ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે 10મા દિવસે મહિલાઓની બોક્સિંગની રમતમાં, 45-48 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં ભારતનાં અનુભવી બોક્સર મેરી કોમે નોર્ધર્ન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓ’હારાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલાં મેરી કોમે આ મુકાબલો 30-27, 30-27, 29-28, 30-27, 20-27 સ્કોરથી જીત્યો છે.
મણીપુરના ઈમ્ફાલનાં રહેવાસી મેરી કોમ બે સંતાનોનાં માતા છે. એ રાજ્યસભાનાં સદસ્ય પણ છે.
મેરી કોમે આ પહેલી જ વાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.