અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, તેમનું વહીવટ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)માંથી વધેલા નાણાંના 20% રકમ તેઓ અમેરિકન લોકોને વહેંચવાનું વિચારી રહ્યા છે. આ ઉપરાંત, બાકીના 20 ટકા રકમ સરકારી લોન ઘટાડવા માટે ફાળવવામાં આવશે.ટ્રમ્પે DOGEની જવાબદારી એલોન મસ્કને સોંપી છે, જે સતત સરકારી છટકબારીમાંથી પૈસા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાઉદી અરેબિયાના સોવરિન વેલ્થ ફંડ દ્વારા આયોજિત મિયામીમાં વૈશ્વિક ફાઇનાન્સર્સ અને ટેકનોલોજી એક્ઝિક્યુટિવ્સની બેઠકને સંબોધતા ટ્રમ્પે આ વિચારને “નવો ખ્યાલ” ગણાવ્યો.
ટ્રમ્પનું નિવેદન
ટ્રમ્પે કહ્યું, “અમે એક નવા ખ્યાલ વિશે વિચારી રહ્યા છીએ જેમાં DOGE ના 20 ટકા, બચત, અમેરિકન નાગરિકોને આપવામાં આવશે અને 20 ટકા દેવાની ચૂકવણી પર ખર્ચવામાં આવશે, કારણ કે આંકડા અવિશ્વસનીય છે. અબજો, સેંકડો અબજો બચાવી રહ્યા છે. તેથી અમે અમેરિકન લોકોને 20 ટકા પાછા આપવાનું વિચારી રહ્યા છીએ.”
આ વિચાર ઉદ્યોગપતિ જેમ્સ ફિશબેકનો છે, જેમણે મંગળવારે X પર ચાર પાનાનો ચાર્ટ શેર કર્યો હતો. જેમાં “DOGE ડિવિડન્ડ” પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આના જવાબમાં મસ્કે કહ્યું, “હું આ વિશે રાષ્ટ્રપતિ સાથે વાત કરીશ.”
Exactly. We spelled this out in our proposal to President Trump. https://t.co/t2kL7PWeyh pic.twitter.com/DGkEzg2MMy
— James Fishback (@j_fishback) February 20, 2025
ટ્રમ્પ લોકોમાં 400 અબજ ડોલરનું વિતરણ કરશે!
ફિશબેકે જુલાઈ 2026માં DOGEની મુદત પૂરી થયા પછી, બધા કરદાતા પરિવારોને $5,000ના ચેકનું વિતરણ કરવા માટે DOGEની બચતના 20 ટકા, અંદાજિત $400 બિલિયન, ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ અંદાજિત આંકડો DOGE દ્વારા $2 ટ્રિલિયન બચત સુધી પહોંચવાના આધારે છે, જેને મસ્ક “શ્રેષ્ઠ પરિણામ” કહે છે, જેમાં તેનું પ્રારંભિક લક્ષ્ય $1 ટ્રિલિયનનું છે. ટ્રમ્પનું આ નિવેદન DOGE દ્વારા 20 જાન્યુઆરીએ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી અબજો ડોલરની બચત કરી હોવાનો દાવો કર્યા બાદ આવ્યું છે. મસ્કના નેતૃત્વ હેઠળ, વિભાગે ખર્ચ ઘટાડવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે આક્રમક રીતે સરકારી કરારોમાં ઘટાડો કર્યો છે, સરકારી નોકરીઓ દૂર કરી છે અને સરકારી સંપત્તિઓ વેચી દીધી છે.
ટ્રમ્પ નોકરીઓથી લઈને કરાર સુધી બધું કાપી રહ્યા છે
DOGE મુજબ, આ પગલાંને કારણે US$55 બિલિયનની બચત થઈ છે. જોકે, એજન્સીએ સ્વીકાર્યું કે કરાર રદ કરવા અને સમાપ્ત કરવા માટેના સૂચિબદ્ધ આંકડા તે કુલનો માત્ર એક અંશ છે. વિભાગે કહ્યું કે તે તેના બચત દાવાઓને સમર્થન આપવા માટે નિયમિતપણે ડેટા પ્રકાશિત કરવાનું ચાલુ રાખશે.
