સલમાનને મળવાનું સપનું સાકાર થયું: મીરાબાઈ ચાનુ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાને ટોક્યો ઓલિમ્પિક 2020માં 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસલ કરનારી ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુની સાથે એક ફોટો શેર કરીને ફેન્સને આશ્ચર્યમાં મૂક્યા હતા. તેણે કુલ 202 કિલો વજન (87 કિલો+115 કિલો) ઉપાડ્યું હતું. સલમાને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે મીરાબાઈને ગળે લગાવી હતી. અને કેપ્શનમાં લખ્યું હતું કે ઓલિમ્પિકમાં તેની જીત પર અભિનંદન. સુલતાનના એક્ટરે લખ્યું હતું કે સિલ્વર મેડલ વિજેતા @mirabai_chanu સાથે યાદગાર મુલાકાત, શુભકામના… હંમેશ માટે શુભેચ્છાઓ.

આ ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો. મીરાબાઈએ ફોટો શેર કરીને ખુલાસો કર્યો હતો કે તે સલમાન ખાનની બહુ મોટી ફેન છે અને તેને મળવાનું એક સપનું સાચું થયું. થેન્ક યુ, @BeingSalmanKhan sir. હું તારી બહુ મોટી ફેન છું અને આ મારા માટે એક સપના જેવું છે. આ પહેલાં એક ઇન્ટરવ્યુમાં મીરાબાઈએ કબૂલ કર્યું હતું કે તે સલમાન ખાનની એક ફેન છે.

સલમાન ખાને ફોટોમાં બ્લેક રંગની ટી-શર્ટ પહેર્યું છે અને ગળમાં હાથી દાંતની શાળ પહેરી છે, જ્યારે મીરાબાઈએ પિન્ક રંગનું શર્ટ પહેર્યું છે અને કેમેરા સામે જોઈને સ્મિત કરી રહી છે.

આ અગાઉ એક્ટર અનુષ્કા શર્મા, અનિલ કપૂર અને અભિષેક બચ્ચન સહિતના કલાકારોએ મીરાબાઈ ચાનુને ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]