મુંબઈ: ભારતીય ફિલ્મ ‘સેડ લેટર્સ ઓફ એન ઈમેજિનરી વુમન’ દક્ષિણ કોરિયાના પ્રતિષ્ઠિત એશિયન સિને ફંડ (ACF) માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે.બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે ગુરુવારે આની જાહેરાત કરી છે. ફિલ્મના દિગ્દર્શક નિધિ સક્સેના પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે જેમની ફિલ્મને ACF એટલે કે એશિયન સિને ફંડ મળ્યું છે.
ફિલ્મ ડિરેક્ટર નિધિ વિશે વાત કરીએ તો, તે જયપુરના રહેવાસી છે.નિધિ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) 2017 બેચ (T.V. રાઇટિંગ ડિપ્લોમા)ની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.’સેડ લેટર્સ ઓફ એન ઈમેજિનરી વુમન’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. નિધિ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે આવતા મહિને સાઉથ કોરિયા જશે અને કામ પૂરું થયા બાદ ઓક્ટોબરમાં બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર કરશે.
નિધિ સિવાય, ત્રણ વધુ નિર્દેશકોને આ ભંડોળ મળ્યું છે, જેમાંથી બે કોરિયન અને એક ચીની ફિલ્મ નિર્માતા છે. ફંડ મેળવનાર નિધિ એકમાત્ર ડિરેક્ટર છે, જે પ્રથમ ભારતીય મહિલા ડિરેટકર બની ગયા છે. આ ફંડ હેઠળ, તે ફિલ્મના રંગ અને ડીઆઈ, સાઉન્ડ મિક્સિંગ, અંગ્રેજી સબટાઈટલ સ્પોટિંગ અને ડીસીપી બનાવટ જેવી પોસ્ટ-પ્રોડક્શન સેવાઓ પ્રદાન કરે છે.
નિધિ સક્સેનાએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું,’આ ફિલ્મ વાસ્તવમાં ત્રણ દેશોના પ્રોડક્શનમાં બની છે. ભારત, શ્રીલંકા અને કોરિયા. ભારતીય ફિલ્મને આ ફંડ 34 વર્ષ પહેલા મળ્યું હતું. જોકે તે સમયે તે ફિલ્મના દિગ્દર્શક એક પુરુષ હતા. હવે આ પહેલીવાર છે જ્યારે કોઈ મહિલાને આ ફંડ મળ્યું છે.
ફિલ્મની સ્ટોરી મહિલા કેન્દ્રિત છે. ફિલ્મ ભારતીય સમાજમાં મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા જટિલ બોજ પર પ્રાયોગિક ધ્યાન છે. તે બે સ્ત્રીઓ પર કેન્દ્રિત છે જેઓ ક્ષીણ થઈ રહેલા પૈતૃક મકાનમાં રહે છે જે તેમની ભાવનાત્મક સ્થિરતાને પ્રતિબિંબિત કરે છે. આઘાત સાથે ઝઝૂમી રહેલી બંને સ્ત્રીઓ પીડાથી બચવા માટે અલગ-અલગ રસ્તાઓ શોધે છે જ્યાં સુધી તેઓ કોઈ એવી વસ્તુથી ઠોકર ન ખાય જે તેમના જીવનને કાયમ માટે બદલી શકે.
ફિલ્મની સ્ટોરીને પુરો ન્યાય માટે નિધિ અને તેની માતા અમદાવાદમાં એક જુના હેરિટેજમાં ચાર મહિના રહ્યાં હતા. જેથી તે ફિલ્મના સેટને સારી રીતે સમજી શકે. નિધિએ આ અંગે કહ્યું હતું કે કે એક સ્વપ્ન જેવું વાતાવરણ બનાવવા માંગતી હતી. જયાં યાદો અને વર્તમાન વાસ્તવિકતાઓ એક સાથે રહે.