નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર-વિરોધી એકમના પ્રમુખ અજિત સિંહે કહ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી ટુર્નામેન્ટ માટે કોઈ ખાસ (ભ્રષ્ટાચાર માટે) પગલાં લેવામાં નથી આવ્યાં. IPLની 13મી ટુર્નામેન્ટ મૂળ માર્ચમાં આયોજિત કરવામાં આવી હતી, પણ કોવિડ-19 રોગચાળાને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે હવે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાવાની છે.
IPL માટે વિશેષ ઉપાય નથી
શું IPL-13ની મેચો સૌથી સુરક્ષિત વાતાવરણમાં રમાડવામાં આવી રહી છે, ત્યારે તેમણે કહ્યું હતું કે આ વખતની સ્પર્ધા સુરક્ષિત વાતાવરણમાં રમાઈ રહી છે.
સૌથી સુરક્ષિત વાતાવરણ
આ પહેલાં ACUના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ એ નથી કહી શકતું કે IPLની મેચો સૌથી સુરક્ષિત વાતાવરણમાં રમાવાની છે, પણ ભ્રષ્ટાચારવિરોધી દ્રષ્ટિકોણથી રમાવાની છે, કેમ કે ટીમો, સહયોગી કર્મચારીઓ અને બહારના લોકો વચ્ચે કોઈ વાતચીત નથી થવાની.
IPL ટુર્નામેન્ટ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત
આ મોસમમાં IPL ટુર્નામેન્ટ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત થવાની છે અને એમાં કોઈ ગડબડ નથી થવાની, એમ તેમણે કહ્યું હતું.
IPL-13 ટુર્નામેન્ટ 53 દિવસ માટે આયોજિત કરવામાં આવી છે, જે દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાવાની છે, જેના માટે ટીમો 20 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત પહોંચી રહી છે.