જયારે રવીના ટંડનના નામે પાકિસ્તાનના ભૂતપૂર્વ PMને મોકલાઈ મિસાઈલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. પાકિસ્તાન દ્વારા કાશ્મીર સહિત નોર્થ ભારતના વિસ્તારોમાં હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેના જવાબના ભાગરૂપે ભારત પણ વળતા હુમલાઓ કરી રહ્યું છે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું. જેની એક ઘટના અભિનેત્રી રવીના ટંડન સાથે જોડાયેલી છે, જેના વિશે જાણીએ.

જ્યારે 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું ત્યારે અભિનેત્રી રવીના ટંડન પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. એવું બન્યું હતું કે ભારતે રવીના ટંડન તરફથી પાકિસ્તાન પર એખ મિસાઈલ ફેંકી હતી. તો વાત એવી હતી કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોના પાર્થિવ દેહને પરત કરવાના બદલામાં પાકિસ્તાન સૈનિકોએ મજાક ઉડવતા શરત રાખી હતી તેમના બદલે રવીના ટંડન અને માધુરી દીક્ષિતને મોકલવામાં આવે.

આ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાબ શરીફે રવીના ટંડન માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ ત્યારની વાત છે જ્યારે તે ભારતની મુલાકાતે આવ્યા હતાં. આ વાતનો ફાયદો ભારતીય એર ફોર્સે ઉઠાવ્યો અને રવીના તરફથી પડોશી દેશમાં એખ મિસાઈલ મોકલવામાં આવી. કારિગલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર ઠેર કરવામાં આવેલી આ મિસાઈલ પર લખ્યું હતું, ‘રવીના ટંડન કી ઓર સે નવાબ શરીફ કે લિએ’. આ સાથે જ તેના પર એક દિલ હતું, જેમાંથી તિર આરપાર નિકળે છે.

ઘણા લાંબા સમય બાદ રવીનાએ આ મિસાઈલ પર પ્રતિક્રિયા આપી હતી. તેણીએ એક્સ (ટ્વિટર) પર કહ્યું હતું કે આ ઘટના વિશે તેને ઘણી મોડી ખબર પડી હતી. તેમજ તેણીએ કહ્યું હતું કે જો કંઈ પણ પ્રેમ અને શાંતિથી નિરાકરણ થઈ શકતું હોય તો એ જ કરવું જોઈએ. બંને બાજુ લોહીનો રંગ લાલ છે.

રવીના ટંડનના કામની વાત કરીએ તો છેલ્લે પટના શુક્લામા જોવા મળી હતી. તેની દીકરી રશાએ પણ બૉલિવૂડમાં ડેબ્યુ કરી દીધું છે.