મેલબોર્નમાં ઊલટો ઝંડો લહેરાવતો પાકિસ્તાની ફેન ટ્રોલ

મેલબોર્નઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં ઐતિહાસિક મેચ રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2022ની સુપર 12 મેચોમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર દેખાવ કરીને મેચને જિતાડી હતી. એ મેચની કેટલીક ક્ષણો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ હતી. આ મેચની એક ક્ષણ એવી હતી, જેમાં એક ભારતીયે પાકિસ્તાની ફેનને ટ્રોલ કરી દીધો હતો અને એ સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો.

આ વાઇરલ વિડિયો 23 ઓક્ટોબરનો ભારત અને પાકિસ્તાની મેચનો છે. એ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક પાકિસ્તાની ફેન ભારત-પાકિસ્તાનની મેચમાં ઝંડો લહેરાવ્યો હતો, પણ એ ઊલટો ઝંડો લહેરાવ્યો હતો. એક ભારતીય દર્શકે એ શખસને વારંવાર યાદ અપાવી હતી કે ઊલટો ઝંડો પકડ્યો છે, પણ ભીડ અને શોરને કારણે તે સાંભળી નહોતો શકતો. પછી વારંવાર તેને ફરી ટોકતાં તેને સમજમાં આવ્યું હતું કે ઝંડો ઊલટો છે.

પાકિસ્તાની ફેને જેવો ઝંડો સીધો કર્યો, ત્યારે ભારતીય ફેન્સ હસવા લાગ્યા હતા અને તરત બોલ્યા હતા કે આમને કાશ્મીર જોઈએ. આ વિડિયો ઝડપથી સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. સોશિયલ મિડિયા પર લોકોએ લખ્યું હતું કે એક તો પાકિસ્તાનના આટલા બૂરા હાલ થયા છે, એમાં ઉપરથી આવી ઘટનાઓ બને છે.

ટીમ ઇન્ડિયા તરફથી વિરાટ કોહલીએ નોટઆઉટ 53 બોલમાંથી 82 રનોની ઇનિંગ્સ રમી હતી. T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 સ્ટેજ પર ભારતનો પ્રારંભ જીત સાથે થયો હતો. ટીમ ઇન્ડિયાના ગ્રુપ સ્ટેજ પર હજી ચાર મેચ રમવાની છે.