બીજિંગ વિન્ટર-ઓલિમ્પિક સ્થગિત કરવાનું હાલ કારણ નથીઃ IOC

બીજિંગઃ વિન્ટર ઓલિમ્પિક યોજાવાને માત્ર હવે 55 દિવસની વાર છે, ત્યારે કોરોના વાઇરસના નવા ટેન્શન છતાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ વિન્ટર ઓલિમ્પિક પાછળ ઠેલાવાની શક્યતાને હાલ નકારી કાઢી હતી. આ પહેલાં ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સને નિયત તારીખ કરતાં પાછળ ઠેલવી પડી હતી. બીજિંગ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ ચોથી ફેબ્રઆરી, 2022એ યોજાવાની છે.

IOCએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને સ્થગિત કરવી પડી હતી, જે જુલાઈ,2020માં આયોજિત થવાની હતી, પણ એ જુલાઈ-ઓગસ્ટ, 2021માં આયોજિત કરવામાં આવી હતી.

વિન્ટર ઓલિમ્પિક નિયત તારીખે યોજાશે, એ પાઠળ ઠેલાવાની સંભાવના નથી, કેમ કે બીજિંગ વિન્ટર ગેમ્સ માટે ચીની અધિકારીઓએ જે ક્લોઝ્ડ લૂપ સિસ્ટમ લગાવી છે એ બહુ સુરક્ષિત છે અને કોઈ પણ ઘટનાને પહોંચી વળવા સક્ષમ છે, એમ IOC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ક્રિસ્ટોફર દુબીએ કહ્યું હતું.  

નહીં, ભૂતકાળના અનુભવોથી અમે શીખ્યા છીએ કોરોના રોગચાળા મામલે આપણે સાવધ રહેવું પડશે અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. ક્લોઝ્ડ લૂપ સિસ્ટમ બધી સ્થિતિઓને નિયંત્રિત કરી શકે છે, કોરોનાનું સંક્રમણ નહીં વધે એવું અમે નથી કહેતાં, પણ કોરોનાને અંકુશમાં રાખવા યોજના બનાવવામાં આવી છે અને એના માટે કામ કર્યું છે. ક્લોઝ્ડ લૂપ સિસ્ટમ બધી પરિસ્થિતિને સંભાળવા માટે સક્ષમ છે.

બીજિંગ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ માટે આપણે સાવધ રહેવા સાથે સુરક્ષિત રહેવું પડશે અને આ વખતે આ આયોજનમાં વધુ ચોકસાઈ રાખવી પડશે, એમ આ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સના IOC કોર્ડિનેશન કમિશનના ચેરમેન જુઆન ઓન્ટોનિયો સમારંચ જુનિયરે કહ્યું હતું.