ટીમ ઈન્ડિયા આ ત્રણ દેશો સામે રમશે આગામી મેચ, BCCIએ જાહેર કર્યું શેડ્યૂલ

ભારતીવાસીઓ પર IPL 2025નો ફિવર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે BCCIએ આંતરરાષ્ટ્રીય મેચોની તારીખો જાહેર કરી દીધી છે. આ ટાઈમ ટેબર મુજબ ભારતીય ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે વિવિધ મેચો રમશે. જણાવી દઈએ કે IPL બાદ સૌ પ્રથમ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયના પ્રવાસે જશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં મેચ રમશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવશે. આ બંને દેશો સાથે ભારતની ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મેચ રમાશે. આ દરમિયાન કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.

India vs West Indies: ઓક્ટોબરની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવશે. બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. બીજી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ અને 10 ઓક્ટોબરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં બીજી ટેસ્ટ રમાશે.

India vs South Africa: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે. ત્યાંથી પરત ફર્યા બાદ સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. બને દેશો વચ્ચે 14 નવેમ્બરે દિલ્હીમાં પ્રથમ ટેસ્ટ, 22 નવેમ્બરે ગુવાહાટીમાં બીજી ટેસ્ટ રમાશે. ત્યારબાદ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન ત્રણ વન-ડે મેચ રમાશે. પછી 9 ડિસેમ્બરથી પાંચ મેચોની ટી20 સિરિઝ શરૂ થશે.

India vs Australia: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈને કુલ 8 મેચો રમશે. બંને દેશો વચ્ચે ત્રણ વન-ડે મેચ અને પાંચ ટી-20 મેચ રમાશે. આ અંગે બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત પણ કરી છે.

  • પ્રથમ વન-ડે – 19 ઓક્ટોબર : પર્થ સ્ટેડિયમ, પર્થ
  • બીજી વન-ડે – 23 ઓક્ટોબર: એડિલેડ ઓવલ, એડિલેડ
  • ત્રીજી વન-ડે – 25 ઓક્ટોબર: SCG, સિડની
  • પ્રથમ ટી20 – 29 ઓક્ટોબર: મનુકા ઓવલ, કેનબેરા
  • બીજી ટી20 – 31 ઓક્ટોબર: MCG, મેલબોર્ન
  • ત્રીજી ટી20 – 2 નવેમ્બર: બેલેરીવ ઓવલ, હોબાર્ટ
  • ચોથી ટી20 – 6 નવેમ્બર: ગોલ્ડ કોસ્ટ સ્ટેડિયમ, ગોલ્ડ કોસ્ટ
  • પાંચમી ટી20 – 8 નવેમ્બર: ધ ગાબા, બ્રિસ્બેન

આપને જણાવી દઈએ કે, 2026માં ભારત-શ્રીલંકાની યજમાની હેઠળ ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2026) યોજાવાનો છે. આ ટુર્નામેન્ટનું આયોજન ફેબ્રુઆરી અને માર્ચમાં કરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી ટુર્નામેન્ટનું શેડ્યૂલ પણ જાહેર કરાયું નથી અને તમામ ટીમોના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ મુજબ ટી20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે.