પહોંચી શકાતું નથી.
માનવ બોધ એક પ્રતિબિંબ છે. જો તમે પ્રતિબિંબ સિવાય કંઈ જૂઓ છો, તો તેનો અર્થ એ કે તમે સત્ય નથી જોઈ રહ્યાં. કોઈ પણ બોધ હકીકતમાં એક પ્રતિબિંબ છે. ચંદ્ર પણ પ્રતિબિંબ છે. તમે ચંદ્રને એટલા માટે જોઈ શકો છો કારણ કે તે સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેથી જીવનના ગૂઢ બોધને હંમેશા ચંદ્ર સાથે સાંકેતિક રીતે જોડવામા આવ્યા છે. વિશ્વમાં દરેક સ્થળે ચંદ્રનો પ્રકાશ અને રહસ્યવાદ ગહન રીતે જોડાયેલા રહ્યા છે. આ જોડાણને પ્રતિકાત્મક રીતે રજૂ કરવા માટે શિવ તેમના માથા પર ચંદ્રના ટૂકડાને એક ઘરેણા તરીકે ધારણ કરે છે.
યોગ વિજ્ઞાન અને યોગના માર્ગનું બંધારણ પણ આ રીતે જ કરવામા આવ્યું હતું. શરૂઆતના અમુક પગલા 100 ટકા તાર્કિક હોય છે. પરંતુ જેમ જેમ તમે ઊંચાઈ પર જવા લાગો, તે તર્કથી પરે એવી જગ્યાએ તમે લઈ જાય છે જે સંપૂર્ણ રીતે અતાર્કિક હોય છે. તર્કને ફેંકી દેવો પડે છે કારણ કે એ રીતે જ આ જીવન અને સૃષ્ટિનું બંધારણ ઘડાયેલું છે. તેથી ચંદ્ર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
કોઈ પણ વિજ્ઞાન આ રીતે જ હોઈ શકે. જો તમે આધુનિક વિજ્ઞાન તરફ નજર કરશો તો તે હજુ બાલ્ય અવસ્થામાં છે જેમાં એ જ ચીજો થઈ રહી છે. શરૂઆતમાં તે 100 ટકા તાર્કિક હતું પરંતુ અમુક ડગલાં ભર્યા બાદ તે ધીમે ધીમે અતાર્કિક બની રહ્યું છે. ભૌતિકશાસ્ત્રીઓ હવે લગભગ રહસ્યવાદીઓની જેમ વાત કરી રહ્યાં છે. તેઓ આ ભાષામાં વાત કરી રહ્યા છે કારણ કે તે રસ્તે જ આગળ વધી શકાય છે અને તે રીતે જ આ સર્જન થયું છે. જો તમે સર્જનનું અન્વેષણ કરશો તો તે આ રીતે જ હશે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
ગુરુદ્રોણ જ્યારે રાજકુમારોની ધનુર્વિદ્યાની પરીક્ષા લેતા હતા તે સમયે એક ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર રૂમાંથી બનાવેલું એક પંખી અને એની લાલ રંગની ચમકતી આંખ વિંધવાનું લક્ષ્ય હતું. બાણ ચલાવતા પહેલાં ગુરુજી દરેકને પૂછતા કે, ‘તને શું દેખાય છે?’ ભીમ, યુધિષ્ઠિર કે દુર્યોધન બધા છેક આકાશથી માંડી ઝાડ અને ઝાડમાં ફળોથી માંડી પંખી બધાનું વત્તેઓછે અંશે વર્ણન કરતા અને નાપાસ થતા.
અર્જુનનો વારો આવ્યો ત્યારે એણે શરૂઆત જ પંખી અને પંખીની ડોકથી કરી. તરત જ એણે કહ્યું કે, હવે મને પંખીનું માત્ર માથું દેખાય છે અને સ૨સંધાન કરતાં એનું છેલ્લું ઉચ્ચારણ હતું, ‘હવે મને માત્ર પંખીની ચળકતી આંખ જ દેખાય છે. ’
દ્રોણાચાર્યે એને બિરદાવ્યો અને કહ્યું, ‘ચલાવ બાણ, તું સફળ થઈશ’ અને અર્જુને લક્ષ્યવેધ કર્યો. ગીતાજીના ઉપદેશમાં કૃષ્ણે હંમેશાં કર્મયોગ પર ભાર મૂક્યો છે. લક્ષ્ય ઉપરથી ધ્યાન નહીં હટાવવું અને સંપૂર્ણપણે લક્ષ્યને કેન્દ્રસ્થાને રાખીને પોતાની વ્યૂહરચના ગોઠવવાથી સફળ થવાય એ શીખ શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉપદેશના માધ્યમ થકી શ્રીકૃષ્ણ અર્જુનને અને પાંડવોને આપે છે.
પ્લાસીના યુદ્ધમાં પણ આવું જ થયું હતું. સિરાજુદૌલાની વિશાળ સેનાને અંગ્રેજોના મુઠ્ઠીભર પણ શિસ્તબદ્ધ લક્ષ્યકેન્દ્રીત લશ્કરે હરાવ્યું હતું. જીત હાંસલ કરવા માટે બીજા પણ કાવાદાવા થયા હતા. જનરલ પેટર્નના શબ્દોમાં કહીએ તો, ‘નો બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય ડાઈંગ ફોર હીઝ કન્ટ્રી, એ બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય મેકીંગ અધર્સ શુડ ડાય ફોર હીઝ કન્ટ્રી.’
અર્થાત્ કોઈ બેવકૂફ માત્ર પોતાના દેશ માટે શહીદી વહોરીને યુદ્ધ જીતી શકતો નથી, યુદ્ધ જીતવા માટે તો શત્રુપક્ષને ધ્વસ્ત કરવો પડે છે.
ગળાકાપ હરીફાઈના આ યુદ્ધમાં, લક્ષ પ્રતિબદ્ધતા, જાગરૂકતા અને પ્રતિસ્પર્ધીની નબળાઈઓનો લાભ ઉઠાવીને એને પરાસ્ત કરનાર મેનેજરો જ સ્પર્ધા જીતી શકે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ પ્રોફાઇલ મેચ રવિવારે છે. આ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે, ભારત માટે એક આંકડા શાનદાર અને હૃદયસ્પર્શી છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાન સામે બે વાર ODI ફોર્મેટમાં રમી ચૂકી છે. ટીમ ઈન્ડિયા બંને વખત વિજયી બની છે. હવે ભારત પાસે આ મેદાન પર પાકિસ્તાની ટીમ સામે જીતની હેટ્રિક હાંસલ કરવાની તક છે.
Pakistan in good spirits ahead of their all-important clash against India 👌
બંને દેશો 19 સપ્ટેમ્બર 2018 ના રોજ એશિયા કપમાં પહેલી વાર અહીં ટકરાયા હતા. ત્યારે ભારતીય ટીમ 8 વિકેટથી જીતી ગઈ હતી. ત્યારબાદ પાકિસ્તાને પ્રથમ રમતા 162 રન બનાવ્યા. ‘પ્લેયર ઓફ ધ મેચ’ ભુવનેશ્વર કુમારે 7 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી. કેદાર જાધવ (3 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (2 વિકેટ) એ પણ શાનદાર બોલિંગ કરી. રન ચેઝમાં સુકાની રોહિત શર્મા (52) ચમક્યો. ત્યારબાદ ઓપનર શિખર ધવન (46) પછી દિનેશ કાર્તિક (31*) અને અંબાતી રાયડુ (31*) એ પણ પ્રભાવશાળી ઇનિંગ્સ રમી.
દુબઈમાં જ, 23 સપ્ટેમ્બર 2018 ના રોજ, ફરી એકવાર બંને દેશો ‘સુપર-ફોર’માં આમનેસામને આવ્યા. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 237/7 રન બનાવ્યા. શોએબ મલિકે 78 રનની ઇનિંગ રમી. બાદમાં, કેપ્ટન રોહિત શર્મા (111*) અને શિખર ધવન (114) ની સદીઓની મદદથી ભારતે 9 વિકેટે મેચ જીતી લીધી.
એટલે કે, જ્યારે પણ બંને કટ્ટર હરીફો દુબઈમાં ટકરાયા છે. ભારત હંમેશા જીત્યું છે. જ્યારે એકંદર ODI આંકડામાં પાકિસ્તાન ભારતથી આગળ છે. બંને દેશો વચ્ચે કુલ 135 વનડે રમાઈ છે. ભારત 57 વખત અને પાકિસ્તાન 73 વખત જીત્યું છે. 5 મેચનું પરિણામ જાહેર થઈ શક્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે પહેલી મેચ હાર્યા બાદ હવે પાકિસ્તાનની ટીમે ભારત સામે જીત મેળવવી પડશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ રહેશે. કારણ કે જો તેઓ ભારતીય ટીમ સામે હારી જાય છે, તો તેમના માટે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની જશે.
ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવે છે, તો ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં તેની ટિકિટ લગભગ પાક્કી થઈ જશે. જો પાકિસ્તાની ટીમ હારી જાય છે, તો ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર થઈ જશે.
રોહિત શર્મા પાકિસ્તાની ટીમ સામે પ્લેઇંગ ઇલેવનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરશે. ઇજાગ્રસ્ત ફખર ઝમાનની જગ્યાએ ઇમામ-ઉલ-હક પાકિસ્તાની ટીમમાં રમતા જોવા મળશે.
2009માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શક્યું નથી. કાંગારૂ ટીમે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ સૌથી વધુ સ્કોર હતો. ઓસ્ટ્રેલિયાએ 15 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને આ સ્કોરનો પીછો કર્યો.
Highest successful run chase at an ICC event 🤯
Australia pulled off a sensational comeback against England to start off their #ChampionsTrophy 2025 campaign on a high 🔥
શનિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે પોતાના વનડે કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો. ડકેટે 143 બોલમાં ત્રણ છગ્ગા અને 17 ચોગ્ગાની મદદથી 165 રન બનાવ્યા, જે તેના વનડે કારકિર્દી તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.
ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન પ્લેઇંગ 11માં સ્થાન ન મેળવી શક્યો ડકેટ, આ વખતે મળેલી તકનો પૂરો ઉપયોગ કર્યો. પ્રથમ બેટિંગ કરવા મોકલવામાં આવેલા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી, પાવરપ્લેમાં 43 રનમાં બે વિકેટ ગુમાવી દીધી, પરંતુ ડકેટે જો રૂટ (68) સાથે 158 રનની ભાગીદારી કરી અને બાદમાં કેપ્ટન જોસ બટલર (23) સાથે 61 રન ઉમેર્યા. ડકેટ 48મી ઓવરમાં આઉટ થયો હતો. ડાબા હાથના બેટ્સમેને ધીરજ અને આક્રમકતાનું સંપૂર્ણ મિશ્રણ દર્શાવ્યું, અને બીજી જ ઓવરમાં ગ્લેન મેક્સવેલના બોલ પર સિક્સર ફટકારી. એકવાર તે ક્રીઝ પર સ્થિર થઈ ગયા પછી, તેણે કોઈ પણ બોલરને છોડ્યો નહીં. તેણે સ્પેન્સર જોહ્ન્સનને બોલ પર સતત બે ચોગ્ગા ફટકારીને 95 બોલમાં પોતાની સદી પૂરી કરી.
પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કની પેસ ત્રિપુટી વગર ઓસ્ટ્રેલિયાને સંઘર્ષ કરવો પડ્યો. ત્રણેય ઈજાના કારણે ટીમની બહાર છે. તેમના મુખ્ય સ્પિનર એડમ ઝામ્પાએ ડકેટને ઘણી સલાહ આપી. ડકેટે ન્યુઝીલેન્ડના નાથન એસ્ટલનો રેકોર્ડ તોડ્યો. એસ્ટલે 2004માં યુનાઇટેડ સ્ટેટ્સ સામે અણનમ 145 રન બનાવ્યા હતા.
352 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને ૨૧ રનના સ્કોર પર શરૂઆતમાં જ ફટકો પડ્યો. ટ્રેવિસ હેડ ફક્ત 6 રન જ બનાવી શક્યો. કાંગારૂ ટીમની બીજી વિકેટ બીજી જ ઓવરમાં પડી ગઈ. કેપ્ટન સ્ટીવ સ્મિથ ફક્ત 5 રન બનાવી શક્યો. આ પછી મેથ્યુ શોર્ટ અને માર્નસ લાબુશેને ત્રીજી વિકેટ માટે 95 રન જોડ્યા. 20મી ઓવરમાં લાબુશેન કેચ આઉટ થયો. તેણે 5 ચોગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી. ઓપનર મેથ્યુ શોર્ટે અડધી સદી ફટકારી. તેણે 66 બોલમાં 63 રન બનાવ્યા. આ પછી જોશ ઇંગ્લીસે એલેક્સ કેરી સાથે ભાગીદારી કરી. બંનેએ ૧૪૬ રન ઉમેર્યા.
જોશ 120 રન બનાવીને અણનમ રહ્યો
કેરી 42મી ઓવરમાં કેચ આઉટ થયો. તેણે 63 બોલનો સામનો કર્યો અને 69 રન બનાવ્યા. જોશ ઈંગ્લિસ ૮૬ બોલમાં ૧૨૦ રન બનાવીને અણનમ રહ્યા. ગ્લેન મેક્સવેલે પણ તેમને ટેકો આપ્યો. કાંગારૂ ઓલરાઉન્ડરે 15 બોલમાં અણનમ 32 રન બનાવ્યા. માર્ક વુડ, જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સ, આદિલ રશીદ અને લિયામ લિવિંગસ્ટોને 1-1 વિકેટ લીધી.
પંજાબના ચંદીગઢમાં ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ સમાપ્ત થયો છે. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ભાગ લીધો હતો. આ બેઠક પછી, તેમણે વાટાઘાટોને સકારાત્મક ગણાવી અને કહ્યું કે આ વલણ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. બેઠકમાં ખેડૂતોની તમામ સમસ્યાઓ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આગામી રાઉન્ડની વાતચીત 19 માર્ચે ચંદીગઢમાં થશે.
दोनों किसान संगठनों से सद्भावपूर्ण वातावरण में बहुत अच्छी चर्चा हुई है। किसान कल्याण के सभी कामों को जो मोदी सरकार की प्राथमिकता है, हमने किसान साथियों के सामने रखा है।
किसान नेताओं की बात को ध्यान से सुना। अच्छी चर्चा हुई है, ये चर्चा जारी रहेगी। अगली बैठक 19 मार्च को होगी। pic.twitter.com/0FmTBiOLgF
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ખુલ્લી વાતચીત થઈ હતી, જેમાં ખેડૂતોની માંગણીઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે આમાં ખેડૂતોએ સીધા કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ठीक से किसानों को ट्रेनिंग देकर अगर सही तरीके से प्राकृतिक खेती की जाए तो उत्पादन भी बढ़ेगा, गुणवत्ता भी बढ़ेगी और धरती भी बचेगी। pic.twitter.com/EZltpnkOyi
શિવરાજ ચૌહાણે કહ્યું, “અમે ખેડૂતોની સમસ્યાઓ ધ્યાનથી સાંભળી છે અને અમે મોદી સરકારની પ્રાથમિકતાઓ આગળ મૂકી છે, જે ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત છે.” તેમણે એમ પણ કહ્યું કે વાતચીતની આ શ્રેણી ચાલુ રહેશે અને આગામી બેઠક 19 માર્ચે ચંદીગઢમાં યોજાશે.
બેઠક બાદ પંજાબના નાણામંત્રીએ શું કહ્યું?
પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ પણ વાતચીત બાદ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને આ મુદ્દાનો સકારાત્મક ઉકેલ શોધવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી કે સરકાર તેમના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્રિય છે. હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને MSP પર ચર્ચા કરવામાં આવી હતી.
પંજાબના મંત્રીએ કહ્યું કે આ સંદર્ભમાં ડેટા આગામી થોડા દિવસોમાં કેન્દ્ર સરકાર સાથે શેર કરવામાં આવશે. આ ડેટા એ છે કે ખુલ્લા બજારમાં કયા પાક અને કેટલી માત્રામાં વેચાય છે. તેમણે કહ્યું કે ચર્ચાનો મુખ્ય મુદ્દો MSP હતો. ખેડૂત સંગઠનોએ MSPની કાનૂની ગેરંટી પર ભાર મૂક્યો. મંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓએ દલેવાલને ભૂખ હડતાળ સમાપ્ત કરવા વિનંતી પણ કરી હતી.
અમદાવાદ: પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. કન્સલ્ટિંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBએ છટકું ગોઠવીને ફાયર ઓફિસરને રૂ. 65,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ખાનગી એજન્સી ચાલવતો વ્યક્તિ સરકાર અને ખાનગી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા અને NOC કાઢી આપવા કન્સલ્ટીંગનું કામ કરે છે. આ વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘મે એક બિલ્ડિંગની NOC મેળવી આપવાનું કન્સલ્ટીંગનું કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર NOC મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને ફાઇલ પ્રહલાદનગર ફાયર વિભાગની કચેરી ખાતે મોકલી હતી. જો કે, ત્રણ મહિના સુધી NOC ન મળતા હું કચેરીએ ગયો હતો. જ્યાં ઈનાયતહુસેન શેખ નામના ક્લાસ-2 ડિવિઝનલ ફાયર ઓફિસરે સમગ્ર મામલે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ મે નામ પાડી હતી. જો કે, આ પછી મને ફાયર NOC મળી ગઈ હતી.’