વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર; ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની રાહ હવે પૂરી થઈ ગઈ છે.ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. 46 દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 10 સ્થળો પર મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2019 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું આયોજન કરશે. યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.

અહીં મહત્વની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની થશે મેચ, 15 ઓક્ટોબરે થશે મહામુકાબલો થશે. વર્લ્ડ કપ દરમિયાન, 10 ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એકબીજા સામે 45 મેચો રમશે. આ પછી સેમી ફાઈનલ અને ફાઈનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જો ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે તો તે તેની સેમીફાઇનલ મેચ મુંબઇમાં રમશે.

વર્લ્ડ કપ દરમિયાન કુલ 10 સ્થળો હશે. આ છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.

ભારતીય ટીમનું સંપૂર્ણ સમયપત્રક

  1. 8 ઑક્ટોબર vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
  2. 11 ઓક્ટોબર vsઅફઘાનિસ્તાન દિલ્હી
  3. 15 ઓક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
  4. 19 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, પુણે
  5. 22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
  6. 29 ઓક્ટોબર vs ઈંગ્લેન્ડ, લખનૌ
  7. 2 નવેમ્બર vs ક્વોલિફાયર 2, મુંબઈ
  8. 5 નવેમ્બર vsદક્ષિણ આફ્રિકા, કોલકાતા
  9. 11 નવેમ્બર vs ક્વોલિફાયર 1, બેંગલુર

વાનખેડે સ્ટેડિયમે 2011 વર્લ્ડ કપની ફાઈનલનું આયોજન કર્યું હતું, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જો કે, ઈડન ગાર્ડન્સે 1987ની ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચની યજમાની કરી હતી જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.