સિવિલ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર વિસ્તારાને મોટો ઝટકો આપ્યો છે. વિસ્તારાને 70 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ કાર્યવાહી દેશના પૂર્વોત્તર ક્ષેત્રના અન્ડર-સેવાવાળા વિસ્તારોમાં ફરજિયાત લઘુત્તમ ફ્લાઇટ્સનું સંચાલન ન કરવા માટે કરવામાં આવી છે.
Air Vistara fined Rs 70 lakh for not operating mandated UDAN flights in northeast
Read @ANI Story | https://t.co/1UlSKJ91Kj#UDAN #DGCA #NorthEast pic.twitter.com/QK3EPrPoqo
— ANI Digital (@ani_digital) February 6, 2023
આ દંડ ગયા વર્ષે ઓક્ટોબરમાં એપ્રિલ 2022માં નિયમોનું પાલન ન કરવા બદલ લગાવવામાં આવ્યો હતો. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું કે એરલાઈન્સે પહેલાથી જ દંડ ચૂકવી દીધો છે. આ બાબતે જવાબ આપતા વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્તારા છેલ્લા ઘણા સમયથી RDG (રૂટ ડિસ્પર્સલ ગાઈડલાઈન્સ)નું પાલન કરી રહી છે.