ફરદીન ખાનનું ‘કમબેક’: રિતેશ સાથે ફરી કામ કરશે

મુંબઈઃ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સિલ્વર સ્ક્રીનથી ગાયબ થયેલા બોલીવૂડ એક્ટર ફરદીન ખાન સંજય ગુપ્તા નિર્દેશિત ફિલ્મ ‘વિસ્ફોટ’થી બોલીવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને ફરદીન ખાન એકમેકની સામે હશે. એ વેનેઝુએલાનું ડ્રામા રોક, પેપર, સિઝર (2012)ની રિમેક છે, જે 85મા એકેડમી એવોર્ડમાં સૌથી શ્રેષ્ઠ ફોરેન લેગ્વેજ માટે ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી.

આ ન્યૂઝની પુષ્ટિ કરતાં ગુપ્તાએ કહ્યું હતું કે હું ખૂબ ખુશ છું કે ફરદીન અને રિતેશ બહુ વિશેષ પ્રોજેક્ટ માટે ટીમ બનાવી રહ્યા છે. મારી ટીમ અને મેં અમારા પ્રોજેક્ટ બનાવવા માટે મારું લોહી, પરસેવો અને આંસુ વહાવડાવ્યાં છે અને મને એ કહેતાં ગર્વ થઈ રહ્યો છે કે ‘વિસ્ફોટ’નું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ થઈ જશે. અમે એના માટે તૈયાર છીએ. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. એ ફિલ્મ ડોંગરીની ચાલ અને મુંબઈની હાઇ રાઇઝ વચ્ચે ટક્કર આધારિત છે. 14 વર્ષ પછી ફરદીન અને રિતેશ એકસાથે સ્ક્રીન શેર કરશે.

ગયા વર્ષે ફરદીને ટ્રાન્સફોર્મેશન કર્યા પછી સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. તેણ છ મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું છે, જેથી તેના ફેન્સ આશ્ચર્યચકિત થયા હતા. આ એક પડકાર છે, તમે મહેનત કરો અને વજન ઘટાડો. મને આનંદ છે કે હું આગળ વધવા સક્ષમ છું અને વર્કઆઉટને મારી રુટિન લાઇફનો હિસ્સો બનાવી લીધો છે, એમ ફરદીને જણાવ્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]