પેરા-એથ્લીટ પ્રવીણકુમારે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લીટોએ કમાલ કરી છે. પેરા-એથ્લીટ પ્રવીણકુમારે શુક્રવારે હાઇ જમ્પ T-44માં 2.07 મીટરનો જમ્પ મારીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. એ ભારતીય ટીમનો ટોક્યો પેરાલિમ્પિકમાં 11મો અને હાઇ જમ્પમાં ચોથો મેડલ છે.

18 વર્ષીય પ્રવીણે પુરુષ હાઇ જમ્પ મારીને દેશને 11મો મેડલ અપાવ્યો હતો. એ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં હાઇ જમ્પમાં ભારતનો છઠ્ઠો સિલ્વર મેડલ છે.

પેરા-ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ઇતિહાસ રચ્યો છે. ભારતે પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ, છ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ પહેલાં ભારતીય ટીમે 2016માં રિયોમાં બે ગોલ્ડ સહિત ચાર મેડલ જીત્યા હતા. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ગ્રેટ બ્રિટનના બ્રુમ-એડવર્ડ્સ જોનાથન (2.10 મીટર)ને નામે રહ્યો હતો, જ્યારે બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિએજો (2.04 મીટર)એ જીત્યો હતો.

ભારતના અવની લેખરા અને સુમિત અંતિલે પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]