IPL ટીમના બોસ, જે છે 33,000 કરોડના સામ્રાજ્યના ઉત્તરાધિકારી, મળો…

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મોટા ભાગની ટીમોની માલિકી વિશ્વના કેટલાક મોટા શ્રીમંત કોર્પોરેટ ગ્રુપો પાસે છે.સન રાઇઝર્સ પણ (SRH) પણ એમાંથી બાકાત નથી, કેમ કે એને 2012માં ડેક્કન ક્રોનિકલથી રૂ. 33,000 કરોડનો બિઝનેસ સંભાળતાં સન ગ્રુપ દ્વારા પાછી લેવામાં આવી હતી. એ જ વર્ષે ટીમનું નામ ડેક્કન ચાર્જર્સથી બદલીને સનરાઇઝર્સ હૈદરાબાદ કરવામાં આવ્યું હતું.

છેલ્લાં કેટલાંક વર્ષોથી SRHના CEO અને સહમાલિક કાવ્યા મારન છે. એ સન ગ્રુપના માલિક કનાનિધિ મારનનાં પુત્રી છે. તેઓ IPL નિયમિત જુએ છે. હાલના દિવસોમાં તે નિયમિત લિલામીમાં ટીમના કોચો અને સહયોગી કર્મચારીઓ સાથે સીઝનની વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત છે. તેમને વર્ષ 2018માં ટીમના CEO નીમવામાં આવ્યાં હતાં.

કોણ છે કાવ્યા મારન?

કલાનિધિ મારન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરાસોલી મારનના પુત્ર ને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ. કરુણાનિધિના ભત્રીજા છે. કલાનિધિ મારનનાં લગ્ન કાવેરી સથે થયાં છે અને તેમનાં પુત્રી કાવ્યા મારન છે.

કાવ્યા મારને ચેન્નઈથી સ્ટેલા મેરિસ કોલેજમાંથી કોમર્સની ડિગ્રી લીધી છે. એ સાથે તેમણે UKની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી MBA પણ કર્યું છે. તે દેશની સૌથી વધુ સેલેરી મેળવતા બિઝનેસ મહિલાઓમાંનાં એક છે. તેમની કુલ સંપત્તિ આશરે રૂ. 409 કરોડ છે, પણ તેઓ સન ગ્રુપનાં એકમાત્ર ઉત્તરાધિકારી પણ છે, જેની અંદાજિત કિંમત આશરે રૂ. 33,000 કરોડ છે. તેમ રિપોર્ટ કહે છે. તેઓ સન ટીવી નેટવર્ક બિઝનેસમાં પણ સક્રિય છે.