વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું

Paytm પેમેન્ટ્સ બેંકના સહ-સ્થાપક વિજય શેખર શર્માએ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. One97 કોમ્યુનિકેશન લિમિટેડે Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી તેના નોમિનીને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ વિજય શેખર શર્માએ પણ બોર્ડના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડનો ભાવિ વ્યવસાય હવે પુનઃરચિત બોર્ડ દ્વારા ચલાવવામાં આવશે.

નવા બોર્ડની રચના

સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં, Paytm ની મૂળ કંપની One97 Communications Limitedએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની નવેસરથી રચના કરવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત ISS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.