Home Blog Page 1081

પાકિસ્તાન: પહેલા ટ્રેન હાઇજેક, હવે સેનાના કાફલા પર હુમલો

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરીને 90 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. છેલ્લા 5 દિવસમાં BLL દ્વારા આ બીજો મોટો હુમલો છે. બીએલએના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાનો કાફલો 8 બસોમાં જઈ રહ્યો હતો. બીએલએના માજીદ બ્રિગેડે નુસ્કી હાઇવે પર સેનાના કાફલા પર હુમલો કર્યો. બીએલએના ફતહ બ્રિગેડે પાકિસ્તાની સેનાને ચારે બાજુથી ઘેરી લીધી. ત્યારબાદ તેણે બસમાં બેઠેલા કેટલાક પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા. તે જ સમયે, અન્ય બસો પરના હુમલાઓને આત્મઘાતી હુમલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

BLA એ એક પછી એક કુલ 90 સૈનિકોને મારી નાખ્યા. નુસ્કાઈમાં થયેલા આ હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોની સંખ્યા વધુ વધી શકે છે. નોશ્કીના એસએચઓ સુમનાલીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતકો અને ઘાયલોની સંખ્યા વધુ વધી શકે છે. ઘણા સૈનિકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે. અધિકારીઓના મતે, આ હુમલાને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. સૈનિકોના કાફલામાં રહેલી એક બસને વાહન દ્વારા સંચાલિત IED દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. એ જ કાફલાની બીજી બસને ગ્રેનેડથી નિશાન બનાવવામાં આવી હતી. ક્વેટાથી તફ્તાન જતી વખતે બસ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો.

અગાઉ પણ બોમ્બ હુમલો થયો હતો

બીએલએ દ્વારા પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પાકિસ્તાની સેનાના કાફલાને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના તરબતમાં સી પીક રોડ પર પાકિસ્તાની સેનાના કાફલામાં બોમ્બ વિસ્ફોટ થયો. અત્યાર સુધી, પાકિસ્તાની સેનાને BLL દ્વારા માત્ર એક કે બે વાર નહીં પરંતુ ડઝનેક વખત નિશાન બનાવવામાં આવી છે.

જાફર એક્સપ્રેસનું અપહરણ થયું હતું

11 માર્ચે પાકિસ્તાનમાં પણ ટ્રેન હાઇજેકનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અહીં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં 450 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ ટ્રેન હાઇજેકિંગમાં કુલ 58 લોકો માર્યા ગયા હતા. આમાં 21 મુસાફરો, ચાર સૈનિકો અને BLA ના 33 સભ્યોનો પણ સમાવેશ થતો હતો.

 

ગુજરાત સરકારનો મોટો નિર્ણય… RTE હેઠળ આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરી

ગુજરાત સરકારે RTE એટલે કે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ પ્રવેશ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી RTE પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂ.1.50 લાખ હતી. હવે તેને વધારીને વાર્ષિક 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા માતા-પિતા તેમના બાળકો માટે અરજી કરી શકશે.

આ જાહેરાત કરતા ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આ નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે. RTE પ્રવેશ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, જ્યારે સરકારે આવક મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે. વાલીઓ હવે 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

શિક્ષણ અધિકાર કાયદા હેઠળ, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં 14,778 બેઠકો અને જિલ્લામાં 2,262 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. સુરત શહેરની 994 શાળાઓમાં 15,229 બેઠકો ઉપલબ્ધ રહેશે અને ગ્રામીણ વિસ્તારોની 388 શાળાઓમાં 3,919 બેઠકો ઉપલબ્ધ રહેશે.

ગયા વર્ષે, સુરત શહેરમાં 12,000 અને ગ્રામીણ વિસ્તારોમાં 4,000 થી વધુ બેઠકો હતી. વડોદરામાં RTE હેઠળ 333 શાળાઓમાં કુલ 4,800 બેઠકો આપવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં ૧૫૦૦ બેઠકોનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૫માં રાજકોટ શહેર અને જિલ્લાની 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે.

આ લગ્નમાં ખર્ચની નહીં, કાર્બનની ગણતરી કરાઇ હતી!

સંતાનના લગ્ન એ દરેક માતા-પિતા માટે ખૂબ જ ખાસ અને યાદગાર અવસર હોય છે. માટે જ, આ પ્રસંગને વિશેષ બનાવવા માટે લોકો લગ્ન પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

પરંતુ તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે આવા ખર્ચાળ લગ્ન પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે? ના, સામાન્ય રીતે આવો વિચાર ભાગ્યે જ કોઈને આવે, પણ પર્યાવરણનું મહત્વ સમજતા લોકો આ વાત સમજી શકે છે. હા, લગ્નને પણ ઇકો-ફ્રેન્ડલી બનાવી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ હમણાં અમદાવાદમાં જોવા મળ્યું છે. તો, વાત કરીએ કેવી રીતે અમદાવાદના એક દંપતિએ દીકરીના લગ્નને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બનાવ્યા એની…

…અને સંકલ્પ કર્યો!

આ વાત છે અમદાવાદના જાણીતા બિઝનેસમેન અને પર્યાવરણ પ્રેમી પંકજ પટેલની, જેમણે દીકરીના લગ્ન પહેલા જ પોતાનું પર્યાવરણ પ્રત્યેનું ઋણ અદા કરી દીધું. એમણે એક વર્ષ પહેલા જ સંકલ્પ કર્યો કે તેઓ 2000 વડનાં વૃક્ષો વાવશે, જેથી દીકરીના લગ્ન માત્ર એક ઉમંગ દાયક પ્રસંગ નહીં, પરંતુ પર્યાવરણ માટે એક દૃષ્ટાંત પણ બની શકે. એટલું જ નહીં લગ્નમાં પણ શક્ય હોય ત્યાં સુધી દરેક વસ્તુ પર્યાવરણને નુકશાન ન થાય અને કુદરતી હોય એ જ ઉપયોગમાં લેશે.

ઉદ્યોગમાં વિશેષ અનુભવ

મિકેનીકલ એન્જીનીયર તરીકે 30 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર પંકજ પટેલે વર્ષ 2008માં એબેલોન ક્લિન એનર્જી નામની કંપની શરૂ કરી, જે પર્યાવરણ માટે કામ કરે છે. એમના પત્ની ડો. બિના પટેલ ગળાથી ઉપરના ભાગના કેન્સરના નિષ્ણાંત છે. વર્ષો સુધી એમણે ગુજરાત કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં સેવા આપ્યા પછી એ પણ પંકજભાઈ સાથે એબેલોનમાં જોડાયા છે.

એમની એક માત્ર દીકરી રૈનાના લગ્ન ડિસેમ્બર 2024માં યોજાયા હતા. આમ તો આ લગ્ન ઘણા જાહોજલાલી ભર્યા હતા, પરંતુ સાથે ખાસ પણ હતા. કારણ કે, સંપૂર્ણ લગ્નમાં પ્લાસ્ટીક અને ધાતુને ક્યાંય સ્થાન નહોતું. એટલું જ નહીં લગ્ન સમારોહમાં સીધી-આડકરતી રીતે જે પણ કાર્બન ડાયોક્સાઈડ (CO2) ઉત્પન્ન થવાનો હતો એના માટે પહેલેથી જ પ્લાન કરીને પર્યાવરણના જતન માટે કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

 

દીકરીના લગ્ન અને પર્યાવરણનું સંકલન

દીકરીના લગ્નના એકથી દોઢ વર્ષ પહેલા જ પંકજભાઈએ લગ્નમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત થશે એની ગણતરી કરી લીધી હતી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે કે, “વિશ્વભરના પર્યાવરણ સંકટને ધ્યાનમાં રાખી, મેં ગણતરી કરી કે મારી દીકરીના લગ્ન પ્રસંગે હું લગભગ 210 ટન કાર્બન (CO2) ઉત્સર્જન કરીશ. આમાં વિમાન દ્વારા વિદેશી મહેમાનોનો પ્રવાસ, રોડ ટ્રાવેલ, ભોજન અને વિવિધ વિધિઓમાં થતા ઉત્સર્જનનો સમાવેશ થાય છે. હું આ બધું માપીને, જોઈને સમજ્યો કે એક જવાબદાર નાગરિક તરીકે આ કાર્બન ઉત્સર્જનનું મૂલ્ય ભરપાઇ કરવું એ મારી ફરજ છે.”

લગ્નની તૈયારી અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે, એમણે પર્યાવરણ અંગેની આ સમસ્યાઓ પર સંશોધન કર્યુ અને નિર્ણય લીધો કે આ કાર્બન ઉત્સર્જન માટેનું સમાધાન શું હોઈ શકે. છેવટે એમણે એક નિર્ણય કર્યો અને પોતાના સામાજિક દાયિત્વને પૂરું કરવા એમણે સૌ પ્રથમ તો 2000 વડના રોપા મેળવી યોગ્ય જગ્યાએ વાવી દીધા. એને નામ આપ્યું ‘બાબુલ વડ’, જેનો અર્થ થાય છે દીકરીના પિતાનું ઘર.

આ રીતે પૂર્ણ થશે પર્યાવરણનું દેવું!

આ કાર્બન ઉત્સર્જન અને એની ભરપાઇની ગણતરી પણ રસપ્રદ છે. ઉદાહરણ તરીકે, લગ્નપ્રસંગ સમયે એમના પર પર્યાવરણનું દેવું ૨૧૦ ટન હતું. પણ વડ મોટા થશે એટલે પ્રતિ વર્ષ કાર્બન(CO2) ચૂસવાનું પ્રમાણ વધશે. ૨૦૨૫-૨૬માં એમનું દેવું -૨૧૦ હશે, પછી -૧૮૬, -૧૬૧, -૧૨૨, -૫૪. થશે.

 

 

 

 

 

 

 

 

 

ત્યાર બાદ જમા પાસુ આવશે જે ૨૦૨૯-૩૦માં +૪૨ અને ૨૦૩૫-૩૬ના વર્ષમાં +૧૬૩૫ હશે. આ ઉપરાંત, વડ ઉપર ૪૦૦ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ નિવાસ કરી શકે છે, માનવી અને પશુ એની છાયામાં નિરાંતે બેસી શકે છે. પાણીની પરબો બંધાઈ શકે છે, બાળકો રમી શકે છે. સરવાળે, અહીં એક અદભૂત વાતાવરણ સર્જાશે.

એક હજાર વૃક્ષ ધોળકા તાલુકાના ચંડીસર ગામની ગૌચર જમીન પર વાવ્યા અને બીજા વડના રોપા ખનન કરવામાં આવેલી જમીન પર રોપવામાં આવ્યા. એટલું જ નહીં વડના રોપા 9 મીટર બાય 9 મીટર ગ્રીડમાં વાવ્યા જેથી મોટા થઈ જાય એટલે એની વચ્ચે ઓપન સ્કૂલ, વેડિંગ જેવા પ્રસંગ પણ કરી શકાય.

 

વૃક્ષના રોપાની જ વાવણી કરવાની હતી તો પછી વડના રોપા પર જ કેમ પસંદગી કરવામાં આવી એની પાછળનું કારણ પણ રસપ્રદ છે. હકીકતમાં વડ સાથે હિન્દુ ધાર્મિક માન્યતા રહેલી છે. વડમાં ત્રણેય દેવોનો વાસ છે. એના મૂળિયા એટલે બ્રહ્મા, છાલ અને ડાળીઓ એટલે વિષ્ણુ અને વડવાઈઓ એટલે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. વળી, આદિનાથ ભગવાન અને બુદ્ધ ભગવાનને વડ નીચે જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

 

બધા જ રોપા લગ્ન પહેલા જ સપ્ટેમ્બર 2024માં પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યા હતા. પાંચ વર્ષ સુધી આ બધા જ રોપાનું ધ્યાન રાખીને એની સારી રીતે ઉછેરવામાં આવશે.

નો પ્લાસ્ટિક નો ધાતુ!

વડ તો વાવી દીધા, પણ લગ્નપ્રસંગને એમણે પર્યાવરણ ફ્રેન્ડલી કેવી રીતે બનાવ્યો? લગ્નના ડેકોરેશનની જ વાત કરીએ તો પાંચ દિવસના ફંક્શન દરમિયાન ‘નો પ્લાસ્ટિક નો સ્ટીલ’ નો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો હતો. લગ્નની દરેક ઇવેન્ટમાં રફ ગોદડી, રેડીમેડ કપડાના સ્ટીચીંગ કરતા જે કાપડ વધ્યું હોય એમાંથી બેસવા માટેની ગાદીઓ તૈયાર કરવામાં આવી હતી. એના પર પાથરવાની ચાદર માટે માદરપાટના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો, જે બ્લીચીંગ અને ડાઈ કર્યા વગરનું હતું. એમાં બ્લોક પ્રિન્ટીંગ કરીને એનો ઉપયોગ કર્યો અને પ્રસંગ પૂર્ણ થયા પછી એમાંથી બેગ (થેલી) બનાવવામાં આવી, જેથી એનો ઉપયોગ પણ થઇ શકે.

પ્રસંગમાં ઉજાસ માટે લાઈટના બદલે પાંચ હજાર જેટલા દિવડાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં યુઝ થયેલા કુકિંગ ઓઈલનો વપરાશ થયો. આ ઉપરાંત, કલાકારોને પ્રોત્સાહન આપવાનો પણ અહીં પ્રયાસ કરવામાં આવ્યો અને આદિવાસી વિસ્તારના યુવાનો પાસે વાદી પેઈન્ટીંગ કરાવ્યું. પ્રસંગના દરેક તબક્કે શક્ય એટલી કાળજી રાખવામાં આવી કે, વાહનોનો વપરાશ ઓછો થાય, કાર્બન પેદા કરે એવી રીતરસમો ટળે અને પરંપરાગત રીતે પર્યાવરણનો ખ્યાલ રાખીને પ્રસંગ ઉજવાય.

તમે ધામધૂમથી થતા અનેક લગ્નો જાયે હશે. પંકજભાઇ એમની દીકરીના લગ્ન પણ ધામધૂમથી જ કર્યા, પરંતુ અન્ય લગ્ન અને એમની દીકરીના આ લગ્ન વચ્ચે લાખ ગાડાનો ફરક હતા. ફરક એ હતો કે, આ લગ્ન  કાર્બન ન્યૂટ્રલ લગ્ન હતા. એના દ્વારા પંકજભાઇના પરિવારે પર્યાવરણ પ્રત્યે તો પોતાની ફરજ અદા કરી જ હતી, પણ સાથે સાથે સમાજ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે, લગ્નમાં ખર્ચો કરીને પણ પર્યાવરણનું જતન કરી શકાય છે!

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

 લોકો લગ્નમાં ખર્ચ અને ચાંદલાની ગણતરી કરે, પણ પંકજભાઇએ તો કાર્બન ઉત્સર્જનની ગણતરી હતી!

(હેતલ રાવ)

WPL 2025 : મુંબઈ ઇન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બન્યું

IPL 2025 સીઝન શરૂ થાય તે પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મુંબઈએ ફરી એકવાર મહિલા પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીત્યો છે. WPL ની પ્રથમ સીઝનની ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈની ટીમે ફરી એકવાર ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને લીગ ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, કેપ્ટન કૌરની યાદગાર ઇનિંગ્સ અને ટીમની મજબૂત બોલિંગના કારણે મુંબઈએ દિલ્હીને 8 રને હરાવીને બીજી વખત ચેમ્પિયનશિપ જીતી.

15 માર્ચ, શનિવારના રોજ રમાયેલી લીગની ત્રીજી સીઝનની આ ટાઇટલ મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે ખરાબ શરૂઆત બાદ પ્રથમ બેટિંગ કરીને જોરદાર વાપસી કરી. ત્યારબાદ તેના બોલરોએ દિલ્હીને શરૂઆતના આંચકા આપીને ટીમની જીતનો પાયો નાખ્યો. પછી જ્યારે દિલ્હી કેપિટલ્સ વાપસી કરી રહી હોય તેવું લાગતું હતું, ત્યારે બોલરોએ ફરી એકવાર મુંબઈને ચેમ્પિયન બનાવ્યું.

હરમનપ્રીતની શાનદાર ઇનિંગ્સ

દિલ્હી કેપિટલ્સની દિગ્ગજ કેપ્ટન મેગ લેનિંગને છેલ્લા બે ફાઇનલમાં હારની પીડાનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે, તેમનું નસીબ પલટાઈ રહ્યું હોય તેવું લાગતું હતું, જ્યારે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધા પછી, સ્ટાર દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મેરિઝેન કાપે (2/11) મુંબઈની બંને ઓપનરોને પાંચમી ઓવરમાં જ પેવેલિયનમાં પાછા મોકલી દીધા, જ્યારે સ્કોર ફક્ત 14 રનનો હતો. પરંતુ ત્યાંથી, સુકાની હરમનપ્રીત કૌરે ઇનિંગ્સને સ્થિર કરી અને તેની સાથે અનુભવી ઇંગ્લિશ ઓલરાઉન્ડર નેટ સાયવર-બ્રન્ટ જોડાયા, જે WPL ઇતિહાસમાં એક સીઝનમાં 500 થી વધુ રન બનાવનારી પ્રથમ ખેલાડી બની. બંનેએ ત્રીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી. આ દરમિયાન હરમનપ્રીતે માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારી. કૌરે સૌથી વધુ 66 રન બનાવ્યા, જ્યારે સિવર-બ્રન્ટે 30 રન બનાવ્યા. આ ઇનિંગ્સના આધારે, મુંબઈએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 149 રન બનાવ્યા.

દિલ્હી માટે છેલ્લા બે ફાઇનલમાં પોતાની હારની ભરપાઈ કરવાની આ એક સારી તક હતી, પરંતુ લેનિંગ અને શેફાલી વર્માની જોડી, જેમણે સિઝનમાં શાનદાર શરૂઆત કરી હતી, તે ખરાબ રીતે નિષ્ફળ ગઈ. બંને ત્રીજા ઓવરમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. જેસ જોનાસન અને એનાબેલ સધરલેન્ડ પણ 44 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. દિલ્હીની આશા સ્ટાર બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સ (30) પર ટકેલી હતી, જે ઝડપી રન બનાવી રહી હતી અને ટીમને એક કરી રહી હતી. પરંતુ ૧૧મી ઓવરમાં, અમેલિયા કારે પોતાના જ બોલ પર એક અદભુત કેચ પકડીને જેમિમાની ઇનિંગનો અંત લાવ્યો.

મેરિઝાન કેપે (40) શાનદાર બેટિંગ કરી અને નીચલા ક્રમના બેટ્સમેનોની મદદથી આક્રમણ શરૂ કર્યું. કાપે ચોગ્ગા અને છગ્ગાની મદદથી ટીમને 17 ઓવર પછી 120 રન સુધી પહોંચાડી દીધી. છેલ્લી ૩ ઓવરમાં ૩૦ રનની જરૂર હતી પણ અહીં કેપ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો. ત્યારબાદ, નિકી પ્રસાદ (25) ના પ્રયાસો નિરર્થક ગયા કારણ કે દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 141 રન જ બનાવી શક્યું. મુંબઈ માટે, સિવર-બ્રન્ટે સૌથી વધુ 3 વિકેટ લીધી, જેમાં કાપ અને લેનિંગની વિકેટનો સમાવેશ થાય છે.

આ છે વિશ્વના ટોપ 10 હેપ્પી કન્ટ્રી!

દર વર્ષે 20મી માર્ચે,  વિશ્વભરમાં લોકો ‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’ મનાવે છે, આ દિવસે યુએન (સંયુક્ત રાષ્ટ્રસંઘે)દુનિયાના ખુશ દેશોનો એક જાહેર કરે છે. જેમાં  વિવિધ દેશોમાંના લોકોની ખુશી કેવી છે, એનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. જેના આધારે દરેક દેશને રેન્કિંગ અપાય છે. 2024ના હેપ્પીનેસ રિપોર્ટ મુજબ, ફિનલેન્ડ ફરીથી વિશ્વમાં સૌથી ખુશ દેશ તરીકે ટોચ પર રહ્યો છે.

પરંતુ પ્રશ્ન એ પણ થાય કે, ખુશીનું તે કંઈ માપ નીકળતું હશે? આપણ ખુશ છીએ એ કઈ રીતે સાબીત કરી શકાય? એના કોઈ માપદંડ હશે? તો જવાબ છે હા, ખુશી માપવાની એક ફુટ્ટપટ્ટી તો છે, પરંતુ એ લાકડાની કે નોર્મલ હોય એવી કોઈ હાથમાં પકડી શકાય એવી નથી. એતો સવાલોની ફુટપટ્ટી છે! જી હા, ખુશીનું માપદંડ મેળવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્ધારા એક સર્વે કરવામાં આવે છે. જેના આધારે વર્લ્ડ હેપ્પીનેસનો રિપોર્ટ તૈયાર થાય છે. તો ચાલો જાણીએ દેશના ટોપ ટેન ખુશ દેશો વિશે..

દુનિયાભરના 146 દેશોમાં લગભગ એક હજારથી ત્રણ હજાર નાગરિકોને એક સર્વે દ્વારા સુખી જીવન વિશે સવાલો પૂછવામાં આવે છે. જે અંતર્ગત, લોકોને એમની જીવનશૈલી, સામાજિક આધાર, વિશ્વાસ, ભ્રષ્ટાચાર, વગેરે જેવા મહત્વપૂર્ણ મૌલિક બાબતો પર 0થી 10 સુધીના રેટિંગ સ્કેલ પર જવાબ આપવા માટે કહેવામાં આવે છે. 0 એટલે સૌથી ખરાબ અને 10 એટલે શ્રેષ્ઠ. ત્યારે, ભારતનું સ્થાન શું છે?

ફિનલેન્ડ

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં દુનિયાનો સૌથી ખુશ દેશ તરીકે ફિનલેન્ડનું સ્થાન પહેલું છે. અંદાજે 5.5 મિલિયન વસ્તી ધરાવતા આ દેશનો સુખનો સ્કોર 7.804 છે. ફિનલેન્ડને ખુશ કહેવામાં આવે છે કારણ કે અહીંના લોકો આરોગ્ય, સામાજિક સુવિધાઓ, અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ છે. દેશમાં મજબૂત સામાજિક નેટવર્ક છે,  લોકો એકબીજા સાથે સહયોગી દૃષ્ટિ અપનાવતાં સુખી જીવન જીવે છે. એટલું જ નહીં ફિનલેન્ડની પ્રાકૃતિક સુંદરતા, સ્વચ્છતા, અને ઉત્કૃષ્ટ શિક્ષણ પદ્ધતિ એને ટોપ-1 પોઝિશન પર રાખે છે. અહીં સ્વતંત્રતા, સમાનતા, અને આરોગ્યસંભાળ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે આ દેશનું વિશ્વમાં એક ખાસ સ્થાન છે.

ડેન્માર્ક

ડેન્માર્ક આ લીસ્ટમાં બીજુ સ્થાન ધરાવે છે. 5.8 મિલિયન વસ્તી ધરાવતા આ દેશનો સુખનો રેન્ક 7.586 છે. ડેન્માર્કમાં દરેક વ્યક્તિના અધિકારો અને સ્વતંત્રતા સારી રીતે માન્ય છે. એ શહેરોની સફાઈ, શ્રેષ્ઠ પ્રશાસનિક નીતિઓ, અને સામાજિક સુરક્ષા માટે જાણીતા છે. એ એક સામાજિક સુખદુષ્ટિ ધરાવતો દેશ છે, જ્યાં મનોરંજન અને આરોગ્ય બંને વિશે સારી રીતે વિચારવામાં આવે છે.

આઈસલેન્ડ

3.6 મિલિયન વસ્તી ધરાવતો આઈસલેન્ડ દેશનો ખુશીનો સ્કોર 7.534 છે.  આઇસલેન્ડ એની મજબૂત સમુદાય ભાવના અને કુદરતી સૌંદર્ય માટે ઓળખાય છે. અહીં ગુનાખોરીનો દર પણ ઘણો ઓછો છે. અહીંનો લોકો પ્રાકૃતિક સંસાધનો, શક્તિશાળી આરોગ્ય સેવાઓ, અને સમાજના ભાવિ માટેની દૃષ્ટિને સકારાત્મક રીતે સ્વીકારતા રહે છે. આ દેશમાં આરોગ્ય અને શિક્ષણ માટેની ઉચ્ચ શ્રેણી મૌલિક સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરે છે.

ઈઝરાઇલ

આ યહૂદી દેશ એની ઇનોવેશન અને આરોગ્ય સેવાઓ માટે જાણીતો છે. ઈઝરાઇલ એ એક મજબૂત અર્થવ્યવસ્થા અને આરોગ્યસંભાળ ધરાવતો દેશ છે. 9.2  મિલિયન વસતી ધરાવતા આ દેશનો રેન્ક 7.473 છે.   આ દેશની ટેકનોલોજી, આધુનિક જીવનશૈલી, અને માનસિક સુખ એને દુનિયામાં શ્રેષ્ઠ બનાવે છે. અહીંના લોકો સખત મહેનત કરીને સારું જીવન જીવે છે. આધુનિક આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, અને પ્રકૃતિ સાથે સંલગ્નતા આ દેશને ખુશ દેશ બનાવે છે.

નેધરલેન્ડ

ખુશ રહેનાર દેશોમાં પાંચમું સ્થાન ધરાવતા નેધરલેન્ડની વસતી 17.3 મિલિયન છે. સુખના સ્કોરની વાત કરીએ તો 7.403 છે. નેધરલેન્ડ્સના લોકો કામ અને જીવન વચ્ચે સંતુલન બનાવવામાં કુશળ છે. અહીંની સંસ્કૃતિ અને સામાજિક સુરક્ષા એમને ખુશહાલ બનાવે છે.  વિશ્વસનીય સ્વાસ્થ્ય સેવાઓ, સામાજિક નેટવર્ક, અને શિક્ષણના સ્તર અહીંના લોકો માટે જીવનના ઊંચા ધ્યેય નક્કી કરે છે. અહીંનું શહેરી જીવન મજબૂત અને સુખદ છે, અને લાઇફ સ્ટાઈલ દરેક વ્યક્તિ માટે આરોગ્યપ્રદ છે.

સ્વીડન

સ્વીડન એ સામાજિક કલ્યાણ માટે જાણીતો છે. આ દેશનું મજબૂત શિક્ષણ, આરોગ્ય, અને કાર્યજીવન સંતુલન એને આ ટોપ-10 દેશોમાં સ્થાન આપે છે. સ્વીડનની નીતિઓ આરોગ્ય અને માનસિક સુખ માટે અવકાશ પ્રદાન કરે છે, અને લોકો હંમેશા પરિપૂર્ણ જીવન જીવે છે. 10.4 મિલિયન વસતી ધરાવતા આ દેશનો સ્કોર 7.395 છે. એમ કહેવાય છે કે, સ્વીડન એની પર્યાવરણને અનુકૂળ નીતિઓ, મજબૂત સામાજિક સેવાઓ અને ઉચ્ચ જીવનધોરણ માટે જાણીતું છે.

નોર્વે

5.4 મિલિયન વસતી ધરાવતા આ દેશનો સ્કોર 7.315 છે.નોર્વેમાં મજબૂત આર્થિક સંરચના, સામાજિક સુરક્ષા, અને આધુનિક જીવનશૈલી છે. દેશમાં ઉત્કૃષ્ટ આરોગ્યસંભાળ અને ઉચ્ચ જીવન ગુણવત્તા છે, જે એને એક સુખી દેશ બનાવે છે. એટલુ જ નહીં નોર્વેની વેલફેયર પ્રણાલી અને કુદરતી સંસાધનોનો ઉપયોગ એને સૌથી ખુશ દેશોમાંનો એક બનાવે છે.

સ્વિટ્ઝર્લેન્ડ

આર્થિક મજબૂતી, આરોગ્ય, અને પૈસા માટે સુરક્ષિત નીતિઓ માટે છે. સ્વિટ્ઝર્લેન્ડનું મહત્વ વધારે છે. આ દેશમાં સ્વચ્છતા, પ્રકૃતિ સાથે સંલગ્નતા, અને લાઇફ એક્સપેક્ટેન્સી શ્રેષ્ઠ છે. લોકો માટે મજબૂત જાહેર સેવાઓ અને એક્વિટી પણ ઉપલ્બ્ધ છે. 8.6 મિલિયન વસતી ધરાવતા આ દેશ ખુશ રહેવામાં 7.240 સ્કોર ધરાવે છે.

લક્સમબર્ગ

લક્સમબર્ગ એક અત્યંત સફળ અને સુખી દેશ છે, જેમાં લોકોનું જીવન ગુણવત્તાવાળું છે. આર્થિક મજબૂતી, સામાજિક સુરક્ષા,  કાર્ય અને જીવન વચ્ચે સુમેળ આ દેશની સિદ્ધિ છે. આ દેશમાં નમ્ર અને મૈત્રીપૂર્ણ સમાજ છે, જે એને ખુશ  બનાવે છે. 0.7 મિલિયન વસતી ધરાવતા આ દેશનો સુખનો સ્કોર 7.228 છે.

ન્યૂઝીલેન્ડ

5.1 મિલિયન વસતી ધરાવતા ન્યૂઝીલેન્ડની શાંતિપૂર્ણ જીવનશૈલી, કુદરતી સૌંદર્ય અને મજબૂત સમુદાય ભાવના એને ટોચના 10માં સ્થાન અપાવે છે. સુખના 7.128 સ્કોર સાથે દેશમાં લાઇફ એક્સપેક્ટેન્સી ઊંચી છે અને લોકો સૌમ્ય જીવન જીવે છે. સ્વચ્છતા, મૈત્રીપૂર્ણ સમાજ અને આરોગ્ય પર ઉચ્ચ દૃષ્ટિ આ દેશને ખુશ બનાવે છે. ખુશ દેશોમાં દસમું સ્થાન ધરાવે છે.

હેપ્પીનેસમાં ભારતનું સ્થાન ક્યાં?

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં દુનિયાના 146 દેશોમાં ભારત છેક 126મા ક્રમે છે. 4.036ના સ્કોર સાથે ભારતનો વિશ્વ સ્તર પર સૌથી ઓછા ખુશ રહેતા દેશોમાં સમાવેશ થાય છે.  નેપાળ, બાંગ્લાદેશ અને ચીન જેવા પાડોશી દેશો ખુશી બાબતે ભારત કરતાં આગળ છે. ભારત સુખી નથી એ માટે દેશનું કથળેલું માનસિક સ્વાસ્થ્ય પણ જવાબદાર છે. એમાંય કોવિડ પછી તો સ્વાસ્થ્ય બાબતે દેશની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જો ભારતીયો પોતાની સ્થિતી જાતે સુધારવાના પ્રયાસ ન કરે તો શક્ય છે કે આ સ્તર વધુ નીચે જઈ શકે છે.

હેતલ રાવ

૧૬ માર્ચ ૨૦૨૫

સાચો અને સક્ષમ સલાહકાર બાજી પલટી શકે છે

અઢારમાં અધ્યાયમાં શ્રીમદ્ ભગવદ ગીતા સમાપ્ત થાય છે. આ મહાભારતનો અંત કેમ પાંડવોના વિજયમાં આવ્યો તે માટે છેલ્લા શ્લોકમાં નીચે મુજબ કહેવાયું છે:

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः।

तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।। (અધ્યાય: ૧૮, શ્લોક: ૭૮)

હવે ભૂતકાળ તરફ પાછા ફરીએ. મહાભારતનું યુદ્ધ નિશ્ચિત હતું. શ્રીકૃષ્ણ અને બલરામજી તેમજ યાદવસેના અતિબળવાન કહી શકાય એવું પરિબળ હતું. બંને પક્ષે શ્રીકૃષ્ણને વિનંતી કરવા માટે પાંડવો તરફથી અર્જુન અને બીજી તરફથી દુર્યોધન કૌરવો વતી ગયા. ભગવાન આરામમાં હતા. દુયોધને એમના ઓશીકે સ્થાન જમાવ્યું. અર્જુન અત્યંત વિનમ્રતાપૂર્વક પગ તરફ એટલે કે પાંગથે બેઠો. સ્વાભાવિક છે, ભગવાનની આંખ ખૂલી એટલે પહેલી નજર અર્જુન પર પડી. ત્યાર બાદ દુર્યોધનની હાજરી નોંધાઈ. બંનેએ પોતપોતાની વાત મૂકી એટલે શ્રીકૃષ્ણે અત્યંત ઠાવકાઈપૂર્વક કહ્યું કે, ‘મારી બે શરત છે. પહેલી, એક તરફ અમારી સેના હશે તો સામી ત૨ફ હું હોઈશ. પણ હું શસ્ત્ર નહીં ઉપાડું અને બીજી શરત, મારી નજર અર્જુન પર પહેલી પડી છે એટલે પસંદગીનો પહેલો અધિકાર એનો છે.’ સ્વાભાવિક રીતે દુર્યોધનના પેટમાં ફાળ પડી. અર્જુન યાદવસેવા જ માગી લેશે. પછી આ એકલા નિઃશસ્ત્ર કૃષ્ણને લઈ જઈને અમે કરીશું શું?

પણ.. અર્જુને એવું ના કર્યું. એણે શ્રીકૃષ્ણને માગ્યા. દુર્યોધનને મનમાં ને મનમાં અર્જુનની મૂર્ખતા પર હસવું આવ્યું. પણ એને જે જોઈતું હતું તે મળી ગયું. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બન્યા. સારથિ એટલે માત્ર રથ હાંકનાર જ નહીં પણ રસ્તાની આંટીઘૂંટીનો જાણકાર અને ઘોડાને ક્યાં કેટલા દોડાવવા તે વિશે જેને જ્ઞાન હોય તે.

સરવાળે એક મહાબળવાન સંયોજન ઊભું થયું. અર્જુન અને એના સલાહકાર સારથિ એવા શ્રીકૃષ્ણ નિઃશસ્ત્ર કર્ણ ઉપર હથિયાર ચલાવવાથી માંડીને ધર્મરાજ યુધિષ્ઠિરને ‘નરો વા, કુંજરો વા’ કહેવાની સલાહ આપનાર આ જ શ્રીકૃષ્ણ. જો કર્ણ એ દિવસે ન રોકાયો હોત અથવા મહાભયંકર યુદ્ધ કરી રહેલા દ્રોણાચાર્યને, તેમનો પુત્ર હણાયો એના આઘાતથી હતપ્રભ ન કરી દેવાયા હોત તો મહાસંહાર થયો હોત અને પાંડવ સેનાનો સફાયો થઈ ગયો હોત.

મૂળ તો હતાશ અર્જુનને લડવા માટેની પ્રેરણા આપી ત્યાર પછીના પગલે પગલે દોરવણી આપનાર શ્રીકૃષ્ણ જ હતા અને એટલે જ લેખની શરૂઆતમાં જ શ્રીમદ્ ભગવદ્ગીતાજીના અઢારમાં અધ્યાયમાંથી આ આખાય યુદ્ધમાં પાંડવોનો વિજય કેમ થયો તેનો નિષ્કર્ષ આપતા શ્લોકથી ચર્ચાની શરૂઆત કરી છે.

કોઈ પણ સંસ્થા, રાજ્ય, કુટુંબ અથવા કંપનીને એના સલાહકારો તારે પણ છે અને ડૂબાડે પણ છે. તમે સેના અને સલાહકાર એ બેની પસંદગીમાં જો ગૂંચવાયા તો એ દુર્યોધની નિર્ણય ભારે પડી જશે. તમને નિર્ભિકપણે સાચું પણ સ્પષ્ટ કહેનાર સલાહકાર તમારા માટે મોટી મૂડી છે અને એ રીતે જો અર્જુન તેમજ શ્રીકૃષ્ણનો સંબંધ ઊભો થાય તો વિજય ત્યારે જ નક્કી થઈ જાય છે.

ગોબલ્સની સલાહે હિટલરનો દાટ વાળ્યો. જર્મન સેનાપતિને અવગણીને હેડક્વાર્ટરે નોર્મન્ડી બીચનું યુદ્ધ હારવાનો નિર્ણય કરી નાખ્યો. તમારા સલાહકાર કોણ છે અને એને એક વખત પૂરી ચકાસણી બાદ પસંદ કરી લીધા ત્યાર બાદ એના પર તમે કેટલો વિશ્વાસ મૂક્યો છે, એની સલાહને કેટલું વજન આપો છો એ ખૂબ અગત્યનું છે. ખોટા સલાહકારોએ અનેક ઔદ્યોગિક સામ્રાજ્યો ડૂબાડ્યા છે. અનેક કુટુંબોને ફના-ફાતિયા કરી નાખ્યા છે. સલાહકારની યોગ્ય પસંદગી અને ત્યાર બાદ એનામાં સંપૂર્ણ વિશ્વાસ સાથેનું ટીમવર્ક તમારો વિજય નિશ્ચિત કરી આપે છે. એટલે જ કહેવાયું છે કેઃ ‘નમન નમન મેં ફેર હે, બહુત નમે નાદાન.’

મીઠાબોલા લુચ્ચા સલાહકારોથી દૂર રહો. તમારી ભૂલ થતી હોય ત્યાં નિર્ભિક રીતે પોતાનો મત આપે એવા સક્ષમ સલાહકારની પસંદગી જ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો તે પહેલા યુદ્ધ જીતાડી દે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 16/03/2025

યુપી-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ, ઝારખંડ-બંગાળમાં હીટવેવ એલર્ટ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓડિશામાં ૧૫ થી ૧૮ માર્ચ દરમિયાન ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. તરાઈ પ્રદેશમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે, પરંતુ પર્વતોમાં હજુ પણ ભારે હિમવર્ષા ચાલુ છે. આ દુર્લભ તસવીર સામે આવી છે. બદ્રીનાથ ધામના દરવાજા, જેને પૃથ્વી પર મોક્ષ ધામ કહેવામાં આવે છે, શિયાળાની ઋતુ માટે બંધ હોય છે પરંતુ સમગ્ર બદ્રીનાથ વિસ્તાર બરફની જાડી ચાદરથી ઢંકાયેલો હોય છે અને આ દુર્લભ દૃશ્ય જોવા લાયક છે.

પર્વતોમાં હિમવર્ષા ચાલુ

અચાનક પહાડોમાં હવામાન ફરી એકવાર બદલાઈ ગયું છે અને ઉનાળાના આગમન સાથે પહાડોમાં ફરી એકવાર ઠંડી ફેલાઈ ગઈ છે. આજે સવારે લગભગ 4 વાગ્યાથી બદ્રીનાથમાં સમયાંતરે હિમવર્ષા ચાલુ છે. બદ્રીનાથ વિસ્તારમાં એક ફૂટથી વધુ બરફ જમા થયો છે. ભગવાન બદ્રી વિશાલનું મંદિર પણ બરફની જાડી ચાદરથી ઢંકાયેલું છે. માર્ચ મહિનામાં, તરાઈ પ્રદેશ અને શહેરોમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે. પર્વતોમાં શિયાળાનો પ્રકોપ હજુ પણ ચાલુ છે અને અહીં ભારે હિમવર્ષા થઈ રહી છે. બદ્રીનાથની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેમાં ચારે બાજુ બરફની જાડી ચાદર છવાયેલી છે.

આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી

રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે ઓડિશામાં 15 થી 18 માર્ચ દરમિયાન હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ઝારખંડ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઉત્તર તેલંગાણામાં ૧૫ થી ૧૬ માર્ચ દરમિયાન ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફિચર્સ, ચેન્જ બોલવાથી બદલાઈ જશે રીલ્સ

ઇન્સ્ટાગ્રામ રીલ્સ આપમેળે સ્ક્રોલ થશે. તમારે ડિસ્પ્લેને સ્પર્શ કરવાની પણ જરૂર રહેશે નહીં. તમારા બોલવાથી જ કામ થઈ જશે. પણ આ કેવી રીતે થશે? તમે આ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે તમારા સ્માર્ટફોનમાં એક નાનું સેટિંગ કરવું પડશે. આ પછી તમે રીલ્સને સ્પર્શ કર્યા વિના કલાકો સુધી સ્ક્રોલ કરી શકશો.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્પર્શ કર્યા વિના કેવી રીતે સ્ક્રોલ કરી શકે છે? જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન આવી રહ્યો હોય તો નીચે આપેલી સરળ પ્રક્રિયાને ઝડપથી અનુસરો. આ માટે, પહેલા તમારો સ્માર્ટફોનમાં સેટિંગ્સ વિકલ્પ પર જાઓ. જો તમે થોડું નીચે સ્ક્રોલ કરશો, તો ઍક્સેસિબિલિટી વિકલ્પ દેખાશે. ઍક્સેસિબિલિટી વિકલ્પ પર ક્લિક કરો. હવે અહીં સેટઅપ વોઇસ કંટ્રોલ પર ક્લિક કરો.

આ પછી Create New Command ના વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારા પોતાના અવાજમાં કહો નેક્સ્ટ. આ પછી Run Custom પર જાઓ. અહીં ફરીથી New Command પર ક્લિક કરો. હવે તમારી આંગળીને સ્ક્રીન પર તે દિશામાં સ્લાઇડ કરો જે દિશામાં તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સને સ્ક્રોલ કરો છો. આનો અર્થ નીચેથી ઉપર સુધી થાય છે. હવે જમણા ખૂણે દેખાતા સેવ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી ઇન્સ્ટાગ્રામ પર જાઓ અને રીલ્સને સ્પર્શ કર્યા વિના “નેક્સ્ટ” કહીને જુઓ.

ઇન્સ્ટાગ્રામનું નિયંત્રણ તમારા હાથમાં છે

તમે ઇન્સ્ટાગ્રામ પર નજીકના મિત્રોની યાદી બનાવીને તમારી ગોપનીયતા જાળવી શકો છો. આ દ્વારા તમારી વાર્તા અને લાઇવ અનિચ્છનીય લોકોને બતાવવામાં આવશે નહીં. તમારી સ્ટોરીઓ અને લાઇવ પોસ્ટ કોણ જોઈ શકે છે અને કોણ નહીં તે નક્કી કરવા માટે ગોપનીયતા સેટ કરો. આ સાથે ફક્ત સૂચિમાં સમાવિષ્ટ લોકો જ તમારી વાર્તા લાઇવ જોઈ શકશે.