WPL-2023: પ્રારંભિક મેચ મુંબઈ ઈન્ડિયન્સ-ગુજરાત જાયન્ટ્સ વચ્ચે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે મહિલાઓની પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (WPL)ની પ્રથમ આવૃત્તિનો કાર્યક્રમ ઘોષિત કર્યો છે. WPL-2023ની પ્રારંભિક મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે 4 માર્ચે નવી મુંબઈના ડી.વાઈ. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી મેદાન પર રમાશે.

WPL-2023ની તમામ 22 મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈના ડી.વાઈ. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. બંને સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે. જે દિવસે બે મેચ રમાવાની હશે ત્યારે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને બીજી 7.30 વાગ્યાથી શરૂ થશે.

એલિમિનેટર મેચ 24 માર્ચે પાટીલ સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.