બીએસઈ સ્ટાર્ટઅપ્સ પર 11મી કંપની નાપબુક્સ લિસ્ટ થઈ

મુંબઈ તા.15 સપ્ટેમ્બર, 2021: બીએસઈ સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર 11મી કંપની નાપબુક્સ લિમિટેડ લિસ્ટ થઈ છે.

નાપબુક્સ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 5,39,200 ઈક્વિટી શેર્સ રૂ.74ની કિંમતે ઓફર કરી રૂ.3.99 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ 6 સપ્ટેમ્બર, 2021ના રોજ પબ્લિક ઈશ્યુ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

નાપબુક્સ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં છે. કંપની કોર્પોરેટ ક્ષેત્ર માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજિકલ સોલ્યુશન્સ વિકસાવે છે. કંપની ફિનટેક એપ, ક્લાઉડ કન્સલ્ટિંગ, બ્લોક ચેઈન એપ, મોબાઈલ એપ, વેબ એપ, એમ્બેડેડ એપ પ્રોડક્ટ્સ ક્લાયન્ટ્સ માટે વિકસાવે છે. એ સિવાય અન્ય ઘણી સર્વિસીસ કંપની પૂરી પાડે છે.

નાપબુક્સની લીડ મેનેજર અમદાવાદસ્થિત જીવાયઆર કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લિમિટેડ હતી.

બીએસઈ સ્ટાર્ટઅપ્સ પર લિસ્ટેડ 10 કંપનીઓએ કુલ રૂ.34.62 કરોડ એકત્ર કર્યા હતા, જેનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન 14 સપ્ટેમ્બર, 2021ના રોજ રૂ.142.75 કરોડ હતું.