નવી દિલ્હીઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પેસર મોહમ્મર સિરાઝની ભારોભાર પ્રશંસા કરી છે. સચિન કહ્યું હતું કે સિરાઝના પગમાં સ્પ્રિંગ છે. સિરાઝે તેનો આભાર માન્યો છે. ભારતે 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાની સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. સિરાઝે સિરીઝ પહેલાં સચિનના શબ્દો સિરાઝે મોટી પ્રેરણા બતાવ્યા હતા. તેણે વચન આપ્યું હતું કે તે ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાના પ્રયાસ કરશે.
સિરાઝે ટ્વીટ કર્યું હતું કે આભાર, સચિન સર. આ મારા માટે બહુ પ્રેરણાદાયી નિવેદન છે. હું હંમેશાં દેશ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. તમે સ્વસ્થ રહો, સર.
Thank you @sachin_rt sir for this . It is a huge motivation for me coming from you .. I will always do my best for my country .stay well sir https://t.co/3qJrCBkwxm
— Mohammed Siraj (@mdsirajofficial) December 22, 2021
સચિને જણાવ્યું હતું કે તેને સિરાઝની કઈ બાબત પસંદ છે. માસ્ટર બ્લાસ્ટરને સૌથી વધુ સિરાઝની સ્ફૂર્તિ પસંદ આવી હતી. સિરાઝ જ્યારે પણ બોલિંગ કરે છે, ત્યારે તેની બોડી લેંગ્વેજ જબરદસ્ત હોય છે. એ અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે કે તે દિવસની પહેલી ઓવર ફેંકી રહ્યો છે છે છેલ્લી.
સચિને બોરિયા મજૂમદારના શોમાં બેકસ્ટેજ વિથ બોરિયામાં કહ્યું હતું કે તમે તેનો રનઅપની સ્ફ્રૂર્તિને જુઓ, તે પૂરી એનર્જી સાથે હોય છે.સિરાઝની પ્રશંસા કરતાં સચિને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં ડેબ્યુ કરતાં તેણે બહુ પરિપક્વતા બતાવી હતી. સિરાઝે મેચમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં બે અને બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ લીધી હતી. તે ઝડપથી શીખતો બોલર છે. જ્યારે પણ હું તેને જોઉં છું તો એ કંઈક નવું લઈને આવે છે.