શરદ પવાર સાથે અજિત પવાર જૂથના નેતાઓની બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે પ્રફુલ પટેલ, હસન મુશ્રીફ, છગન ભુજબલ, અદિતિ તટકરે, દિલીપ વાલસે પાટીલ અને અન્ય બળવાખોર નેતાઓ શરદ પવારને મળવા માટે રવિવારેના રોજ વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા હતા. આ બેઠક બાદ એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે અમે સરકારમાં નથી, કેટલાક લોકો બીજી તરફ ગયા છે અને તેમણે સરકારને સમર્થન આપ્યું છે, પરંતુ અમે સરકારને સમર્થન આપ્યું નથી. અમારા પક્ષમાં વિભાજન છે. શરદ પવારના નેતૃત્વમાં કામ કરી રહેલા આપણે બધા શિવસેના અને કોંગ્રેસ સાથે વિધાનસભામાં બેસીશું.
Mumbai | Maharashtra Deputy CM Ajit Pawar along with Praful Patel, Chhagan Bhujbal and Dilip Walse Patil at Mumbai’s YB Chavan Centre pic.twitter.com/SbyrWOHpe9
— ANI (@ANI) July 16, 2023
જો બળવાખોરો પાછા આવશે તો ખુશ થશે
શરદ પવાર જૂથના જયંત પાટીલે વધુમાં કહ્યું કે જો આ તમામ મંત્રીઓ અમારી પાર્ટીમાં પાછા આવે છે, તો મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ તરીકે મને તેનાથી ખૂબ આનંદ થશે. અજિત પવારની આગેવાની હેઠળના જૂથ અને શરદ પવાર વચ્ચે તેમના કાકા સામે બળવો કરીને અને 2 જુલાઈએ એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી આ પ્રથમ બેઠક હતી.
#WATCH | Maharashtra | We are not in the govt, some people have gone to the other side and they have supported the govt, but we have not supported the govt. There has been a division in our party…these are facts. All of us working under the leadership of Sharad Pawar will sit… pic.twitter.com/2BwaU2qoTY
— ANI (@ANI) July 16, 2023
અજિત પવાર જૂથે શું કહ્યું?
આ બેઠક બાદ અજિત પવાર કેમ્પના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે આજે અમે બધા અમારા નેતા શરદ પવારને મળવા આવ્યા હતા. અમે મળવા માટે કોઈ સમય માંગ્યો નથી. અમે શરદ પવારના આશીર્વાદ લેવા આવ્યા હતા. અમે તેમને કહ્યું કે અમારી ઈચ્છા છે કે પાર્ટી સાથે રહે અને મક્કમતાથી કામ કરે. જો કે શરદ પવારે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
#WATCH | We all came here to seek the blessings of respected Sharad Pawar today. We requested Pawar sahib that NCP should stay united. On this, Sharad Pawar did not give any reaction: Praful Patel, Ajit Pawar faction leader, at Mumbai’s YB Chavan Centre pic.twitter.com/lvgXV2AZdy
— ANI (@ANI) July 16, 2023
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
બીજી તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર સાથે અજિત પવાર જૂથના નેતાઓની મુલાકાત પર કહ્યું કે શરદ પવાર વર્ષોથી તેમના નેતા હતા, તેથી તેઓ તેમને મળવા ગયા જ હશે, તેમાં કોઈ મોટી વાત નથી. અજિત પવાર શુક્રવારે તેમની પત્ની પ્રતિભા પવારને મળવા શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક ગયા હતા. પ્રતિભા પવારે હાથની સર્જરી કરાવી છે. તેના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે ગયા હતા.
Mumbai | Maharashtra Deputy CM Devendra Fadnavis speaks on Ajit Pawar factions leaders’ meeting with Sharad Pawar, says, “Since years Sharad Pawar was their leader so they must have gone to meet him, no big deal in it.” pic.twitter.com/evkCKDarHx
— ANI (@ANI) July 16, 2023