અમદાવાદ: તમે ઘણા એવા બાળકો જોયા હશે જેમને યોગ્ય રીતે બોલવામાં અને સમજવામાં તકલીફ પડે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કેટલાંક બાળકોને ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સનું જોખમ હોઈ શકે છે, જે માત્ર તેમના શારીરિક વિકાસને જ નહીં પરંતુ મગજ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. તબીબી પરિભાષામાં આવી સમસ્યાને ઑટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે. દર વર્ષે 2 એપ્રિલને ‘વર્લ્ડ ઑટીઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના બાળકોમાં જોવા મળતી આ સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા અને સમયસર સારવાર માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ ઉજવવામાં આવે છે.દુનિયાભરના વૈજ્ઞાનિકો, ડૉક્ટર્સ કે જીનેટિશયન આ બીમારી થવાના કારણો વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈ ચોક્કસ કારણ સુધી પહોંચી શક્યા નથી. પરંતુ મેડિકલ હિસ્ટ્રી, નવા તેમજ જૂના કેસોનો અભ્યાસ, તેમાં રહેલી સમાનતા-વિસંગતા પરથી તેઓ કેટલાંક તારણો પર પહોંચ્યા છે. જેમાં મુખ્ય બે કારણો સામે આવ્યાં છે. એક તો પર્યાવરણમાં રહેલ પ્રદૂષણ તેમજ બીજું આનુવંશિક કારણો. માતાના શરીરમાં રહેલું Chronic Infection બાળકના માનસિક વિકાસને ગર્ભવસ્થા દરમિયાન અસર કરે છે. જેમ કે Toch Infection અથવા તો Tuberculosis. આ ઉપરાંત વાતાવરણમાં રહેલું પ્રદૂષણ, પાણીમાં જોવા મળતું ઈન્સેક્ટી સાઈડ, પેસ્ટીસાઈડનું વધુ પડતું પ્રમાણ પણ કારણ હોય શકે છે. સેરોટોનીન અને ન્યુરોટ્રાન્સમીટરને લગતી બીમારી પણ બાળકને ઑટિઝમ થવા માટે કારણભૂત હોય શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે 2024ના વર્ષમાં દર 36માંથી 1 બાળકમાં ઑટિઝમ જોવા મળે છે. આ દર વર્ષ 2010માં 68 બાળકે 1 બાળકનો, જ્યારે વર્ષ 2000માં 150 બાળકે 1 બાળકમાં જોવા મળતો હતો. આ આંકડાઓ ભયજક ઝડપે વધી રહેલી બીમારીનો ગ્રાફ દર્શાવે છે. કારણ કે આ સંખ્યા કેન્સર, ડાયાબિટીસ અને HIV પીડિત બાળકોના સરવાળા કરતાં વધારે છે. ભારત દેશમાં દર ૧૫૦માંથી એક બાળકને ઓટીઝમ જોવા મળે છે.ઑટિઝમના લક્ષણોમાં બાળક બોલતું ન હોય, નજર ના મિલાવે, ચીસ પાડી ઊઠે, અવાજ વધુ સાંભળે, હાથ વધુ હલાવે છે. તે માટે ચાઈલ્ડહુડ ઑટિઝમ રેટિંગ સ્કેલ (CARS) ટેસ્ટ કરાવવો, જે બાળકોના ડોક્ટર કે સાયકોલોજિસ્ટની સલાહથી કરવામાં આવતા હોય છે. જો આ રિપોર્ટ પોઝિટિવ આવે તો બાળકને ગ્લુટેન(GLUTEN) ફ્રી, GFCF ડાયેટ તેમજ સુગર ફ્રી ડાયટ આપવામાં આવે છે. આવા બાળકને ઘઉં કે જવની વસ્તુ ન આપવી જોઈએ. જે બાળકમાં ઑટિઝમ કન્ફર્મ થાય તેને દૂધની બનાવટ એટલે કે પ્રાણીજન્ય મિલ્કની બનાવટ ન આપો. સાથે-સાથે રોજ સવાર-સાંજ 60 મિનિટ દોડાવવા, ચલાવવા કે સાયકલિંગ કરાવવાથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. લાઈમ ડિસીઝ હોય તેવાં બાળકોને સ્વિમિંગથી લાભ થાય છે. તેનાથી સેલ એક્ટિવ થાય છે. ઑટિઝમ ધરાવતાં 500થી વધુ બાળકો સ્વિમિંગ કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ શીખ્યા છે અને સારા પરિણામ પણ મેળવ્યા છે. સમાજમાં અવેરનેસ માટે ઑટીઝમને વહેલું આઈડેન્ટીફાય કરવું ખુબ જ જરૂરી છે. બાળકનું કાઉન્સેલીંગ, સાથે ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બને તેટલી વહેલી સારવાર કરાવવાથી બાળકને સંપૂર્ણ નોર્મલ થતા ત્રણ વર્ષ લાગે છે અને તે નોર્મલ લાઈફ જીવી શકે છે.
ડોક્ટર કેતન પટેલ અમદાવાદમાં હોમિયોપેથીકના અનુભવી ડોક્ટર છે. છેલ્લા 32 વર્ષથી તેમની તબીબી સારવારમાં છેલ્લા 21 વર્ષથી તેઓ ઓટિઝમ પર રિસર્ચ સાથે-સાથે ઓટીઝમ ધરાવતા અને જીનેટિક ખામી ધરાવતાં બાળકની સારવાર કરે છે. ભારતભરમાં સાત મોટા શહેરોમાં ઓટિઝમ અને ચાઈલ્ડ ન્યુરોલોજી ડિસઓર્ડર અંગે સેવા આપે છે. હોમિયોપેથીક તબીબ હોવા છતાં મેડિકલ રિસર્ચ પર ભાર મૂકવાના કારણે તેમના પાંચથી વધારે રિસર્ચ પેપર દુનિયાની અગ્રણી મેડિકલ જનરલમાં પ્રકાશિત થયા છે. ઓટીઝમ સારવારમાં રિસર્ચમાં આ પ્રકારનું કામએ ભારત માટે ગૌરવપ્રદ બાબત છે.
ઓટીઝમની સારવારમાં દેશમાં મહત્વનો ભાગ ભજવનારા અમદાવાદના ડો. કેતન પટેલ સાથે ચિત્રલેખા.કોમે વાત કરી. તેમણે 20,000થી વધુ દેશ-વિદેશના બાળકોની સારવાર કરી. તેમાંથી 70% બાળકોને મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે. તેઓ જણાવે છે કે, હોમિયોપેથી થકી 120 દિવસની સારવારમાં બાળકમાં સુધારો જોવા મળે છે. ત્યારબાદ દર ૩૩ દિવસમાં સુધારા થતો જોવા મળે છે, જે માટે ધીરજ સાથે બાળકને 24 થી 36 મહિનાની સારવાર આપવામાં આવે છે. આ પૈકી જે બાળકોમાં સુધારો જોવા ન મળ્યો હોય તેવા બાળકોમાં જિનેટિક અને મેટાબોલિઝ્મ રિપોર્ટ કરાવવાનુ કહેવામાં આવે છે. તેમાં જીનેટીક અને મેટાબોલિક AB નોર્મલીટી જોવા મળીને તેના માટે જવાબદાર જીન-રંગસુત્રને ઓળખી તેના લક્ષણો પ્રમાણે સારવારની સાથે જીનેટીશિયન તબીબ જૂથ સાથે તેમનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે છે. બાળકની બીમારી વિશે પેરેન્ટ્સને વિગતવાર માહિતગાર કરાય છે. જે ખાસ જરૂરી છે. હોમિયોપેથીક સારવાર આ બીમારીમાં અસરકારક છે. જેમ કે બાળકના મગજનો વિકાસ અટકી ગયો હોય, તેને દૂર કરી મગજનો વિકાસ કરે છે. સાથે સંકળાયેલી બીમારી જેમ કે લીકિગટ સિન્ડ્રોમ, લાઈમ ડીસીઝ, મગજનો સોજો, હેવી મેટલ તેમજ હોર્મોન ઇમ્બેલેન્સને સરખું કરી મગજનો વિકાસ કરે છે. એટલું જ નહીં સ્પેશિયાલીટી હોમિયોપેથીના ડો. કેતન પટેલ જણાવે છે કે, દુનિયાના ડોક્ટરો જો પોતાનું બાળક ઓટિઝમથી પીડિત હોય તો તેને હોમિયોપેથી સારવાર આપવાનું પહેલા પસંદ કરે છે.