ટીમ ઇન્ડિયા જૂનમાં આયર્લેન્ડના પ્રવાસે બે T20 રમશે

ડબલિનઃ આયર્લેન્ડના ક્રિકેટરો ભારત સામે વ્હાઇટ બોલથી સિરીઝ રમશે. આ ઉપરાંત તેઓ બે મહિનાના સમયગાળામાં ન્યુ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે પણ મેચ રમશે. તેઓ ટીમ ઇન્ડિયા સામે 26 જૂન અને 28 જૂને એમ બે મેચ મલાહાઇડમાં T20 મેચ રમશે. આયર્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્થળોએ 13 મેચો રમાશે. આ સાથે દક્ષિણ આફ્રિકા સામે આયર્લેન્ડની ટીમ બ્રિસ્ટલમાં બ્રિટસ્લ કન્ટ્રી ગ્રાઉન્ડમાં મેચનું આયોજન કરવામાં આવશે.

આ સાથે આયર્લેન્ડના ક્રિકેટરો અને ન્યુ ઝીલેન્ડની ટીમની વચ્ચે ત્રણ ODI રમાશે, જે ICC વર્લ્ડ કપ સુપર લીગનો એક ભાગ હશે- જે આયર્લેન્ડને 2023 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન કેમ્પેન માટે મહત્ત્વપૂર્ણ મેચ હશે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ 2018માં આયર્લેન્ડના મલાહાઇડમાં ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં બે મેચો રમી હતી. એ વખતે ઉનાળાની સીઝન હતી.

આ સાથે અફઘાનિસ્તાનની સામે પાંચ T20i મેચોની સિરીઝને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તારીખો અને સ્થળોની જાહેરાત કરવામાં આવશે. વર્ષ 2022ના ઉનાળામાં આયર્લેન્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે તૈયાર છે, જેથી આઇરિશ ક્રિકેટના ફેન્સ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ક્રિકેટરોને રમતા જોવાનો આનંદ લઈ શકશે, એમ આયર્લેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ વોરેન ડ્યુટ્રોમે કહ્યું હતું.

અમે 2018 પછી ભારતીય ક્રિક્ટરોનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ, તેઓ ODIની પહેલા ક્રમાંકની ટીમ છે. જેથી તેમની સામે રમવા અમે આતુર છીએ.