ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચાલી રહેલા પાંચમા ટેસ્ટના પાંચમા દિવસે રોમાંચક તબક્કે ભારતે મેચ છ રને જીતીને એન્ડરસન-તેન્ડુલકર સિરીઝ 2-2થી બરાબર કરી છે. મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી હતી.

It’s all over at the Oval 🤩
FIFER for Mohd. Siraj 🔥🔥
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE
#TeamIndia | #ENGvIND pic.twitter.com/ffnoILtyiM
— BCCI (@BCCI) August 4, 2025
ચોથા દિવસે ઇંગ્લેન્ડે એક વિકેટે 50 રનથી રમતની શરૂઆત કરી હતી. પ્રથમ સત્રમાં તેણે ઝડપી રીતે બેન ડકેટ અને ઓલી પોપના વિકેટ ગુમાવ્યા હતા. ત્યાર બાદ જો રૂટ અને હેરી બ્રુકે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી અને ટીમની સ્થિતિ મજબૂત બનાવી હતી. હેરી બ્રૂકને 19 રન પર સિરાજ પાસેથી જીવતદાન મળ્યું હતું, જેનો તેમણે સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને પોતાનું 10મી ટેસ્ટ સદી ફટકારી. બ્રુકે 98 બોલમાં 111 રનની ઇનિંગ રમી. જ્યારે ટીમનો સ્કોર 301 હતો ત્યારે તેઓ ચોથી વિકેટ તરીકે આઉટ થયા. ત્યાર બાદ બેથેલ 5 રન પર આઉટ થયો અને છઠ્ઠી વિકેટ તરીકે જો રૂટ 105 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. જો રૂટ 39મી ટેસ્ટ સદી ફટકારી હતી. આજે ક્રીઝ પર જેમી સ્મિથ 2 અને જેમી ઓવર્ટન 0 રને નોટઆઉટ છે.
ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર, મોહમ્મદ સિરાજે પાંચ અને આકાશ દીપે 1 વિકેટ ઝડપી હતી. તેના પહેલા, ભારતની બીજી ઇનિંગ 396 રને સમાપ્ત થઈ હતી. યશસ્વી જયસ્વાલની સદી બાદ રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 53-53 રનની અર્ધસદી ફટકારી હતી, જેના કારણે ટીમનો સ્કોર 396 સુધી પહોંચ્યો હતો. ઇંગ્લેન્ડે ભારતની પ્રથમ ઇનિંગના 224 રન સામે 247 રન બનાવીને 23 રનની લીડ મેળવી હતી. આ રીતે ઇંગ્લેન્ડને જીત માટે કુલ 374 રનનો લક્ષ્યાંક મળ્યો છે.


