નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ મંત્રાલયે હાલમાં યોગની રમતને માન્યતા આપી છે. આ રમતને ‘ખેલો ઇન્ડિયા ગેમ્સ’માં સામેલ કરવામાં આવી છે. ગયા મહિને સ્પોર્ટ્સ મંત્રાલયે માન્યતા પ્રાપ્ત નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન (NYESF)એ કામ શરૂ કરી દીધું છે. મધ્ય પ્રદેશમાં ચોથીથી 19 માર્ચ દરમ્યાન રાજ્ય સ્તરીય ઓનલાઇન યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થશે.
યોગાસન સ્પોર્ટ્સ મંત્રાલયથી માન્યતા પ્રાપ્ત રમત છે. જોકે પ્રાણાયમ-ધ્યાનને એનાથી અલગ રાખવામાં આવ્યા છે. છ વય જૂથોમાં આ સ્પર્ધા થશે. બાળક સબ-જુનિયર (10-15 વર્ષ), જુનિયર (15-20 વર્ષ), સિનિયર (20-28 વર્ષ) કિશોરી (સબ-જુનિયર) (9-14 વર્ષ), જુનિયર (14-19 વર્ષ), સિનિયર (19-27 વર્ષ)નો સમાવેશ થાય છે.
યોગ્યતા રાઉન્ડઃ NYESFથી સંબંધિત સહભાગી ભાગ લઈ શકે છે. સિલેબસમાં નક્કી સાત (નટરાજ, ચક્રાસન, પશ્ચિમોત્થાન, સર્વાગાસન, ભૂ-નમસ્કાર, એક પગે સિરાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન)માંથી પાંચ આસન કરતાં 10-10 સેકન્ડનો વિડિયો) યુ-ટ્યૂબ પર અપલોડ કરવાનો રહેશે. એની લિન્ક યોગ્યતાના ફોર્મમાં ભરીને ઓનલાઇન સુપરત કરવાનું રહેશે.
ક્વાર્ટર-ફાઇનલઃ યોગ્યતા રાઉન્ડના સહભાગીઓ સિવાય રાજ્ય-નેશનલના મેડલ વિજેતામાંથી મહત્તમ 70 સહભાગીઓને એન્ટ્રી આપવામાં આવશે.
સેમી-ફાઇનલઃ રાઉન્ડમાં સહભાગીઓને ચાર ફરજિયાત અને ત્રણ વૈકલ્પિક આસન કરવાના રહેશે. આ રાઉન્ડમાં 10 સહભાગીઓને ફાઇનલમાં પસંદ કરવામાં આવશે.
ફાઇનલઃ રાઉન્ડમાં સહભાગીને બે ફરજિયાત અને પાંચ વૈકલ્પિક આસન કરવાના રહેશે. ટોપ ત્રણને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મળશે.
ફરજિયાત આસનની સ્કોરિંગ 10 પોઇન્ટની રહેશે. વૈકલ્પિક આસનોને A, B, C કેટેગરીમાં વહેંચવામાં આવશે. A માટે 11, B માટે 12 અને C માટે 13 પોઇન્ટની સ્કોરિંગ કરવામાં આવશે.
પાંચ જજ રેફરી રહેશે, સ્કોરિંગ સોફ્ટવેરથી થશે. જજ અલગ—અલગ પોઇન્ટ આપશે. સોફ્ટવેર સૌથી વધુ અને સૌથી ઓછો સ્કોરને દૂર કરીને સ્કોરનું ટોટલ કરીને શીટમાં નાખવામાં આવશે.