જયપુરના મેદાન પર ક્રિકેટ પ્રેમીઓએ જે જોયું, એ પરીકથાને પણ લજાવતું હતું. માત્ર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, બિહારની ભૂમિ પરથી આવેલા યુવાન બેટ્સમેન, તેણે IPLની ત્રીજી મેચમાં એવો વિસ્ફોટક પરફોર્મન્સ આપ્યો કે રેકોર્ડબુક હલાઈ ગઈ. ડેબ્યૂ મેચથી જ પોતાનું બળ રજૂ કરનાર વૈભવે હવે 35 બોલમાં સદી ફટકારીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. વિશ્વભરના નામચીન ક્રિકેટરોની સરખામણીમાં વૈભવની આ સિદ્ધિ એ અભૂતપૂર્વ છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવી મહાન હસ્તીઓ પણ એવી ઝડપે સદી ફટકારી નથી શક્યા.
આઇપીએલના ઇતિહાસમાં યૂસુફ પઠાણનો 37 બોલમાં બનેલો સદીનો રેકોર્ડ હવે પછડાયો છે. વૈભવ હવે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેની આ ઇનિંગ દરમિયાન તેણે 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જેનાથી તેમના ટોટલ રન સંખ્યા 101 સુધી પહોંચી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં આ સદી સૌથી ઝડપી હોવાનો દાવો પણ મજબૂત થયો છે. રાજસ્થાન ટીમને આ ઈનિંગના દમ પર એકતરફી જીત મળી અને વૈભવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
જોકે આ બધામાં સૌથી મોટી સિદ્ધિ એ છે કે વૈભવ IPLમાં સદી ફટકારનાર અને પ્લેયર ઓફ ધ મેચ બનનાર સૌથી નાનો ખેલાડી છે. આ રેકોર્ડ લાંબા સમય સુધી અકબંધ રહે તેવી શક્યતા છે. આ ઉંમરે આવી પરિપક્વતા અને દમદાર સ્ટ્રાઈકિંગ જોવા મળવું દુર્લભ છે. ક્રિકેટ જગતમાં હવે એક નવું નામ ઊભું થયું છે વૈભવ સૂર્યવંશી.
