આર્ટ ઓફ લિવિંગનો ચોથા ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ નો વોશિંગ્ટન, અમેરિકામાં આરંભ ગઈ કાલે થઇ ગયો છે. 100 થી વધુ દેશોના 17 હજાર કલાકારો, ઘણા રાષ્ટ્રીય વડાઓ અને વિચારકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેના દ્વારા વૈશ્વિક એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે બીજો દિવસ અતિ ઊર્જાસભર ગરબાનો સાક્ષી બન્યો. જેની રજુઆત ૧૦,૦૦૦ લોકોએ કરી હતી.ગ્રે મી વિજેતા ફાલુ શાહ જે એક ભારતીય અમેરિકન ગાયિકા છે. તેમના દ્વારા ગવાયેલા ગરબાની એ એક એવી ઐતિહાસિક ક્ષણ હતી જેમાં લાખો લોકો ગરબાના તાલ સાથે ઝુમી ઉઠ્યા હતા.
આજના દિવસના અન્ય જે આકર્ષણો હતા તેમાં સમાવિષ્ટ છે ૨૦૦ નૃત્યકારો દ્વારા ઉત્સાહજનક ભાંગડા, આઈરીશ સ્ટેપ નૃત્ય, કર્ણપ્રિય અફઘાની ગીત-સંગીત, ૧૦૦૦ ચાઈનીઝ અમેરિકન ગાયકો અને નૃત્યકારોએ રજૂ કરેલ “સોંગ્સ એન્ડ સ્માઈલ્સ” તથા “જાસ્મીન ફ્લાવર” અને સાથે સાથે જ રજૂ કરેલ કુંગ ફૂની પ્રસ્તુતિ તથા કલાત્મક અને કાલ્પનિક રીતે જીવંત હોય તેમ પ્રસ્તુત કરાયેલા ભવ્ય ડ્રેગન અને સિંહનો નજારો અદ્ભૂત હતો.
ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, બોલીવીઆ અને લેટીન અમેરીકાની રજુઆતો અવિસ્મરણીય હતી. કર્ટીસ બ્લો જેવા નીવડેલા કલાકારની આગેવાનીમાં રજુ થયેલ હીપ હોપ તથા બ્રેક ડાન્સ અને ૧૨૦૦ લોકોએ પ્રસ્તુત કરેલ ગોસ્પેલ કોઅર અને પાકિસ્તાનના સમુહ દ્વારા મોહક પ્રસ્તુતિ પણ નોંધપાત્ર હતા. આજના બીજા દિવસનો ઉદય ઐતિહાસિક લીંકન મેમોરિયલ પર હજાર લોકોના યોગ દ્વારા થયો. વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ તેમને વિશિષ્ટ યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટે દોરવણી કરી. આ રીતે સાંજના કાર્યક્રમો માટે પૂર્વભૂમિકા તૈયાર થઈ ગઈ હતી. જોશભરી અને મોહક પ્રસ્તુતિઓ, પ્રેરણાત્મક ઉદબોધનો અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું તેમ માણસોની વચ્ચે નોંધપાત્ર સેતુનું નિર્માણ,”પર્વતોથી લઈને દરિયા કિનારાના, નદીઓની ખીણથી લઈને રણ પ્રદેશના ૫ લાખથી વધુ લોકો અહીં એકત્રિત થયા છે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી જે એક વધારે તંદુરસ્ત, ખુશ, તણાવ અને ઘર્ષણ-મુક્ત તથા એક બીજા સાથે વધારે સંકળાયેલી દુનિયા બનાવવા ખાસ કરીને મહામારી પછીની આ દુનિયાના સંદર્ભમાં તેની મહત્વના નેતાઓએ પ્રશંસા કરી હતી. બીજા દિવસના વિશિષ્ટ વક્તાઓ હતા મોરેશિયસના પ્રમુખ પૃથ્વીરાજ સીંગ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શીન્ઝો આબેના પત્ની આકી આબે, યુ એસ સર્જન જનરલ ડો વિવેક મૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા.