IPL-2024: હાર્દિક પંડ્યા ફરીથી મુંબઈ ઇન્ડિયન સાથે જોડાશે!

નવી દિલ્હીઃ IPL 2024ને લઈને ચોંકાવનારા સમાચાર છે.ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એક વાર જૂની ટીમ તરફ પ્રયાણ કરે એવી શક્યતા છે. હાર્દિકની હવે તેની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી નક્કી છે.

અહેવાલો મુજબ મુંબઈને ટ્રેડ વિન્ડોથી ટીમમાં સામેલ કરે એવી શક્યતા છે. જોકે આ બાબતે સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર સુધી કરવામાં આવશે, કેમ કે 26 નવેમ્બર ટ્રેડ વિન્ડો દ્વારા ખેલાડીઓની અદલાબદલી કરવાની છેલ્લી તારીખ છે.  વર્ષ 2015માં હાર્દિકે IPL કેરિયરનો પ્રારંભ મુંબઈ ઇન્ડિયનમાંથી કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનીને હાર્દિકે ટીમને પહેલી સીઝનમાં ચેમ્પિયન બનાવી હતી. 2023માં હાર્દિકે ટીમને ફાઇનલમાં પણ પહોંચાડી હતી. હવે હાર્દિક ઘર વાપસી કરે એવી શક્યતા છે.

: IPLની હરાજી નજીક આવી રહી છે તેની સાથે-સાથે તમામ ફ્રેન્ચાઇઝીમાં ઝડપથી ટ્રેડિંગ ચાલી રહ્યું છે. હવે અફવાઓના બજર પણ ગરમ છે કે જલદીથી હાર્દિક પંડ્યા તેની પહેલી આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનમાં પરત આવી શકે છે.

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હાર્દિકને ટ્રેડ કરવા માટે ગુજરાત ટાઈટન્સ સાથે વાતચીત ચાલી રહી છે. તેથી જો હાર્દિક મુંબઈ આવે છે તો તેની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવી શકાય છે. બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સ પણ રોહિત શર્મા માટે અલગ પ્રકારનો રોલ તૈયાર કરી રહી છે. આ સ્થિતિમાં કદાચ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચરમાંથી કોઈ એકને બહાર થવાનો વારો આવે. રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ IPL ટાઈટલ જીત્યા છે, એટલે મુંબઈ મેનેજમેન્ટ માટે આવો નિર્ણય લેવો કોઈ સરળ કામ નથી.

હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પણ આ ટીમ દ્વારા જ કરી હતી, એ સમયે તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યો હતો. દર વર્ષે સારા પ્રદર્શન બતાવતાં વર્ષ 2016માં તેને ટીમ ઇન્ડિયામાં જવા માટે દરવાજા ખૂલી ગયા હતા.