ચીન પર 34%, PAK પર 29%… કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નાખ્યો?

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી દીધી છે. ભારત અને ચીન સહિત અન્ય દેશોમાંથી અમેરિકા આવતા માલ પર કેટલો ટેરિફ લાગશે તેની જાહેરાત કરી દેવાઈ છે. આ નવો ટેરિફ તાત્કાલિક અમલમાં આવી ગયો છે. ઘણા એશિયન દેશો પર 30% થી 45% સુધીના ટેરિફ પણ લાદવામાં આવ્યા છે.

ચીનથી કેટલો ટેરિફ વસૂલાશે? 

ટ્રમ્પની જાહેરાત મુજબ, અમેરિકા ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસૂલશે. જ્યારે ચીન પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.  આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન સાથે વધતી જતી વેપાર ખોટ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

સૌથી વધુ કયા દેશ પર ટેરિફ લાગુ? 

આ સાથે ટ્રમ્પ સરકારે વિયેતનામથી આયાત થતી ચીજવસ્તુઓ પર 46% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે સૌથી વધુ દરોમાંથી એક છે. યુરોપિયન યુનિયન પર 20%, સ્વિટ્ઝર્લેન્ડ પર 31% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે. થોડી આશ્વાસન આપનારી વાત એ છે કે યુનાઇટેડ કિંગડમથી થતી આયાત પર ફક્ત 10% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રાજકીય અને આર્થિક સંબંધોમાં સ્થિરતાને કારણે હોઈ શકે છે.

અમેરિકા વિરુદ્ધ વિશ્વ: ટેરિફ યુદ્ધ તીવ્ર બને છે

ચીન – અમેરિકા પાસેથી 67% ટેરિફ વસૂલ કરે છે, પરંતુ હવે અમેરિકાએ 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

તાઈવાન – અમેરિકા પાસેથી 64% ટેરિફ વસૂલ કરે છે, હવે અમેરિકા 32% ટેરિફ લાદશે.

જાપાન – અમેરિકા પાસેથી 46% ટેરિફ વસૂલ કરે છે, અને હવે અમેરિકાએ 24% ટેરિફ લાદવાની તૈયારી કરી છે.

સ્વિત્ઝર્લેન્ડ – અમેરિકા પાસેથી 61% ટેરિફ વસૂલ કરે છે, હવે અમેરિકા પણ 31% ટેરિફ વસૂલશે.

ઈઝરાયેલ – અમેરિકા પાસેથી 33% ટેરિફ વસૂલ કરે છે, હવે અમેરિકા 17% ટેરિફ લાદશે.

પાકિસ્તાન – અમેરિકા પાસેથી 58% ટેરિફ વસૂલે છે, અને હવે અમેરિકાએ 29% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.બાંગ્લાદેશ – અમેરિકા પાસેથી 74% ટેરિફ લે છે, હવે અમેરિકા 37% ટેરિફ લાદવા જઈ રહ્યું છે.

થાઈલેન્ડ – અમેરિકા પાસેથી 72% ટેરિફ વસૂલે છે, હવે અમેરિકા 36% ટેરિફ લાદશે.