પત્ની સાથે પુનર્મિલનની તમામ આશા સમાપ્ત થઈ ગઈઃ મોહમ્મદ શમી

કોલકાતા – ભારતના ક્રિકેટ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું છે કે પત્ની હસીન જહાં સાથેનો આપસનો ઝઘડો સમાપ્ત કરી લગ્નજીવનને બચાવવાની મેં તમામ કોશિશ કરી છે, પરંતુ હવે હસીન જહાં સાથે પુનર્મિલન થવાની પોતાની બધી આશા મરી પરવારી છે.

શમીએ જણાવ્યું છે કે લગ્નજીવન બચાવવાની જ્યારે માત્ર 1 ટકો તક હતી ત્યારે પણ મેં પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે હસીન ઈચ્છે છે કે મામલો માત્ર અદાલતમાં જ પતાવવો જોઈએ.

શમીએ સત્તાવાળાઓને વિનંતી કરી છે કે તેઓ પોતાની સામે કરવામાં આવેલા આક્ષેપોમાં યોગ્ય રીતે તપાસ કરાવે.