મેલબોર્નઃ આજે અહીં સુપર-12 તબક્કામાં આખરી ગ્રુપ-2 મેચમાં ઝિમ્બાબ્વેને 71-રનથી હરાવીને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચી છે. હવે 10 નવેમ્બરે એડીલેડમાં એનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. પહેલી સેમી ફાઈનલ 9 નવેમ્બરે રમાશે જેમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.
ભારતે આજની મેચમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન કર્યા હતા. તેના જવાબમાં, ઝિમ્બાબ્વે ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 25 બોલમાં 6 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 61 રન કરીને નોટઆઉટ રહેલા સૂર્યકુમાર યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ટ્રોફી આપવામાં આવી હતી.