સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ-2022માં બેડમિન્ટન સિંગલ્સનો ગોલ્ડ જીત્યો

બર્મિંઘમઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે કેનેડાની હરીફને ફાઈનલમાં હરાવીને 22મી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સનો સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. ઓલિમ્પિક્સ મેડલ-વિજેતા સિંધુએ કેનેડાની મિચેલી લીને 21-15 21-13 સ્કોરથી હરાવી હતી.

વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ સિંગલ્સ હરીફાઈમાં તેનો આ પહેલો જ ગોલ્ડ મેડલ જીત્યો છે. 2016ની રિયો ડી જેનેરો ઓલિમ્પિક્સમાં તેણે રજત ચંદ્રક જીત્યો હતો જ્યારે 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં એણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]