ક્રિકેટરસિયાઓ યૂએઈના સ્ટેડિયમોમાં-બેસીને IPL-2021 મેચો જોઈ શકશે

મુંબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2021ના બીજા ચરણની મેચોને ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમમાં બેસીને જોઈ શકશે. વિવો-આઈપીએલ-2021ની બીજા ચરણની મેચોનો આરંભ 19 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચમાં વર્તમાન ચેમ્પિયન અને પાંચ વખત ચેમ્પિયન બનનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને ત્રણ વખત ચેમ્પિયન બનનાર ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આઈપીએલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે ક્રિકેટચાહકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકશે. ટિકિટ બુકિંગ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. ક્રિકેટચાહકો www.iplt20.com વેબસાઈટ પરથી સ્પર્ધાના બીજા ચરણની મેચોની ટિકિટો ખરીદી શકશે. ટિકિટો PlatinumList.net પરથી પણ ખરીદી શકાશે. મેચો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે અને યૂએઈ સરકારના નિયમોને ધ્યાનમાં લઈને સ્ટેડિયમોમાં બેઠકોની સંખ્યા મર્યાદિત રખાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]