નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ કથિત રીતે 14 મુદ્દાઓ ધરાવતા સમજૂતીપત્ર (MoU) પર વર્ચ્યુઅલ રીતે હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો હેતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ અને સૈન્ય કાર્યવાહીને સમાપ્ત કરવાનો, હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરીથી ખોલવાનો તેમ જ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધોને લઈને આગામી 60 દિવસ સુધી વાતચીત શરૂ કરવાનો છે.
અમેરિકાએ MoU જાહેર કર્યો
અમેરિકાએ “અમેરિકા-ઈરાન ઇસ્લામાબાદ સમજૂતીપત્ર” (Islamabad Memorandum of Understanding)નો સત્તાવાર ડ્રાફ્ટ પણ જાહેર કર્યો છે. 14 મુદ્દાઓ ધરાવતા આ કરારનું સંપૂર્ણ લખાણ બહાર આવ્યું છે અને બુધવારે અમેરિકા દ્વારા તેને જાહેર કરવામાં આવ્યો હતો.
હોર્મુઝ જળમાર્ગ તરત ખોલવાની મંજૂરી
આ કરારને કારણે હોર્મુઝ જળમાર્ગ તરત ખોલવાની મંજૂરી મળશે અને ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવશે. તેના બદલામાં અમેરિકા ઈરાનના વર્તનને આધારે આર્થિક રાહતો અને પ્રતિબંધોમાં છૂટછાટ વધારી અથવા ઘટાડી શકશે, જેથી ઈરાન વધુ સમૃદ્ધ દેશ બની શકે.
US President #DonaldTrump signs 14-Point Peace Deal with Iran to end #WestAsia conflict.
🔗News in detail on #AkashvaniNews : https://t.co/PDT0gFaPr0pic.twitter.com/Lm4ZVh3MdO
— All India Radio News (@airnewsalerts) June 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચેના 14 મુદ્દાના કરારની મુખ્ય બાબતો
- સૈન્ય કાર્યવાહી અને તમામ પ્રકારના સંઘર્ષનો તાત્કાલિક અને કાયમી અંત.
- લેબેનોન સહિત સમગ્ર વિસ્તારમાં સંઘર્ષ રોકવાનો પ્રયાસ.
- 60 દિવસની અંદર અંતિમ કરાર માટે વાટાઘાટો પૂર્ણ કરવી.
- બંને પક્ષોની સંમતિથી ચર્ચાનો સમયગાળો વધારી શકાશે.
- હોર્મુઝ જળમાર્ગને તરત ફરીથી ખોલવો.
- ઈરાન દ્વારા વેપારી જહાજોને સુરક્ષિત માર્ગ પૂરો પાડવો.
- શરૂઆતના 60 દિવસ સુધી હોર્મુઝ મારફતે જહાજોની અવરજવર પર કોઈ ફી નહીં.
- અમેરિકા દ્વારા નૌકાદળની નાકાબંધી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવી.
- ઈરાન પરના પ્રતિબંધો તબક્કાવાર દૂર કરવાની શરૂઆત.
- ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓ ધીમે-ધીમે મુક્ત કરવી.
- ઈરાનના ઓઇલ નિકાસ માટે અમેરિકી નાણાં વિભાગ તરફથી વિશેષ મંજૂરી આપવી.
- ઈરાન માટે અમેરિકાના સમર્થન સાથે 300 અબજ ડોલરનું આર્થિક અને પુનર્નિર્માણ કાર્યક્રમ.
- ઈરાન દ્વારા પરમાણુ હથિયારો ન બનાવવાની પ્રતિબદ્ધતાનું પુનરુચ્ચાર.
- IAEAની દેખરેખ હેઠળ ઈરાનના યુરેનિયમ ભંડાર અંગે ભવિષ્યમાં વધુ ચર્ચા કરવી.






