નવી દિલ્હીઃ અમેરિકામાં મધ્ય સત્ર ચૂંટણી (મિડ ટર્મ ઇલેક્શન) માટે અનેક રાજ્યોમાં મતદાન ચાલી રહ્યું છે. તાજેતરના સમયની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાંની એક ગણાતી આ ચૂંટણીને વ્યાપક રીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ પર જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે ટ્રમ્પના વર્તમાન કાર્યકાળ દરમિયાન ઈરાન સાથેનું યુદ્ધ, વધતી મોંઘવારી, વેપાર યુદ્ધ અને સમાજમાં ઊંડા મતભેદ જેવી સ્થિતિઓ જોવા મળી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લાં બે વર્ષથી અમેરિકાના રાષ્ટ્રપતિપદે છે. ત્રીજી નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે. અમેરિકામાં તેને સંસદની ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. આ ચૂંટણીમાં હાર-જીતથી રાષ્ટ્રપતિની ખુરશી પર કોઈ સીધી અસર થતી નથી, પરંતુ રાષ્ટ્રપતિની લોકપ્રિયતાની સૌથી મોટી કસોટી મધ્ય સત્ર ચૂંટણી જ હોય છે.
અમેરિકાએ મધ્ય સત્ર ચૂંટણી વચ્ચે ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાએ કેશમ ટાપુ પર મિસાઇલો વડે મોટો હુમલો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના ચાર ડ્રોન પકડી પાડ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આ વર્ષે જૂનમાં યુદ્ધવિરામ થયો હતો, પરંતુ આ હુમલા બાદ યુદ્ધવિરામ તૂટી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા બાદ દાવો કર્યો છે કે તેહરાને તેમને હુમલા રોકવા માટે વિનંતી કરી છે. ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કેશમ ટાપુ અને હોર્મુઝની આસપાસ અમેરિકા તથા ઈરાન વચ્ચે સૈન્ય તણાવ વધવાના સંકેતો મળ્યા છે.
નોંધનીય છે કે અમેરિકન મતદારો મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ અંગે પોતાનો મત આપશે. તેઓ ટ્રમ્પના 21 મહિનાના શાસન અંગે પોતાનો નિર્ણય સંભળાવશે. ટેરિફ અને ઈરાન સંઘર્ષને કારણે સર્જાયેલી આર્થિક અસ્થિરતા અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. વિવિધ સર્વેક્ષણો અનુસાર, ડેમોક્રેટિક પાર્ટી પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) પર કબજો મેળવી શકે છે, જ્યારે સેનેટનું ભવિષ્ય અનિશ્ચિત છે. પાર્ટીની અંદર છેલ્લી ઘડીએ ભારે રાજકીય ઊથલપાથલ જોવા મળી રહી છે.
VIDEO | Washington: What are the US midterms and why do they matter – Explained.
On November 3rd, America will be heading to the polls. And while Donald Trump’s name won’t be on the ballot, the outcome of this midterm election could have a major bearing on the rest of his presidency. So, what exactly are the US midterm elections and why do they matter?
The US has two major election cycles. Every four years, Americans elect their president. The last time they did that was in 2024, when Donald Trump returned to the White House.
In the same presidential elections, they also elect all 435 lawmakers to the House of Representatives for a two-year term, and then they elect a third of the 100-seat Senate, or 35 senators for a six-year term. The House and the Senate together make up the Congress, which is like our Parliament. Two years into the four-year presidential term comes the midterm elections.
#USMidTermElections2026 #USMidTermPoll2026 #PTIVideos
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 3, 2026
સોમવારે ટ્રમ્પે એ શક્યતા સ્વીકારી હતી કે મધ્યસત્ર ચૂંટણીમાં તેમની પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહી શકે છે, જેનો સંકેત અનેક સર્વેક્ષણોમાં પણ મળી રહ્યો છે.




