ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનો વિશ્વ રેન્કિંગમાં બીજો ક્રમાંક

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા વિશ્વ રેન્કિંગમાં 1315 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે આવી ગયો છે. નીરજ ચોપડાએ સાત ઓગસ્ટે ઇતિહાસ રચ્યો હતો, કેમ કે ઓલિમ્પિકમાં ટ્રેક અને ફીલ્ડમાં ગોલ્ડ મેડલ જીતનાર દેશનો પહેલો ખેલાડી બન્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ઓલિમ્પિક પહેલાં તે 16મા સ્થાન પર હતો, જ્યારે પહેલા સ્થાન પર જર્મનીનો ભાલાફેંક ખિલાડી જોહનેસ વેટર છે, જેના 1396 પોઇન્ટ છે.

ઓલિમ્પિકમાં સ્ટાર એથ્લીટના ઐતિહાસિક ગોલ્ડન થ્રો- વિશ્વ એથ્લિટિક્સ દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ (ટ્રેક એન્ડ ફીલ્ડ)માં દ્વારા 10 મેજિકલ મોમેન્ટને લિસ્ટ કરવામાં આવી હતી.

વિશ્વ એથ્લેટિક્સ વેબસાઇટમાં ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતના પહેલા એથ્લેટિક્સ ગોલ્ડ મેડલિસ્ટ બનવાની પ્રક્રિયાથી નીરજ ચોપડાની પ્રોફાઇલને ચાર ચાંદ લાગી ગયા હતા. સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર નીરજના 1,43,000 ફોલોઅર્સ હતા, પણ હવે તેના 32 લાખ ફોલોઅર્સ છે, જેથી તે વિશ્વમાં સૌથી વધુ ફોલો કરનારો ટ્રેક એન્ડ ફીલ્ડ એથ્લીટ બની ગયો છે. તે હજી પણ ગર્વ અનુભવી રહ્યો છે, એમ તેણે પોસ્ટ કર્યું હતું – તેણે ભારતવાસીઓ અને વૈશ્વિક લોકોને ટેકો આપવા અને શુભેચ્છાઓ આપવા આભાર માન્યો હતો, આ ક્ષણ હંમેશાં મને યાદ રહેશે, એમ તેણે જણાવ્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]