ઈંગ્લેન્ડ-પ્રવાસ પૂર્વે હરમનપ્રીતકૌરે બતાવ્યું નવું ટેસ્ટ જર્સી

મુંબઈઃ ભારતની સિનિયર મહિલા ક્રિકેટરો જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં ગૃહ ટીમ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. ટીમની વાઈસ-કેપ્ટન અને બેટ્સવુમન હરમનપ્રીત કૌરે નવું ટેસ્ટ જર્સી પહેરેલી તેની તસવીર પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે અને લખ્યું છેઃ ‘મને તો આ બહુ જ ગમે છે.’ એણે પોતાનો પાછળની બાજુનો ફોટો પણ શેર કર્યો છે અને તેની પરથી દરેક જણ જાણી શક્યું છે કે એની જર્સીનો નંબર 7 છે. ભારત અને ઈંગ્લેન્ડની મહિલાઓ 16 જૂનથી ચાર-દિવસની એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ બાદ બંને ટીમ વચ્ચે 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમાશે.

ટેસ્ટ, વન-ડે માટે ભારતની સિનિયર મહિલા ટીમઃ મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), પૂનમ રાઉત, પ્રિયા પુનિયા, દીપ્તી શર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, શેફાની વર્મા, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), ઈન્દ્રાણી રોય (વિકેટકીપર), જુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એક્તા બિશ્ટ, રાધા યાદવ.

ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ભારતની સિનિયર મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તી શર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા, રિચા ઘોષ, હાર્લીન દેઓલ, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), ઈન્દ્રાણી રોય (વિકેટકીપર), શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એક્તા બિશ્ટ, રાધા યાદવ, સિમરન દિલ બહાદુર.