2018ની આઈપીએલ, સ્થાનિક ક્રિકેટ સ્પર્ધાઓ માટેના રાઈટ્સ સ્ટાર ઈન્ડિયાએ મેળવ્યા

મુંબઈ – સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 2018ના વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) તથા 2018-19ની મોસમ માટે બીસીસીઆઈ દ્વારા આયોજિત સ્થાનિક ક્રિકેટ સ્પર્ધાઓ માટેના ઓડિયો-વિઝ્યુ્લ પ્રોડક્શન સર્વિસીસ માટેના અધિકારો મેળવ્યા છે.

 

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)એ આઈપીએલ સીઝન 2018 તથા 2018-19 માટેની ડોમેસ્ટિક સીઝન માટેની તમામ મેચોના લાઈવ પ્રોડક્શન સંબંધિત સેવાઓ માટે રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મગાવી હતી.

તે રાઈટ્સ અંતે સ્ટાર ઈન્ડિયાએ જીત્યા છે.

બીસીસીઆઈ અને સ્ટાર ઈન્ડિયા વચ્ચેનો સર્વિસ એગ્રીમેન્ટ તથા કોન્ટ્રાક્ટની મુદત આઈપીએલ 2018 તથા ડોમેસ્ટિક સીઝનની એક મોસમ (2018-19) માટેનો છે. આ કરારની મુદત લંબાવવાનો અધિકાર બીસીસીઆઈ પાસે રહેશે.