અમે મેચ જીતવા તકો ઊભી ના કરી શક્યાઃ વિલિયમસન

દુબઈઃ છેલ્લાં છ વર્ષોમાં ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં ત્રીજી વાર હારનો સામનો કરનાર ન્યુ ઝીલેન્ડના કેપ્ટન કેન વિસિયમસને T20  વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયા પછી થોડા નિરાશ થયા હતા. તેમણે ફાઇનલમાં 173 રનનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમની ટીમ મેચમાં અનેક તકોનો ઊભી નહોતી કરી શકી. તેમણે ઓસ્ટ્રેલિયાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે એ ચેમ્પિયન બનવા માટે હકદાર હતી. ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું.

ગઈ કાલે ફાઇનલ જીતવા માટે અમે જે પ્રયાસ કર્યા હતા, એ ઉત્કૃષ્ટ હતા, અમારા પ્લેયરોએ કઈ કાલે મેચ જીતવા ભારે પ્રયાસ કર્યા હતા, પણ અમે સફળ નહોતા થયા. જોકે બોલ થોડો નરમ થયો હતો, પરંતુ કાંગારુ ટીમે લક્ષ્યનો પીછો કરવા માટે આકરી મહેનત કરી હતી અને તેઓ જીતી ગયા હતી, જેના તેઓ હકદાર હતા, એમ તેમણે કહ્યું હતું.

ફાઇનલની મેચની પિચ પર પ્રારંભમાં રન બનાવવા મુશ્કેલ હતા, કેમ કે પહેલી 10 ઓવરોમાં 57-1 હતી અને લક્ષ્યને પહોંચી વળવું મુશ્કેલ લાગી રહ્યું હતું, પણ કાંગારુ ક્રિકેટરો ઘણું સારું રમ્યા હતા.

તેમણે મેચમાં પોતાનું યોગદાન અને ટીમનો સ્કોર સારો ગણાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમ પર દબાણ આણવા પણ એ પર્યાપ્ત હતો, પણ અમારા બોલરો મહત્ત્વની વિકિટ નહોતા લઈ શક્યા. વાસ્તવ ઓસ્ટ્રેલિયાની ટીમ વાસ્તવમાં શાનદાર રમી હતી અને અમારા પર દબાણ આણ્યું હતું.