મેલબોર્નઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારતીય મૂળના લોકોના વિશાળ સમૂહને સંબોધિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરતાં તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા. PM મોદીએ ભાષણની શરૂઆત પહેલાં હિન્દી અને ગુજરાતી ભાષામાં સૌને નમસ્કાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ “હાઉસફુલ” અને “બ્લોકબસ્ટર” છે.
માર્વલ સ્ટેડિયમમાં યોજાયેલા ‘મેલબોર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમમાં 30,000થી વધુ ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત જ્યારે કોઈને મદદ કરે છે ત્યારે તે પાસપોર્ટનો રંગ નથી જોતું. તેથી જ કોરોના મહામારી દરમિયાન ભારતે 100થી વધુ દેશોને રસી (વેક્સિન) મોકલી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં 12 વર્ષમાં તેઓ ત્રીજી વખત ઓસ્ટ્રેલિયા આવ્યા છે. આ વાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો કેટલી ઊંચાઈએ પહોંચ્યા છે તે દર્શાવે છે. તેમના ભાષણ દરમિયાન લોકો દ્વારા “મોદી-મોદી”ના નારા લગાવવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે આ જીત માત્ર મોદીની નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયાના લોકોની છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ કહ્યું હતું કે જે ઉત્સાહ અને ઊર્જા સાથે આપ સૌએ અમારું સ્વાગત કર્યું છે તે ખૂબ જ વિશેષ છે. તેમણે જણાવ્યું હતું કે મેલબોર્ને જાણે સમગ્ર મેદાન જીતી લીધું હોય તેવી લાગણી થાય છે. તેમણે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝને પોતાના તેમ જ ભારતના મિત્ર ગણાવતાં કહ્યું હતું કે તેઓ તેમના આભારી છે. તમે સિડનીમાં પણ અમારી સાથે હતા અને અહીં પણ ભારતીય સમુદાય વચ્ચે ઉપસ્થિત રહ્યા છો, એમ તેમણે જણાવ્યું હતું.
Melbourne reverberated with thunderous chants of “Modi, Modi” as PM Modi took the stage. 🇮🇳
Watch. ▶️ pic.twitter.com/tB1LFH625V
— BJP (@BJP4India) July 9, 2026
પીએમના આહવાન પર પ્રજ્વલિત થઈ મોબાઇલ ફ્લેશલાઇટ્સ
PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત “વનક્કમ મેલબર્ન” શબ્દોથી કરી. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ હાઉસફુલ છે, બ્લોકબસ્ટર છે. હું મારું ભાષણ શરૂ કરું તે પહેલાં વિક્ટોરિયાના પ્રીમિયર અને મારા મિત્ર વડા પ્રધાનના સન્માનમાં તમે સૌ તમારા મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને તેમને સન્માન આપો.




