કોરોના સંકટથી બચવા માટે ક્રિકેટ બોલ પર કદાચ વાપરી શકાશે ડિસઈન્ફેક્ટન્ટ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા જલ્દી જ આઈસીસી પાસેથી એ વાતની મંજૂરી લઈ શકે છે કે જેમાં મેચ બોલ પર ડિસઈન્ફેક્ટનો ઉપયોગ થઈ શકે છે. આનાથી પ્લેયર્સને કોરોના સંકટથી બચાવી શકાય છે. કોરોના બાદ જ્યારે બીજીવાર મેચ શરુ થશે તો આવામાં ખેલાડીઓની સુરક્ષા માટે રોજિંદા નવી-નવી પદ્ધતી સામે આવી રહી છે.

આઈસીસી ક્રિકેટ કમીટીએ એ આઈડિયાને નકારી દીધો છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, બોલને ચમકાવવા માટે લારનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ. ત્યારે આવામાં હવે ડિસઈન્ફેક્ટેડને લઈને જલ્દી જ ટેસ્ટ કરવામાં આવી શકે છે કે જેનાથી પ્લેયર્સની સુરક્ષાને વધારી શકાય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસીન મેનેજર એલેક્સ કાઉન્ટોરિસે કહ્યું કે, તેઓ પ્લેયર્સ માટે ગાઈડલાઈન્સ બનાવી રહ્યા છે. ત્યારે આવામાં એપણ કહેવાઈ રહ્યું છે કે, ક્રિકેટની શરુઆત આ વર્ષના અંતમાં થઈ શકે છે.

એલેક્સે કહ્યું કે, અમારી આઈસીસી સાથે વાત થઈ રહી છે કે જેમાં ઘણી વાત હજી બાકી છે. ત્યારે આવામાં આ કેટલું કારગર સાબિત થશે તે જોવાનું બાકી છે. અત્યારે બધુંજ ટેબલ પર છે. એલેક્સે આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પહેલા ઈગ્લેન્ડની મેચ થશે અને આવામાં રિઝલ્ટ સામે આવી શકે છે અને પછી અમે ઓસ્ટ્રેલિયાઈ મેચ દરમિયાન આનો ઉપયોગ કરી શકીએ છીએ.

એલેક્સે આગળ કહ્યું કે, તેમને આઈસીસી સાથે કામ કરવાની તક મળી રહી છે અને આવામાં અમને આશા છે કે બધું જ સારુ થશે. પ્લેયર્સને સુરક્ષિત રાખવા માટે અમે દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યા છીએ. કોરોના સંકટને જોતા જ્યારે ક્રિકેટની શરુઆત થશે ત્યારે પ્લેયર્સને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે કે, કોઈપણ પોતાની કિટ કોઈની સાથે બદલે નહી. તમામ પૂર્ણ રીતે સેનેટાઈઝ કરશે.