1 જાન્યુઆરીથી બંધ થઈ જશે તમારું Paytm-GPay UPI ID

ડિમોનેટાઈઝેશન પછી UPI પેમેન્ટ્સનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. UPI પેમેન્ટના આગમનથી રોજીંદી ચીજવસ્તુઓ ખરીદવા અને બિલની ચૂકવણી કરવી ઘણી સરળ બની ગઈ છે. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જેમણે UPI ID બનાવ્યું છે પરંતુ ક્યારેય UPI પેમેન્ટ કર્યું નથી. હવે 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, નવા નિયમો હેઠળ NPCI એવા લોકોની UPI ID બ્લોક કરી દેશે જેમણે છેલ્લા એક વર્ષમાં કોઈ UPI ટ્રાન્ઝેક્શન કર્યું નથી. NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાને અનુસરીને હવે તમામ બેંકો અને પેટીએમ, ફોનપે, ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો તે UPI ID ને બંધ કરશે જેમાં છેલ્લા 1 વર્ષમાં કોઈ વ્યવહાર થયો નથી.

મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે

તમારું UPI ID બંધ થાય તે પહેલાં તમને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID અથવા તમારા મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. મેસેજ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કઈ તારીખથી તમારું UPI આઈડી બ્લોક થઈ જશે. આ મેસેજ મોકલવા પાછળનો હેતુ એવા લોકોને અપડેટ કરવાનો છે જેમણે UPI ID બનાવ્યું છે પરંતુ છેલ્લા એક વર્ષમાં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી.

UPI

UPI ID ને બંધ થતા કેવી રીતે અટકાવવું

જો તમને પણ મેસેજ અથવા ઈમેલ દ્વારા આવો મેસેજ આવ્યો હોય કે તમારું UPI આઈડી બંધ થઈ રહ્યું છે, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે લોકોએ માત્ર એક નાનું કામ કરવું પડશે, જો તમે માત્ર UPI પેમેન્ટ કરશો તો પણ તમારું UPI ID બ્લોક નહીં થાય. જો તમે UPI પેમેન્ટ નથી કરતા અને જો તમારું UPI ID બ્લોક થઈ જાય છે, તો પછી તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.