આઈપીએલ-11 માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ 2018ની 27-28 જાન્યુઆરીએ

પુણે – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 11મી મોસમ (આઈપીએલ-11) માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ 2018ની 27-28 જાન્યુઆરીએ બેંગલુરુમાં યોજવામાં આવશે.

આ વખતની સ્પર્ધા માટે ટીમો માટેનું બજેટ રૂ. 80 કરોડ સુધી વધારી દેવામાં આવ્યું છે જે ગયા વર્ષે રૂ. 66 કરોડ હતું.

ફ્રેન્ચાઈઝ ટીમ પાંચ ખેલાડીઓને જાળવી શકશે, જેમાં બે રાઈટ ટુ મેચ કાર્ડ હશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓમાંના મોટા ભાગનાંઓને આ વખતની હરાજીમાં સામેલ કરવામાં આવે એવી ધારણા છે.