ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ચાલી રહી છે. આ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીયો નથી રમી રહ્યા. જેમાના એક ઈજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સનું નામ પણ સામેલ છે. આ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કમિન્સ માને છે કે હાઇબ્રિડ મોડેલ મુજબ રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતને દુબઈના એક સ્થળે રમવાનો ફાયદો મળી રહ્યો છે, જ્યારે અન્ય ટીમોએ તેમના ગ્રુપ સ્ટેજ મેચ પાકિસ્તાનના અલગ અલગ સ્થળોએ રમવા પડશે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ભારતે સુરક્ષાના કારણોસર ટુર્નામેન્ટના યજમાન પાકિસ્તાનની યાત્રા કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, હાઇબ્રિડ મોડેલ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે મુજબ ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે પણ દુબઈમાં રમાશે. કમિન્સ માન એ કહ્યું કે ‘ટુર્નામેન્ટમાં આયોજનમાં ભારતની તમામ મેચ એક જ મેદાનમાં હોવાી તેમને આ રમવાનો સ્પષ્ટ ફાયદો થાય છે.’ વધુમાં તેમણે કહ્યું ‘ભારતની ટીમ પહેલેથી જ ખૂબ જ મજબૂત છે અને તેમને તેમની બધી મેચ એક જ સ્થળે રમવાનો સ્પષ્ટ ફાયદો પણ છે.’ ભારતે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે સરળ જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં, સ્ટીવ સ્મિથ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેઓ તેમના ત્રણ પ્રીમિયમ બોલરો (પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ) વગર ભાગ લઈ રહ્યા છે. તેણે પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, પગની ઘૂંટીની ઈજાને કારણે, કમિન્સ ઘરેથી આ ટુર્નામેન્ટ જોઈ રહ્યો છે. તે આવતા મહિને IPL સાથે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાનું લક્ષ્ય ધરાવે છે.
